MONEY9: કેબલ ટીવી અને OTTનો ખર્ચ કેવી રીતે ઘટાડશો?

|

Jul 13, 2022 | 5:14 PM

આજકાલ ઘણાં લોકો માટે ઓટીટી પ્લેટફૉર્મ્સ ઇન્ટરનેટનું માધ્યમ બની ગયું છે. વધતી મોંઘવારીના આ સમયમાં એકબાજુ સેટેલાઇટ ચેનલ જોવાનું મોંઘું થઇ ગયું છે તો બીજી બાજુ ઓટીટી પ્લેટફૉર્મ્સનું સબ્સ્ક્રિપ્શન પણ સસ્તું નથી રહ્યું.

MONEY9: કેબલ ટીવી અને OTTનો ખર્ચ કેવી રીતે ઘટાડશો?
How to spend less money on an OTT subscription

Follow us on

Money9: વધતી મોંઘવારીના આ સમયમાં એકબાજુ સેટેલાઈટ ચેનલ જોવાનું મોંઘું થઇ ગયું છે તો બીજી બાજુ ઓટીટી (OTT) પ્લેટફૉર્મ્સનું સબ્સ્ક્રિપ્શન (SUBSCRIPTION) પણ સસ્તું નથી રહ્યું. દરેક વ્યક્તિ તેનો આ ખર્ચ ઘટાડવા મથામણ કરી રહ્યો છે. આ ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે સમજવા આપણે શર્માજીનું ઉદાહરણ લઇએ.

શર્માજી આજકાલ ટીવીના વધતા બિલથી ઘણાં પરેશાન છે અને કેમ ન હોય. વાસ્તવમાં તેમના ઘરમાં લોકોની અલગ-અલગ ડિમાન્ડને લઈને ઘમાસાણ થતું રહે છે. ટીવીને લઈને ચાલી રહેલી આ લડાઈની વચ્ચે શર્માજીનો આની પર થતો ખર્ચ ઉત્તરોત્તર વધી રહ્યો છે. તે એક બાજુ પત્ની માટે કેબલ ચેનલ્સનું પેક કરાવે છે, જે 700થી 800 રૂપિયાનું પડે છે તો બાળકો માટે OTT એપ્સના અલગ-અલગ સબ્સ્ક્રિપ્શનના પૈસા અલગથી ભરવા પડે છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

શર્માજીની જેમ જો તમે પણ ટીવીના વધતા બિલથી પરેશાન છો તો અમારો આ ખાસ આર્ટિકલ તમારા માટે જ છે. આજકાલ ઘણાં લોકો માટે ઓટીટી પ્લેટફૉર્મ્સ ઈન્ટરનેટનું માધ્યમ બની ગયું છે. વધતી મોંઘવારીના આ સમયમાં એકબાજુ સેટેલાઇટ ચેનલ જોવાનું મોંઘું થઇ ગયું છે તો બીજી બાજુ ઓટીટી પ્લેટફૉર્મ્સનું સબ્સ્ક્રિપ્શન પણ સસ્તું નથી રહ્યું.

મલ્ટી ફંક્શનલ સેટ-ટોપ બોક્સની સુવિધા

જોકે પોતાનો ખર્ચ ઘટાડવા માટે મલ્ટી ફંકશનલ સેટ-ટોપ બૉક્સ લઈ શકાય છે. જેમાં એક જ જગ્યાએ કેબલ ચેનલ્સ અને ઓટીટી પ્લેટફૉર્મ્સ મળે છે. તેનો ફાયદો એ થશે કે એક જ બિલમાં ઘરના લોકોને જે જોવું છે તે જોઈ શકશે અને બિલ પણ ઓછું આવશે. આ તમામ સુવિધાઓ ઉપરાંત કેટલાક પ્લાન એવા છે, જ્યાં મોબાઈલ સેવાઓ પણ મળે છે. એટલે કે કેબલ ટીવી, ઓટીટી અને ફોન કૉલ્સ બધુ જ એક જગ્યાએ.

OTT એટલે કે ઓવર ધ ટૉપ પ્લેટફૉર્મ ઘણાં લોકોની પહેલી પસંદ બની રહ્યાં છે. પરંતુ મોટાભાગના ઘરોમાં ટીવી પ્રોગ્રામ્સ જોયા વગર કામ નથી ચાલતું. આને ધ્યાનમાં રાખીને DTH કંપનીઓ પોતાના પ્લેટફૉર્મ પર ઓટીટી એપ્સ જોવાની સેવાઓ આપી રહી છે તો બીજી તરફ ઈન્ટરનેટ સેવા આપનારી કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર સેટેલાઈટ ચેનલ્સના પેક્સ આપી રહી છે. આ સાથે જ કેટલાક પ્લેટફોર્મ્સ કૉલિંગની પણ સુવિધા આપી રહ્યા છે. એટલે એક જ જગ્યાએ બધુ પીરસવાની હોડનો ફાયદો તમે પણ ઉઠાવી શકો છો.

