
મુકેશ અંબાણી(Mukesh Ambani) ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)નું નેતૃત્વ કરે છે જેની માર્કેટ કેપ 17 ટ્રિલિયન રૂપિયાથી પણ વધુ છે. કંપની દર વર્ષે તેની દરેક પેટાકંપનીઓમાં નોંધપાત્ર રોકાણ કરે છે અને આ નાણાકીય વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની પેટાકંપનીઓમાં આશરે રૂ. 14,200 કરોડનું રોકાણ કરશે તેમ કંપનીએ એક્સચેન્જોને માહિતી આપી હતી.
ભારતની સૌથી નફાકારક કંપનીઓમાંની એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુકેશ અંબાણી(Mukesh Ambani)અને તેમના સંતાન ઇશા અંબાણી(Isha Ambani ), આકાશ અંબાણી(Akash Ambani) અને અનંત અંબાણી(Anant Ambani) સહિતની આગેવાની હેઠળની પેટાકંપનીઓ અને સંયુક્ત સાહસોની વિશાળ શ્રેણીનું ધ્યાન રાખે છે.
સૂચિત રૂ. 14,200 કરોડમાંથી રૂ. 5000 કરોડની જંગી રકમ ઇશા અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણ કરવામાં આવશે. મુકેશ અંબાણીએ ઓગસ્ટ 2022માં રિલાયન્સ રિટેલના નવા લીડર તરીકે ઈશા અંબાણીને નામ આપ્યું હતું. તે સમયે, રૂ. 2 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવામાં સક્ષમ હતી. જિમ્મી ચૂ, જ્યોર્જિયો અરમાની, હ્યુગો બોસ, વર્સાચે, માઈકલ કોર્સ, બ્રુક્સ બ્રધર્સ, અરમાની એક્સચેન્જ, બરબેરી અને અન્ય ઘણી વૈશ્વિક બ્રાન્ડ્સ ભારતમાં રિલાયન્સ રિટેલ ભાગીદાર બ્રાન્ડ તરીકે ઉપલબ્ધ છે.
બ્રોકરેજ ફર્મ બર્નસ્ટેઇન દ્વારા હવે રિલાયન્સ રિટેલનું મૂલ્ય રૂ. 9,26,055 કરોડ (112 બિલિયન ડોલર) છે. બર્નસ્ટીનનો અહેવાલ સૂચવે છે કે રિલાયન્સ રિટેલનું મૂલ્ય RILના ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસ કરતાં લગભગ બમણું છે જેનું મૂલ્ય રૂ. 47,12,95 કરોડ (57 બિલિયન ડોલર) છે.
મુકેશ અંબાણી પણ આલોક ઇન્ડસ્ટ્રીઝ (AIL) ને ટેકો આપવા માટે આયોજિત રકમના લગભગ અડધા રોકાણ કરશે. AILની સિક્યોરિટીઝ, લોન અને એડવાન્સિસ અને ગેરંટીમાં રૂ. 7000 કરોડનું રોકાણ કંપનીને તેની ભંડોળની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરશે.
જેઓ અજાણ છે તેમના માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેએમ ફાઇનાન્શિયલ ARC એ 2019 માં આલોક ઇન્ડસ્ટ્રીઝ હસ્તગત કરી હતી. મુકેશ અંબાણી આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 40% હિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આલોક ઇન્ડસ્ટ્રીઝને રૂ. 5000 કરોડના મૂલ્યના ઉત્પાદનો અને સેવાઓના વેચાણનો અંદાજ પણ મૂકે છે.
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના છેલ્લા ભાવ ઉપર નજર કરીએતો સોમવારે 14 ઓગસ્ટના રોજ 26.05 રૂપિયા અથવા