Multibagger Stock : આ speciality chemical સ્ટોકે રોકાણકારોને માલામાલ બનાવ્યા, એક વર્ષમાં આપ્યું 400% રિટર્ન

કંપની રબર અને સ્પેશિયલ કેમિકલ ક્ષેત્રની ઉભરતી કંપની છે. સ્થાનિક અને વૈશ્વિક બજારમાં યશો ઇન્ડસ્ટ્રીઝનું વર્ચસ્વ વધી રહ્યું છે. તેનો આંતરરાષ્ટ્રીય વ્યવસાય વિશ્વના 42 દેશોમાં ફેલાયેલો છે.

સમાચાર સાંભળો
Multibagger Stock : આ speciality chemical સ્ટોકે રોકાણકારોને માલામાલ બનાવ્યા, એક વર્ષમાં આપ્યું 400% રિટર્ન
symbolic image
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:32 AM

બજારમાં રોકાણ કરનારા રોકાણકારો હંમેશા મલ્ટીબેગર(multibagger stock)ની શોધમાં હોય છે. બજારની તેજી વચ્ચે આવા ઘણા શેરો છે જેણે આ વર્ષે ઈન્ડેક્સ કરતા સારો દેખાવ કર્યો છે. સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરની યશો ઇન્ડસ્ટ્રીઝ(Yasho Industries)નો આ શેર પણ આ દિશામાં ખુબ દોડ્યો છે . કોરોનાવાયરસ સંક્રમણના આ યુગમાં કેમિકલ શેરોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

યશો ઇન્ડસ્ટ્રીઝના શેરોએ છેલ્લા એક વર્ષમાં 392% નું વળતર આપ્યું છે. આ વર્ષની અત્યાર સુધીની વાત કરીએ તો યશો ઇન્ડસ્ટ્રીઝના શેરોએ 300%નું વળતર આપ્યું છે. આ વર્ષની શરૂઆતમાં યશો ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 160 રૂપિયા હતી જે 9 સપ્ટેમ્બરના રોજ 645 રૂપિયા પર બંધ થઈ હતી. આજે શેરે 829 ની નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે.

યશો ઇન્ડસ્ટ્રીઝ વિવિધ પ્રકારના રસાયણોનું ઉત્પાદન કરે છે. આ કંપની તેનું ઉત્પાદન પાંચ મહત્વના ક્ષેત્રોને આપે છે. તેમાં સ્પેશિયાલિટી કેમિકલ , અરોમા કેમિકલ, ફૂડ એન્ટીઓકિસડન્ટ, રબર એક્સિલરેટર્સ અને લુબ્રિકન્ટ એડિક્ટિવનો સમાવેશ થાય છે. યશો ઇન્ડસ્ટ્રીઝનો પ્લાન્ટ ગુજરાતના વાપીમાં આવેલો છે. તેની ક્ષમતા 9200 MTPA છે. યશો ઇન્ડસ્ટ્રીઝ ફૂડ એન્ટીઓકિસડન્ટ અને એરોમા કેમિકલ સેગમેન્ટમાં અગ્રણી કંપની છે.

કંપની રબર અને સ્પેશિયલ કેમિકલ ક્ષેત્રની ઉભરતી કંપની છે. સ્થાનિક અને વૈશ્વિક બજારમાં યશો ઇન્ડસ્ટ્રીઝનું વર્ચસ્વ વધી રહ્યું છે. તેનો આંતરરાષ્ટ્રીય વ્યવસાય વિશ્વના 42 દેશોમાં ફેલાયેલો છે. તેમાં યુરોપ, અમેરિકા, મધ્ય પૂર્વ અને એશિયા સહિત ઘણા દેશોનો સમાવેશ થાય છે. યશો ઇન્ડસ્ટ્રીઝના શેર BSE ની SME કેટેગરીમાં સૂચિબદ્ધ છે.

વર્ષ 2020 થી સ્પેશિયલ કેમિકલ કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત થયું છે. આ કંપનીઓની આવક અને નફામાં છેલ્લા એક વર્ષમાં વધારો થયો છે. એવી અપેક્ષા છે કે આગામી 5 વર્ષમાં કેમિકલ ઉદ્યોગમાં ભારતનો હિસ્સો બમણો થઈ જશે.

 

નોંધ : અહેવાલનો હેતુ આપણા સુધી માત્ર માહિતી પહોંચાડવાનો છે. રોકાણથી થતા નફા કે નુકસાન સાથે અહેવાલને કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

 

આ પણ વાંચો : Sansera Engineering IPO: 1280 કરોડના ઈશ્યુ માટે આ કંપની આપી રહી છે કમાણીની તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે વિગતવાર

 

આ પણ વાંચો : Vijaya Diagnostic IPO : દક્ષિણ ભારતની હેલ્થકેર કંપનીનો શેર આજે લિસ્ટ થશે, જાણો કેવો મળ્યો IPO ને રિસ્પોન્સ અને બજાર માટે શું છે અનુમાન

Published On - 9:31 am, Tue, 14 September 21