રિલાયન્સ જીયોની સેવા

ઉદાહરણ તરીકે Reliance Jio TV Plus પર તમે home broadband, ટેલીવિઝન ચેનલો અને ટેલીફોન સેવાઓનો ઉપયોગ કરી શકો છો. તેના 999 રૂપિયાના પ્લાનમાં ટીવી ચેનલ્સ ઉપરાંત ઘણી ઓટીટી એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. સાથે જ તમે જાતે બેઝિક ફોન લગાવી શકો છો. જેનાથી કોલિંગ ફ્રી હશે.

ટાટા પ્લેની સેવા

આ જ રીતે ટાટા પ્લે, જે પહેલા ટાટા સ્કાઈ હતી. ત્યાં તમે ટીવી ચેનલ્સની સાથે ઓટીટી એપ્સ જોઈ શકો છો. કે પછી માત્ર ઓટીટી એપ્સવાળો પ્લાન પણ લઈ શકો છો. માત્ર ઓટીટી એપ્સવાળા પ્લાન 299 રૂપિયાથી શરૂ થાય છે. ટાટા પ્લેનું ઓટીટી અને કેબલ ચેનલ્સનું પેક Tata Play Binge+ STB (ટાટા પ્લે બિંજ પ્લસ એસટીબી) પર મળે છે. STB એટલે સેટ ટૉપ બૉક્સ. Jio TV Plus અને ટાટા પ્લે Binge+ પર નજર નાંખીએ તો બન્નેમાં એક મોટુ અંતર એ છે કે એકતરફ જ્યાં જિયોની સાથે તમને ઈન્ટરનેટ મળે છે તો બીજીબાજુ ટાટા પ્લેના પ્લાનની સાથે ઈન્ટરનેટ નહીં મળે. બ્રૉડબેન્ડ સેવા તમારે અલગથી જ લેવી પડશે.

એરટેલની સેવા

આ જ રીતે એરટેલ, Airtel Xstream Box અને Airtel Black આ પ્રકારની સેવા આપે છે. Airtel Xstream Boxમાં ખાસ વાત એ છે કે કોઈપણ ટીવીને સ્માર્ટ ટીવી બનાવી દે છે. એટલે તમે નોર્મલ કલર ટીવી પર ઓટીટી એપ્સની મજા લઈ શકો છો તો Airtel Black દ્વારા મોબાઈલ, ડીટીએચ અને ઈન્ટરનેટ બધી સેવાઓ એક જગ્યા પર મળે છે. તમે આ સર્વિસિઝ માટે એક જ બિલ ચુકવો છો. આના પ્લાન્સ 699 રૂપિયાથી શરૂ થાય છે.

ડિશ ટીવીની સેવા

ડિશ ટીવીનું DishSMRT HUB પણ Airtel Xstream Boxની જેમ નોર્મલ ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી નાંખે છે. આનાથી તમે ટીવી ચેનલ્સની સાથે મોટાભાગના ઓનલાઈન સ્ટ્રીમિંગ કૉન્ટેન્ટ જોઈ શકો છો. આના પેક્સ પણ મોટાભાગે બાકી કંપનીઓની કિંમત જેટલા જ છે.

મની9ની ટિપ્સ

  1. તમે તમારુ રિચાર્જ ઇ-વૉલેટથી કરી શકો છો. જો કે આનાથી પણ સારું એ રહેશે કે તમે પોતાના સર્વિસ પ્રોવાઇડરના પોતાના પેમેન્ટ પ્લેટફોર્મ પરથી રિચાર્જ કરો. આનાથી તમને કેટલાક રિવાર્ડ્સ અને કેશબેક જેવા બેનિફિટ્સ મળશે.
  2. જો તમે કેબલ ચેનલ્સ બિલકુલ નથી જોતા તો માત્ર ઓટીટીનું સબ્સ્ક્રિબ્શન લઇ શકો છો. કેટલાક પ્લેટફૉર્મ્સ એક જ બિલ પર મોટાભાગના ઓટીટી પ્લેટફૉર્મ્સ જોવાની સુવિધા આપે છે.
  3. ઓટીટી નથી જોતા ફક્ત ટીવી ચેનલ જ જુઓ છો તો પોતાની પસંદની ચેનલ્સના પેક કસ્ટમાઇઝ કરી શકો છો. આને બંડલ ચેનલ લિસ્ટ કહે છે. તો ફક્ત એ જ ચેનલ માટે પૈસા આપો જે તમે જુઓ છો.
Next Article