JSW Energy નો શેર રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક(Multibagger stock) સાબિત થઈ છે. આ શેરે છેલ્લા 1 વર્ષમાં રોકાણકારોને 450 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ દરમિયાન શેરની કિંમત રૂ. 60 થી રૂ. 333 ના સ્તરે પહોંચી હતી. વર્ષ દરમિયાન શેરની કિંમત પણ 398 રૂપિયાના સ્તરને વટાવી ગઈ છે. જો કોઈએ એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 4.5 લાખ રૂપિયાથી વધુ છે. કંપનીના નાણાકીય પરિણામોની વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં 3.7 ટકાનો ઘટાડો થયો છે. જોકે કંપનીની આવકમાં લગભગ 12 ટકાનો વધારો થયો છે.
1 વર્ષમાં 450% થી વધુ રિટર્ન
જો તમે JSW એનર્જીના છેલ્લા એક રિટર્ન ચાર્ટ પર નજર નાખો તો કંપનીનો સ્ટોક સૌથી વધુ વળતર આપનારા શેરોમાં સામેલ છે. એક વર્ષ દરમિયાન JSW એનર્જીએ રોકાણકારોને 450 ટકાથી વધુ વળતર આપ્યું છે. એટલે કે જેમણે પૈસા રોક્યા છે તેમને 4.5 ગણાથી વધુ વળતર મળ્યું છે. આ દરમિયાન શેરનો ભાવ રૂ 60 થી વધીને રૂ 333 થયો હતો. તે જ સમયે આ વર્ષે અત્યાર સુધીમાં શેરના ભાવમાં લગભગ 400 ટકાનો ઉછાળો આવ્યો છે.
Q2 માં નફો ઘટ્યો
જુલાઈ-સપ્ટેમ્બર 2021ના ત્રિમાસિક ગાળા દરમિયાન JSW એનર્જીનો નફો 3.7 ટકા ઘટીને રૂ 339 કરોડ થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 352 કરોડ રૂપિયા હતો. જોકે આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 12 ટકા વધીને રૂ 2237 કરોડ થઈ છે જે અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ 2,000 કરોડ હતી.
ICICI સિક્યોરિટીઝ દ્વારા ‘Sale’ એડવાઈઝરી
ICICI સિક્યોરિટીઝે રૂ 150 ના રિવાઇઝ ટાર્ગેટ સાથે શેર પર સેલ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના બિઝનેસમાં મજબૂત ટ્રેક રેકોર્ડ હોવા છતાં સ્પર્ધા મજબૂત છે. પાવર બિઝનેસની આ કંપનીની કમિશનિંગ ક્ષમતા વધુ સારી છે. કંપની તેની સંપત્તિનો વધુ સારી રીતે ઉપયોગ કરી રહી છે પરંતુ સ્પર્ધાનું દબાણ વધારે છે. ICICI સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે, “અમે સ્ટોક પર વેચાણનું રેટિંગ જાળવી રાખ્યું છે પરંતુ લક્ષ્ય કિંમત 130ને બદલે રૂ 150 કરવામાં આવી છે.
નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, આખરે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક! જાણો તમારા શહેરના ભાવ