MONEY9: ચેન્જ ઇન્વેસ્ટિંગઃ ટીંપે ટીંપે સરોવર ભરાય

|

May 17, 2022 | 4:00 PM

ચેન્જ ઇન્વેસ્ટિંગથી લોકોની રોકાણની રીત બદલાઇ રહી છે. આ માઇક્રો ઇન્વેસ્ટિંગ પર આધારિત છે. તમે નાની નાની રકમથી રોકાણ કરી શકો છો. આને જ આપણે સામાન્ય રીતે ચેન્જ મની કહીએ છીએ.

MONEY9: ચેન્જ ઇન્વેસ્ટિંગથી લોકોની રોકાણ (INVESTMENT)ની રીત બદલાઇ રહી છે. આ માઇક્રો ઇન્વેસ્ટિંગ પર આધારિત છે. તમે નાની નાની રકમથી બચત (SAVING)કરીને રોકાણ કરીને સારું વળતર (RETURN) મેળવી શકો છો. આને જ આપણે સામાન્ય રીતે ચેન્જ મની કહીએ છીએ.

સુશાંત અત્યારે 23 વર્ષનો છે અને હજુ તો એક વર્ષ પહેલાં જ એક આઇટી કંપનીમાં તેની નોકરી લાગી છે. એટલે કે તેના કરિયરની હજુ તો શરૂઆત જ થઇ છે. કમાણી શરૂ થઇ તો ઘરવાળાએ પ્રેશર બનાવી દીધું કે બધા પૈસા વાપરી ના નાંખતો, થોડાક પૈસા બચાવજે. પૈસાનું મહત્વ તો સુશાંત પણ જાણે છે. પરંતુ પૈસા ક્યાં લગાવવા તેને લઇને તે મુંઝવણમાં મુકાઇ જાય છે. આ ચક્કરમાં તે રોકાણનો નિર્ણય ભવિષ્ય પર છોડી દે છે. તે એવું વિચારે છે કે નવી નોકરી છે, વધારે બચત પણ નથી. જ્યારે પૈસા વધશે ત્યારે બચત કરવાનું વિચારીશું.

પરંતુ સુશાંતને એ ખબર નથી કે ચેન્જ ઇન્વેસ્ટિંગ નામની કોઇ વસ્તુ પણ છે, જેનાથી ઓછા પૈસામાં એટલે કે તમારી પાસે બચતી ચેન્જ મની કે છુટ્ટા પૈસાથી પણ રોકાણ કરી શકાય છે. તો સુશાંતની જેમ જો તમે પણ મુંઝવણમાં છો અને સમજાતુ નથી કે રોકાણ શરૂ કેવી રીતે કરવું? જેટલા પૈસા બચી રહ્યા છે, શું તેનાથી રોકાણ કરી શકાય છે? શું તે પૈસા પૂરતાં છે? તો ચેન્જ ઇન્વેસ્ટિંગ સાથે જોડાયેલા આ સમાચાર તમારા માટે જ છે.

નવા જમાનાની ઘણી ફિનટેક કંપનીઓ છે જે તમારા માટે કામ કરે છે, એટલે કે તમને યાદ અપાવે છે કે જુઓ હવે રોકાણનો સમય આવી ગયો છે. ભારતમાં એવી ઘણી કંપનીઓ છે જે આ પ્રકારની સેવા આપે છે જેમ કે Appreciate, Jar અને Niyo. આ ફિનટેક કંપનીઓ સાથે જોડાયેલું છે ચેન્જ ઇન્વેસ્ટિંગ, જે એક નવી પહેલ છે.

ચેન્જ ઇન્વેસ્ટિંગથી લોકોની રોકાણની રીત બદલાઇ રહી છે. આ માઇક્રો ઇન્વેસ્ટિંગ પર આધારિત છે. તમે નાની નાની રકમથી રોકાણ કરી શકો છો. આને જ આપણે સામાન્ય રીતે ચેન્જ મની કહીએ છીએ. તો ચેન્જ મનીથી કરવામાં આવતું રોકાણ જ ચેન્જ ઇન્વેસ્ટિંગ છે. આ રોકાણ તમે ડિજિટલ ગોલ્ડથી લઇને મ્યુચ્યુઅલ ફંડ અને બીજા ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં કરી શકો છો.

આ ફિનટેક કંપનીઓ તમારુ સ્પેન્ડિંગ એટલે કે ખર્ચને મૉનિટર કરે છે. સાથે જ તમે જ્યારે કંઇક ખરીદો છો, જેમ કે જુતા-કપડાં, બહાર ખાવા-પીવા પર ખર્ચ કરો છો તો આ એપ તમને એસેટ્સમાં નાની રકમ રોકાણ કરવા માટે એલર્ટ કરે છે.

