NPS સ્કીમમાં રોકાણ કરનારાઓ માટે ખૂશખબર! મળશે આ મોટી સુવિધા

|

Dec 29, 2021 | 8:24 PM

NPS: હાલમાં NPS સબ્સ્ક્રાઈબર્સને નાણાકીય વર્ષમાં માત્ર બે વાર રોકાણની પેટર્ન બદલવાની છૂટ છે. આ મર્યાદા વધારવાની લાંબા સમયથી માંગ હતી.

NPS સ્કીમમાં રોકાણ કરનારાઓ માટે ખૂશખબર! મળશે આ મોટી સુવિધા
Symbolic Image

Follow us on

સરકારી પેન્શન સ્કીમ નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System- NPS)માં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે તેઓ વર્ષમાં ચાર વખત રોકાણની પેટર્ન બદલી શકશે. પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDAના ચેરમેન સુપ્રતિમ બંદ્યોપાધ્યાયે (Supratim Bandyopadhyay) જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ નેશનલ પેન્શન સ્કીમ (NPS) સ્કીમના સબસ્ક્રાઈબર્સને નાણાકીય વર્ષમાં ચાર વખત રોકાણની પેટર્ન બદલવાની મંજૂરી આપવામાં આવશે. હાલમાં NPS સબ્સ્ક્રાઈબર્સને નાણાકીય વર્ષમાં (financial year) માત્ર બે વાર રોકાણની પેટર્ન બદલવાની છૂટ છે. આ મર્યાદા વધારવાની લાંબા સમયથી માંગ હતી.

 

 

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

બંદ્યોપાધ્યાયે એનપીએસ પર ઉદ્યોગ મંડળ એસોચેમ દ્વારા આયોજિત વેબિનારમાં જણાવ્યું હતું કે હાલમાં શેરધારકો વર્ષમાં માત્ર બે વાર રોકાણના વિકલ્પો બદલી શકે છે. ટૂંક સમયમાં અમે તેને વધારીને ચાર કરવા જઈ રહ્યા છીએ. અમારી પાસે તેને વધારીને ચાર કરવા માટે ઘણી વિનંતીઓ મળી છે અને તેને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ તરીકે ન જોવું જોઈએ.

 

 

વિવિધ ઉત્પાદનોમાં રોકાણ વિકલ્પ પસંદ કરવાની મંજૂરી

હવે NPS સબ્સ્ક્રાઈબર્સે તેમનું રોકાણ સરકારી સિક્યોરિટીઝ, બોન્ડ્સ, શોર્ટ ટર્મ બોન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ, શેર્સ અને સંબંધિત રોકાણો જેવા વિવિધ ઉત્પાદનોમાં રોકાણના વિકલ્પોની મંજૂરી છે. બંદ્યોપાધ્યાયે એમ પણ કહ્યું કે પીએફઆરડીએ નિવૃત્તિ પછી સબ્સ્ક્રાઈબર્સને નિશ્ચિત આવક પ્રદાન કરવા માટે કન્વર્ટિબલ ફાઈનાન્શિયલ પ્રોડક્ટ (NUT) રજૂ કરવા માંગે છે, જેનો હેતુ તેમને મોંઘવારીથી બચાવવાનો છે.

 

 

સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે અલગ-અલગ નિયમો

જો કે ગ્રાહકોના જુદા જુદા સેટ માટે અલગ-અલગ નિયમો છે. ઉદાહરણ તરીકે સરકારી ક્ષેત્ર કર્મચારીઓને ઈક્વિટીમાં ઉચ્ચ એક્સપોઝર ન હોઈ શકે, જ્યારે કોર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓને ઈક્વિટી માટે 75 ટકા સુધીની સંપત્તિ ફાળવવાની છૂટ છે.

 

વર્ષમાં એકવાર ફંડ મેનેજર બદલવાની છૂટ

અલગથી સબ્સ્ક્રાઈબર્સને વર્ષમાં એકવાર તેમના ફંડ મેનેજર બદલવાની પણ છૂટ છે. ફંડ મેનેજર ક્લાયન્ટની પેન્શન અસ્કયામતોનું તેમની પસંદગી મુજબ નિશ્ચિત રોકાણ યોજનાઓમાં રોકાણ કરે છે. હાલમાં NPS હેઠળના પેન્શન ફંડ મેનેજરો ICICI પ્રુડેન્શિયલ પેન્શન ફંડ મેનેજમેન્ટ કંપની, LIC પેન્શન ફંડ, કોટક મહિન્દ્રા પેન્શન ફંડ, SBI પેન્શન ફંડ, UTI રિટાયરમેન્ટ સોલ્યુશન્સ, HDFC પેન્શન મેનેજમેન્ટ કંપની અને બિરલા સન લાઈફ પેન્શન મેનેજમેન્ટ છે.

 

NPS સબ્સ્ક્રાઈબર્સે નિવૃત્તિ સમયે 40 ટકા કોર્પસ સાથે વાર્ષિકી ખરીદવી જરૂરી છે. અટલ પેન્શન યોજના (APY) સહિત નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળના ગ્રાહકોની કુલ સંખ્યા અત્યાર સુધીમાં 4.80 કરોડને વટાવી ગઈ છે, જેમાં માત્ર 13 લાખ સબ્સ્ક્રાઈબર્સ કોર્પોરેટ ક્ષેત્રના છે.

 

 

આ પણ વાંચો :  Mukesh Ambani એ દેશની સૌથી મોટી કંપનીના ઉત્તરાધિકાર મામલે પહેલીવાર નિવેદન આપ્યું, જાણો શું કહ્યું અંબાણીએ

Next Article