MONEY9: સોવરિન ગોલ્ડ બોન્ડ એટલે સોનાના ઇંડા આપતી મુરઘી, કેવી રીતે? સમજો આ વીડિયોમાં

|

Mar 09, 2022 | 10:00 AM

રિઝર્વ બેન્કે 2016માં લોન્ચ કર્યાં હતા સૉવરિન ગોલ્ડ બોન્ડ. તે વખતે મોટા ભાગના લોકો રોકાણના આ નવા વિકલ્પને લઈને મૂંઝવણમાં હતા. જે લોકોએ તે વખતે આ બોન્ડ ખરીદ્યા હતા તેમને આજે જબરજસ્ત નફો થયો છે.

સૉવરિન ગોલ્ડ બોન્ડ (GOLD BOND) સરકારી યોજના છે. ફિઝિકલ ગોલ્ડના એક મજબૂત વિકલ્પ તરીકે તેની લોકપ્રિયતા વધી રહી છે. આ બોન્ડને રિઝર્વ બેન્ક (RESERVE BANK OF INDIA) ઈશ્યૂ કરે છે. જાન્યુઆરી 2016માં જ્યારે ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ થયા ત્યારે એક ગ્રામ બોન્ડની કિંમત 2,600 રૂપિયા હતી. આમ તો, આ બોન્ડની મુદત (MATURITY) આઠ વર્ષ પછી પાકે છે, પરંતુ પાંચ વર્ષ પછી પણ તેને વેચવાનો વિકલ્પ છે.

આરબીઆઈએ પહેલીવાર પ્રિ-મેચ્યોરિટીનો આ વિકલ્પ આપ્યો છે અને તેના માટે એક યૂનિટની કિંમત 4,813 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ભાવ નક્કી કરવા માટે છેલ્લાં અઠવાડિયામાં સોનાનો જે બંધ ભાવ રહ્યો હોય તેની સરેરાશને આધાર બનાવવામાં આવે છે. આ વખતના બોન્ડ માટે 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીની વચ્ચેના સોનાના ભાવની સરેરાશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રિ-મેચ્યોર રીડિમ કરવાની સુવિધા દર છ મહિને મળે છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ એટલે કે, એસજીબીને આરબીઆઈ મારફતે વેચો, તો નફા પર કોઈ ટેક્સ લાગતો નથી. આ બોન્ડનું વેચાણ એક્સ્ચેન્જ મારફતે કરવામાં આવ્યું હોત, તો તેમાં મળનારા રિટર્નને કેપિટલ ગેઈનની શ્રેણીમાં મૂકીને ટેક્સ લગાવવામાં આવ્યો હોત. જો બોન્ડ ખરીદ્યાના ત્રણ વર્ષ પહેલાં વેચી દેવામાં આવે તો જે રિટર્ન મળે તેના પર શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે અને આ આવકને રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરીને તેના સ્લેબ અનુસાર ટેક્સ ગણવામાં આવે છે.

જો તમે ત્રણ વર્ષ પછી બોન્ડ વેચો, તો તેમાં મળનારા રિટર્નને લૉન્ગ-ટર્મ કેપિટલ ગેઈન શ્રેણીમાં મૂકવામાં આવે છે અને તેના પર 20 ટકાના દરે ટેક્સ ચુકવવો પડે છે. જોકે, વ્યાજની આવક ટેક્સેબલ છે અને દર વર્ષે જે વ્યાજ મળે, તેને રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરીને સ્લેબ અનુસાર ટેક્સ વસૂલવામાં આવશે.

આ પણ જુઓ

ગવર્મેન્ટ સિક્યોરિટીઝ શું હોય છે?

આ પણ જુઓ

ટેક્સ હાર્વેસ્ટિંગ માટે કઇ વાતનું ધ્યાન રાખવું?

Next Video