MUMBAI : મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોને જરૂરી સહયોગની ખાતરી આપી, ઉદ્યોગકારોએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે દર્શાવી તત્પરતા

|

Dec 02, 2021 | 6:25 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ના રોડ શો સંદર્ભે તેમની મુંબઈ મુલાકાત દરમ્યાન બપોર બાદ મુંબઇ સ્ટોક એક્સચેન્જની પણ મુલાકાત લઈ સ્ટોક એક્સચેન્જની ગતિવિધી નિહાળી હતી અને માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતના એમ.એસ.એમ.ઇ. સેકટર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેપિટલ રેઇઝિંગ અંગે તથા ગિફ્ટ સિટીને ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ માટેની સર્વોચ્ચ સંસ્થા બનાવવા અંગે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પદાધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

MUMBAI : મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોને જરૂરી સહયોગની ખાતરી આપી, ઉદ્યોગકારોએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે દર્શાવી તત્પરતા
CM Bhupendra Patel in Mumbai

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ના (Gujarat Global Summit) બીજા રોડ-શો અંતર્ગત એક દિવસીય મુંબઇ-મુલાકાત (Mumbai) સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. મુખ્યમંત્રી મુંબઇમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક, રોડ-શો, મુંબઇ સ્ટોક એક્સ્ચેંજની મુલાકાત અને સિદ્ધિવિનાયક મંદિરે (siddhi vinayak temple) દર્શન એમ દિવસભર બેક-ટુ-બેક કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના (Gujarat Global Summit) બીજા રોડ-શોના પ્રારંભે મુંબઇમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. મુખ્યમંત્રી સાથેની વન-ટુ-વન બેઠકના આ ઉપક્રમમાં સૌ પ્રથમ ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મુખ્યમંત્રીને મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી. તેમણે ટાટા હોટેલ્સ દ્વારા કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એકસ્પાનશન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે કોટક મહિન્દ્રા બેંકના એમ.ડી. અને સી.ઈ.ઓ. ઉદય કોટકે વન-ટુ-વન બેઠક યોજીને ગુજરાતે સાધેલી વિકાસમય પ્રગતિની પ્રસંશા કરી હતી. ખાસ કરીને ગિફ્ટ સિટીમાં ફાયનાન્સ અને બેન્કિગ સેકટર માટે જે અદ્યતન સુવિધાઓ વિકસી છે તે આ સેકટરના રોકાણકારો માટે વિશાળ તકો પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વધુ ગતિશીલ વિકાસમાં અને સમાજ હિત કામોમાં પોતાની સહભાગિતા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સ્વાન એનર્જીના એમ.ડી નિખિલ મરચન્ટે બેઠક યોજીને જાફરાબાદમાં આગામી બે વર્ષમાં તેમના દ્વારા પાંચ એમ.એમ.પી.ટી.એ કેપેસીટીના એલ.એન.જી ટર્મિનલ કાર્યરત કરવાના આયોજનની મુખ્યમંત્રીને વિગતો આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ કાકુ નખાટે સાથે થયેલી બેઠકમાં કાકુ નખાટેએ બેંક ઓફ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. બેંક ઓફ અમેરિકા ગિફ્ટી સિટી કેમ્પસમાં એક લાખ ચોરસ ફૂટમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ચલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાનું કેન્દ્ર, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને મોટા પાયે આ સેક્ટરમાં રાજ્યના યુવાનોને રોજગાર અવસર પુરા પાડે છે.

મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel)કાકુ નખાટેને ગીફ્ટ સિટીમાં વિકસાવવામાં આવી રહેલી વિવિધ સુવિધાનો લાભ લેવા પણ જણાવ્યું હતું અને (Gujarat Global Summit) વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. અંબુજા સિમેન્ટ અને એસીસીના સીઇઓ નીરજ અખૌરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકમાં પોતાના ગ્રૂપના વિવિધ વ્યવસાયો અંગે વિગતવાર માહીતી આપી હતી.

