
Mutual Fundમાં રોકાણને લઇ સેબીએ મોટો નિર્ણય લીધો છે. સેબી દ્વારા Mutual Fundમાં ખરીદ વેચાણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શેર માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા -SEBIએ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની ખરીદ અને વેચાણનો સમય બદલવામાં આવ્યો હતો.
જે હવે મૂળભૂત સમય સુધી લંબાવવામાં આવી રહ્યો છે. કોરોના મહામારીના કારણે આ ફેરફાર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે અનલોક સાથે જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. ત્યારે સમયથી પાબંદી પણ ઉઠાવી લેવામાં આવી રહી છે.
Mutual Fundમાં ખરીદ – વેચાણની સમયમર્યાદા દૂર કરી અવધિ ફરીથી 3 વાગ્યા સુધી કરી દેવામાં આવી છે. આ નિયમ બાદથી રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા અને વેચવા માટે વધારે સમય મળશે. સમયમાં બદલાવ લાગુ કરી દેવાયો છે. SEBIએ એપ્રિલમાં કોરોના વાયરસ મહામારીને કારણે મ્યુચ્યુઅલ ફંડ યુનિટનાં ખરીદ અને વેચાણ માટે કટ ઓફ ટાઈમ જાહેર કર્યો હતો. આ બદલાવ ફક્ત ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટે છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડની ખરીદ વેચાણના સમયમાં બદલાવ કરવામાં આવ્યો નથી.
હવે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની યુનિટને ખરીદવી કે વેચવી હોય તો બંને માટે ૧૨.૩૦ સુધી નહિ પરંતુ 3 વાગ્યા સુધીનો સમય મળશે. તમામ સ્કીમના સબ્ક્રિપ્શન અને રિડિમ્પશનનો કટ ઓફ ટાઈમ ફરીથી 3 વાગ્યાનો થઈ ગયો છે. આ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તમા સ્કીમ માટે લાગુ થશે પણ ડેટ સ્કીમ અને હાઈબ્રિડ઼ડ ફંડસની ટ્રેડિંગનો સમય પહેલાની જેમ જ રહેશે.કોરોના મહામારીને કારણે સેબીએ સમય 3 વાગ્યાથી બદલીને 12.30 કરી દીધો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 10:57 am, Tue, 20 October 20