MONEY9: IPO કેટલા ગણો ભરાયો તે કેવી રીતે ખબર પડે ? સમજો IPOનું ગણિત

| Edited By: | Updated on: Mar 29, 2022 | 6:01 PM

IPOમાં રોકાણકારોની વિભિન્ન કેટેગરીના સબ્સક્રિપ્શન પાછળનું ગણિત સરળ શબ્દોમાં સમજવું હોય અને તેના દ્વારા IPOમાં પૈસા લગાવવા કે નહીં તેનો તાગ મેળવવો હોય તો જુઓ આ વીડિયો.

આજે આપણે સમજીશું કે, IPO અનેક ગણો સબ્સક્રાઈબ (SUBSCRIBE) થયો હોય તો તેનો શું અર્થ કાઢવો ? કોઈ IPOનું સબ્સક્રિપ્શન તેના કદથી નહીં, પરંતુ શેરની સંખ્યા દ્વારા નક્કી થાય છે. એટલે કે બજારમાં કેટલા શેર વેચાવાના છે તેનાથી નક્કી થાય છે. કોઈ IPOમાં સામાન્ય રીતે, QIB, HNI અને નાના રોકાણકાર (RETAIL INVESTOR) એટલે કે RII એમ 3 કેટેગરીમાં રોકાણ થાય છે. પ્રત્યેક કેટેગરી માટે શેરની સંખ્યા નિર્ધારિત હોય છે.

ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ કંપની IPOમાં 10 શેર વેચવા માટે બિડ મંગાવે છે. આમાંથી, પાંચ QIB માટે, બે HNI માટે અને ત્રણ RII કેટેગરી માટે આરક્ષિત છે. હવે માની લો કે, QIBએ 100 શેર માટે બિડ કરી, HNIએ પણ 100 શેર માટે બિડ કરી અને RIIએ 30 શેર માટે બિડ કરી. તો કહેવાશે કે, QIB કેટેગરી 100 ભાગ્યા 5 એટલે 20 ગણી સબ્સક્રાઈબ થઈ.

HNI કેટેગરી 100 ભાગ્યા 2 એટલે 50 ગણી સબ્સક્રાઈબ થઈ અને RII કેટેગરી 30 ભાગ્યા 3 એટલે 10 ગણી સબ્સક્રાઈબ થઈ. હવે, IPOમાં તો માત્ર 10 શેરની જ ઓફર હતી, પરંતુ રોકાણકારોએ કુલ 230 શેર માટે બિડ કરી. તો આવી રીતે, પૂરો IPO 230 ભાગ્યા 10 એટલે 23 ગણો ઓવર સબ્સક્રાઈબ થયો. બિડનો અર્થ એવો નથી કે, બધાને શેર લાગી જશે. તેની ખબર તો ફાળવણીથી પડે છે.

આ પણ જુઓ

કોઈ કંપની માટે Sales અને Revenue એટલે શું? બંને આંકડાનું કેટલું મહત્ત્વ છે?

આ પણ જુઓ

કોઈ કંપનીના લેજર એકાઉન્ટમાં Cash Ratio શું દર્શાવે છે? તેનું કેટલું મહત્વ છે?