ઈલેક્ટ્રીક વાહનથી લઈને મોબાઈલ ફોન થશે સસ્તા, જાણો એપ્રિલમાં શું થશે સસ્તું અને શું મોંઘુ ?

|

Apr 01, 2023 | 1:54 PM

1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, આજથી ઘણી વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે, જ્યારે કેટલીક વસ્તુઓ સસ્તી પણ થશે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

ઈલેક્ટ્રીક વાહનથી લઈને મોબાઈલ ફોન થશે સસ્તા, જાણો એપ્રિલમાં શું થશે સસ્તું અને શું મોંઘુ ?
what will be cheap and what will be expensive in April

Follow us on

1 એપ્રિલ એટલે કે આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, આજથી ઘણી વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે, જ્યારે કેટલીક વસ્તુઓ સસ્તી પણ થશે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આ સાથે નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં ઘણી બધી બાબતોની જાહેરાત કરી હતી, જે આજથી લાગુ થવા જઈ રહી છે. આજથી દારૂ, સિગારેટથી લઈને અનેક વસ્તુઓના ભાવ વધશે. આવી સ્થિતિમાં દારૂ અને સિગારેટના શોખીનોને મોટો આંચકો લાગી શકે છે.

પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર અને વિટામિન્સની વસ્તુઓ જેવી અનેક વસ્તુઓ આજથી મોંઘી થઈ શકે છે. તે જ સમયે, કેમેરા લેન્સ, લેબોરેટરીમાં બની રહેલ હીરા, સેલ્યુલર મોબાઇલ ફોન, લિથિયમ-આયનની બેટરી અને EV વાહનો માટે કાચો માલ સસ્તો થશે. આ સાથે જ ઘર વપરાસની કઈ વસ્તુઓના ભાવ વધ્યા અને કઈ વસ્તુઓના ભાવ ઘટ્યા છે તેની સંપૂર્ણ સૂચિ.

આ વસ્તુઓ મોંઘી થશે

ઘર વપરાશ ઇલેક્ટ્રોનિક ફાયરપ્લેસ
સોના
ચાંદીના વાસણો
પ્લેટિનમ
સિગારેટ
જ્વેલરી
દારૂ જેવી અનેક વસ્તુઓ થઈ મોંઘી થઈ છે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ વસ્તુઓ થશે સસ્તી

રમકડાં
સાયકલ
ટીવી
મોબાઇલ ફોન
EV વાહન
એલઇડી ટીવી સહિતના અનેક વસ્તુઓના ભાવમાં આજથી ઘટાડો થશે.

પણ વાંચો: Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો,ક્યાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું અને ક્યાં થયું મોંઘું?

UPI ટ્રાન્ઝેક્શન મોંઘા થશે

UPI દ્વારા ટ્રાન્ઝેક્શન પણ આજથી મોંઘા થઈ શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI એ UPI થી વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ ફી લાગુ કરી છે. તેના પરિપત્ર અનુસાર, તમારે 2000 રૂપિયાથી વધુના વ્યવહારો માટે ચાર્જ ચૂકવવો પડી શકે છે. માહિતી અનુસાર, તમારે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા UPI પેમેન્ટ પર 1.1% ની ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડી શકે છે.

વાહન ખરીદવામાં મુશ્કેલી પડશે

જો તમે આજથી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આંચકો લાગી શકે છે. કારણ કે આજથી અનેક વાહન કંપનીઓ વાહનોના ભાવ વધારી રહી છે. આજથી ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ અને મારુતિએ તેમના વાહનોના રેટ વધારવાની જાહેરાત કરી છે.

દવાઓ પણ થશે મોંઘી !

 આવશ્યક દવાઓની કિંમતો વધશે, કારણ કે NPPA એ રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિ (NLEM) માટે દવાઓના ભાવ માટે WPI માં ફેરફાર કર્યો છે. જેના કારણે પેઈન કિલરથી લઈને એન્ટિબાયોટિક સુધીની તમામ દવાઓ 12% મોંઘી થઈ જશે.

Next Article