આ બેઠકમાં તેમણે ગજરાતમાં તેમના વર્તમાન વ્યવસાય રોકાણને વધારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં જોડાવા શ્રી નીરજ અખૌરીને આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુંબઈમાં સન ફાર્માના દિલીપ સંઘવીએ વન-ટુ-વન બેઠકમાં ગુજરાતમાં ફાર્મા સેક્ટરમાં તેમના રોકાણ અંગે મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા અને આ સેકટરમાં તેઓ વધુ વ્યાપક સ્તરે રોકાણો કરવાના છે તેનાંથી પણ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સિયેટ ટાયર્સના અનંત ગોયેંકાએ મુંબઈમાં મુલાકાત બેઠક યોજીને તેમના ગ્રુપ દ્વારા ૧૨૦૦ કરોડના રોકાણો પ્રથમ તબ્બકે કર્યા છે અને દર બે ત્રણ વર્ષે તેમના પ્લાન્ટમાં રોકાણ વધારી રહ્યા છે તેની વિગતો આપી હતી. તેમણે પોતાના પ્લાન્ટના સ્ટ્રેટેજીક લોકેશનથી તેમને રાજ્ય સરકાર દ્વારા થયેલા વિકાસ કામોથી જે લાભ મળી રહ્યો છે તે માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. આગામી વાયબ્રન્ટમાં તેમણે સહભાગી થવાની પણ ઉત્સુકતા દર્શાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિખિલ મેસવાણી સાથે થયેલી બેઠકમાં નિખિલ મેસવાણીએ કહ્યું કે, રિલાયન્સ એ ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, નેચરલ ગેસ, રિટેલ, ટેલિકોમ્યુનિકેશન, માસ મીડિયા અને ટેક્સટાઇલ બિઝનેસ સાથે ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રમાનું એક છે. એટલું જ નહીં, ગુજરાત ગ્રીન મેગા ઇનોવેટિવ પ્રોજેક્ટ સાથે પદાર્પણ કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ તેમને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.

જનરલ ઇલેક્ટ્રીકલ સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ અને સી.ઇ.ઓ. મહેશ પલશીકરે ગુજરાતના સાણંદના જી.ઇ. પ્લાન્ટમાંથી ૮૦% ઉત્પાદન એક્સપોર્ટ થાય છે તેની વિગત મુખ્યમંત્રીને આપી હતી. મહેશ પલશીકરે ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝ અને જી.ઇ.ની એક્સપર્ટિઝ વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીથી પાવર અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં મૂડીરોકાણો માટે ઉત્સુકતા દર્શાવી હતી.

હિંદુજા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અશોક હિંદુજાએ ઓટોમોટીવ અને ખાસ કરીને નાના વાહનોના ઉત્પાદન તથા મૂડી રોકાણના ક્ષેત્રો વિશે ચર્ચા કરી હતી. તેમણે આગામી વાઇબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતમાં પોતાના મૂડી રોકાણ માટે એમ.ઓ.યુ. કરવાની ઉત્સુકતા દર્શાવી હતી તથા વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થઇને ક્લીન એનર્જી, સાયબર સિક્યોરિટી, આઇ.ટી. પાર્ક જેવા વિસ્તરી રહેલા સેક્ટર્સમાં પણ મૂડી રોકાણો માટે રસ દાખવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉદ્યોગ અને મૂડીરોકાણ માટે રાજ્ય સરકાર કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટથી ઉદ્યોગકારોના પ્રશ્નોનો હલ લાવી તેમને ઉદ્યોગ સંસ્થાપનમાં જરૂરી સહાય કરશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વન-ટુ-વન બેઠકોનો ઉપક્રમ પૂર્ણ કરી ગુજરાતમાં મૂડી રોકાણની તકો, વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતની સિદ્ધિઓ અને ગુજરાત દેશના રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે તેની વિસ્તૃત જાણકારી ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણીઓ, ડેલિગેટ્સ અને આમંત્રિતો સમક્ષ રોડ-શો અંતર્ગત આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ના રોડ શો સંદર્ભે તેમની મુંબઈ મુલાકાત દરમ્યાન બપોર બાદ મુંબઇ સ્ટોક એક્સચેન્જની પણ મુલાકાત લઈ સ્ટોક એક્સચેન્જની ગતિવિધી નિહાળી હતી અને માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતના એમ.એસ.એમ.ઇ. સેકટર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેપિટલ રેઇઝિંગ અંગે તથા ગિફ્ટ સિટીને ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ માટેની સર્વોચ્ચ સંસ્થા બનાવવા અંગે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પદાધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રોડ-શો સંદર્ભે વિવિધ કાર્યક્રમો બાદ મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ-વિનાયક મંદિરે જઈને ગણેશજીના દર્શન-પૂજન શ્રદ્ધાભાવપૂર્વક કર્યા હતા. મુખ્યમંત્રી મુંબઇની તેમની એક દિવસીય મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરી સાંજે ગાંધીનગર પરત ફર્યા હતા.

 

Next Article