હવે તમને બતાવીએ કે આ ફિનટેક કંપનીઓ કેવી રીતે ચેન્જ ઇન્વેસ્ટિંગમાં મદદ કરે છે. ચેન્જ ઇન્વેસ્ટિંગ માટે ક્યાં તો એપ પર સેવિંગ એકાઉન્ટ ખોલવું પડશે અથવા તો પોતાના બેંક એકાઉન્ટને એપ સાથે લિંક કરવું પડશે. આ એપ એક એમાઉન્ટ ફિક્સ કરી દે છે. જેને આપણે રાઉન્ડ ઑફ એમાઉન્ટ કહી શકીએ. રાઉન્ડ ઑફ એમાઉન્ટ એટલે કે 499 રૂપિયાની ખરીદી પર 500 રૂપિયા રાઉન્ડ ઑફ એમાઉન્ટ થઇ. આ જ રીતે 680 રૂપિયાની ખરીદી પર 700 રૂપિયા રાઉન્ડ ઑફ એમાઉન્ટ બને છે.

આ રીતે રાઉન્ડ ઑફ એમાઉન્ટ બનાવવા માટે જે ચેન્જ મની એટલે કે 1, 10, 20 કે 30 રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે છે, તેને એક જગ્યાએ જોડીને કરવામાં આવે છે ચેન્જ ઇન્વેસ્ટિંગ.

હવે જ્યારે પણ તમે તમારા ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગનો ઉપયોગ કરીને કોઇ ખરીદી પર પૈસા ખર્ચ કરશો, ચેન્જ મની તમારા સેવિંગ એકાઉન્ટથી ડેબિટ થઇ જશે એટલે કે કપાઇ જશે.

જ્યારે ચેન્જ મની એકઠી થઇને 100 કે 500 કે 1,000 રૂપિયા થઇ જશે ત્યારે એપ તમને તમારા પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ કોઇ ફાઇનાન્સિયલ એસેટમાં તે રકમ રોકાણ કરવાનું કહેશે. આ રીતે તમે દર મહિને થોડા પૈસા બચાવીને તે પૈસાથી રોકાણ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે 24 કેરેટ સોનું ખરીદી, વેચી અને કોઇને ગિફ્ટ કરી શકો છો. આ રીતે એસઆઇપી પણ ખરીદી શકો છો.

જો કે ચેન્જ ઇન્વેસ્ટિંગની પસંદગી કરતા પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તેની કેટલીક મર્યાદાઓ છે. જેમ કે તમે આ પ્રકારના રોકાણ દ્વારા મોટી મૂડી ઉભી નહીં કરી શકો. કારણ કે મોટી મૂડી ઉભી કરવા માટે થોડુંક મોટું રોકાણ પણ જરૂરી હોય છે.

એક બીજી વાત, ચેન્જ ઇન્વેસ્ટિંગની સુવિધા અત્યારે સીમિત કંપનીઓ જ પૂરી પાડી રહી છે, આ કારણે ગ્રાહકોને મળનારી સેવાઓ પણ સીમિત છે, એસેટ્સ પણ સીમિત છે. હાં, ભવિષ્યમાં વધારે કંપનીઓ આ ક્ષેત્રમાં આવે તો સ્થિતિ બદલાઇ શકે છે.

જો કે, માત્ર ચેન્જ ઇન્વેસ્ટિંગ જ નહીં, બીજા પણ એવા સાધનો છે જ્યાં તમે તમારી નાનકડી બચતને લગાવી શકો છો.

જો તમે શૉર્ટ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિકલ્પ શોધી રહ્યા છો તો છ મહિનાની રિકરિંગ ડિપોઝિટ પસંદ કરી શકો છો. બેંક અને એનબીએફસી છ મહિનાથી 10 વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ ખાતુ ખોલવાની સુવિધા આપે છે. જેની પર સાડા ત્રણથી સાડા પાંચ ટકાના હિસાબે વ્યાજ દર મળે છે. અલગ-અલગ બેંકના હિસાબે આ મિનિમમ એમાઉન્ટ 10 રૂપિયા હોઇ શકે છે.

બીજું, તમે 100થી 500 રૂપિયાની માઇક્રો સિપ એટલે કે SIP પણ લઇ શકો છો. કેટલાક ન્યૂ એજ ફિનટેક પ્લેટફૉર્મ તમને SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં આવા રોકાણની સુવિધા આપે છે.

ત્રીજું, તમે પોસ્ટ ઑફિસ કે બેંકોમાં પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલાવી શકો છો. તમે 500 રૂપિયાથી લઇને દોઢ લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. અત્યારે પીપીએફ પર 7.1 ટકા વાર્ષિક વ્યાજ મળે છે, આ ઉપરાંત, વાર્ષિક કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળે છે, સાથે જ ટેક્સ બેનિફિટ અલગથી છે.

Next Video