MTAR Technologies IPO : શેરનું એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે જાણશો? વાંચો અહેવાલમાં

|

Mar 10, 2021 | 3:53 PM

MTAR Technologiesના IPOની લિસ્ટિંગ પર દરેકની નજર છે. કંપનીનો ઇશ્યુ 200 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. માર્કેટના નિષ્ણાતોના મતે MTAR નો શેર ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે તે બતાવે છે કે શેર બજારમાં તેની મજબુત શરૂઆત થશે.

MTAR Technologies IPO : શેરનું એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે જાણશો? વાંચો અહેવાલમાં
MTAR Technologies IPO

Follow us on

MTAR Technologiesના IPOની લિસ્ટિંગ પર દરેકની નજર છે. કંપનીનો ઇશ્યુ 200 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. માર્કેટના નિષ્ણાતોના મતે MTAR નો શેર ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે તે બતાવે છે કે શેર બજારમાં તેની મજબુત શરૂઆત થશે. કંપનીનો ઇશ્યૂનો પ્રાઈસ બેન્ડ 574-575 રૂપિયા છે.

બમ્પર સબ્સ્ક્રિપ્શનને પગલે MTARના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 540-545 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યા છે. MTAR Technologiesના શેરની ફાળવણી 12 માર્ચે નક્કી થઈ શકે છે. કંપનીના શેર 16 માર્ચ ના રોજ લિસ્ટિંગ થઈ શકે છે.

જો તમે પણ MTAR Technologiesના IPO ને સબ્સ્ક્રાઇબ કર્યું છે તો તમે આ સરળ પગલા અનુસરી IPO ની રજિસ્ટ્રાર વેબસાઇટ https://kcas.kfintech.com/ipostatus/ પર તમારા IPO શેરની ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

1- વેબસાઇટ ખુલ્યા પછી IPO (MTAR Technologies Limited) સિલેક્ટ કરો.
2- જો તમે એપ્લિકેશન નંબર સિલેક્ટ કરો છો, તો NON-ASBA અથવા એASBA પસંદ કરો અને એપ્લિકેશન નંબર દાખલ કરો
૩- DPID / CLIENT ID કેસમાં NSDL / CDSLપસંદ કરો
4- DPID અને CLIENT IDદાખલ કરો, PAN ના મામલામાં, PAN NUMBER દાખલ કરો.
5- કેપ્ચા બોક્સની ઉપર લીલા રંગ આપવામાં આવેલ નંબર દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો એટલે સ્થિતિ સ્ક્રીન પર નજરે પડશે

 

BSE દ્વારા સ્થિતિ કંઈ રીતે જાણશો?
આ સિવાય તમે BSE ની વેબસાઇટ પર ફાળવણીની સ્થિતિ પણ જોઈ શકો છો. ઇશ્યૂ ટાઈપ (equity) અને ઇશ્યૂ નામ (MTAR Technologies Ltd) દાખલ કરો , એપ્લિકેશન નંબર અને પાન નંબર દાખલ કરો અને અંતે આઇપીઓ ફાળવણીની સ્થિતિ જાણવા માટે સર્ચ બટન પર ક્લિક કરો.

 

Next Article