મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એક નવી સ્કીમ એડલવાઈસ સિલ્વર ETF લોન્ચ કરવામાં આવી છે. ચાંદીમાં ડિજિટલી રોકાણ કરવા માટે રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે ફંડ હાઉસ દ્વારા આ ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) સ્કીમ છે. તેનો મતલબ છે કે રોકાણકારો જ્યારે ઈચ્છે છે ત્યારે આ સ્કીમમાંથી એક્સિટ થઈ શકે છે. આ ઉપરાંત તેઓ ઈચ્છે ત્યારે રિડેમ્પશન પણ કરી શકે છે.
આ NFO આજે એટલે કે, 16 નવેમ્બર 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો છે. રોકાણકારો આ નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ દ્વારા 20 નવેમ્બર 2023 સુધી તેમાં રોકાણ કરી શકે છે.
એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર, રોકાણકારો એડલવાઈસ સિલ્વર ETFમાં મિનિમમ 5,000 રૂપિયા અને ત્યારબાદ 1 રૂપિયાના ગુણાંકમાં ઈન્વેસ્ટ કરી શકે છે. તેનો બેન્ચમાર્ક ચાંદીનો સ્થાનિક બજાર ભાવ છે. આ સ્કીમનો હેતું સ્થાનિક બજારમાં ભૌતિક ચાંદીના ભાવ સાથે અનુરૂપ રિટર્ન મેળવવાનો છે. જો કે, આ યોજના તેના ઉદ્દેશ્યને હાંસલ કરશે તેની કોઈ ગેરંટી નથી. આ સ્કીમમાં એક્ઝિટ લોડ નિલ છે.
મ્યુચ્યુઅલ ફંડ હાઉસના જણાવ્યા અનુસાર, એડલવાઇસ સિલ્વર ઇટીએફ એ રોકાણકારો માટે યોગ્ય ફંડ છે જેઓ લોન્ગ ટર્મ માટે કેપિટલ એપ્રિસિએશન ઈચ્છે છે. આ ફંડ એડલવાઇઝ સિલ્વર ઇટીએફના યુનિટમાં રોકાણ કરીને ઇટીએફના પર્ફોર્મન્સને અનુરૂપ રિટર્ન જનરેટ કરશે. જો સ્કીમમાં કોઈ શંકા હોય તો ઈન્વેસ્ટરોએ તેમના નાણાકીય સલાહકારની એડવાઈઝ લેવી જોઈએ. આ સ્કીમના ફંડ મેનેજર આશિષ સૂદ છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)