Mera Ration App ની મદદથી રેશન કાર્ડને લગતી તમામ સમસ્યાઓ થશે દૂર, કાર્ડ ધારકોને મળશે આ સુવિધાઓ

|

Dec 09, 2021 | 5:07 PM

મેરા રાશન એપની મદદથી રેશન કાર્ડ માટે નોંધણી કરાવી શકાય છે. આ સિવાય રેશન કાર્ડ ડાઉનલોડ પણ કરી શકાશે.

Mera Ration App ની મદદથી રેશન કાર્ડને લગતી તમામ સમસ્યાઓ થશે દૂર, કાર્ડ ધારકોને મળશે આ સુવિધાઓ
Mera ration app (Symbolic Image)

Follow us on

વન નેશન વન રેશન કાર્ડ (ONORC) અંતર્ગત મોદી સરકારે મેરા રાશન મોબાઈલ એપ (Mera Ration App) લોન્ચ કરી છે. આ એપની મદદથી રેશન કાર્ડ સંબંધિત મોટા ભાગના કામ ઓનલાઈન મોબાઈલ એપની મદદથી થઈ શકે છે. રેશનકાર્ડ ધારકોને પીડીએસની મદદથી અનાજ મળે છે. જો કે, જ્યારે તેઓ અન્ય રાજ્યોમાં જાય છે, ત્યારે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની સમસ્યા દૂર કરવાના હેતુથી મેરા રાશન એપ (Mera Ration App)  લોન્ચ કરવામાં આવી હતી.

મેરા રાશન એપની મદદથી રેશન કાર્ડ માટે નોંધણી કરાવી શકાય છે. આ સિવાય રેશન કાર્ડ ડાઉનલોડ પણ કરી શકાશે. તમારું રેશન આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે પણ ચેક કરી શકાય છે, સાથે સાથે લિંક પણ કરી શકાય છે. આ સિવાય તમારા રેશનકાર્ડ પર અત્યાર સુધી કેટલું વિતરણ થયું છે અને તમારા ઘરની આસપાસ રાશન ડીલરની દુકાન ક્યાં છે, તે પણ ચકાસી શકાય છે. જો તમે રાશન ડીલર બદલવા માંગતા હોવ તો આ સુવિધા પણ આ મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે.  આ એપ પર 10 અલગ-અલગ ભાષાઓમાં આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

રેશનકાર્ડને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જો તમે એક રાજ્યથી બીજા રાજ્યમાં જાઓ છો, તો તમારે રજિસ્ટ્રેશન વિકલ્પ પર જવું પડશે. અહીં સ્થળાંતરની સુવિધા આપવામાં આવી છે. Know Your Entitlement વિકલ્પની મદદથી, તમે ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી મેળવી શકો છો. રેશનકાર્ડ નંબર અને આધાર નંબરના કારણે આ સુવિધા મેળવી શકાય છે. અહીં તમને રેશનકાર્ડ ધારકોને કઈ ચીજવસ્તુઓ મળી રહી છે તે જાણવા મળશે.

મેરા રાશન એપ્લિકેશન ખૂબ મદદરૂપ છે.

મેરા રાશન મોબાઈલ ભારત સરકાર દ્વારા 12 માર્ચ, 2021 ના ​​રોજ લોન્ચ કરવામાં આવી હતી. NFSA લાભાર્થીઓ, ખાસ કરીને સ્થળાંતર કરનારાઓને, રેશનકાર્ડ પોર્ટેબિલિટીનો મહત્તમ ઉપયોગ કરવા સક્ષમ બનાવવા માટે ઓએનઓઆરસી (ONORC) યોજના હેઠળ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. આ એપ હિન્દી અને અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

આ છે Mera Ration એપના ફાયદા

  • વાજબી કિંમતની દુકાન શોધો.
  • અનાજની યોગ્યતા તપાસો.
  • તમારા દ્વારા કરવામાં આવેલ તાજેતરના વ્યવહારો જાણો.
  • આધાર સીડીંગ સ્ટેટસ જુઓ.
  • સ્થળાંતર કરનારા લોકો આ એપ દ્વારા તેમની સ્થળાંતર વિગતો રજીસ્ટર કરી શકે છે.
  • તમને સૂચન અથવા ફીડબેક આપવાનો વિકલ્પ મળશે.

આધાર નંબર વડે લોગીન કરો

લાભાર્થીઓ આધાર અથવા રેશનકાર્ડ નંબર દ્વારા માય રાશન મોબાઈલ એપમાં લોગીન કરી શકશે. સરકાર 5.4 લાખ રાશનની દુકાનો દ્વારા દરેક વ્યક્તિને દર મહિને 5 કિલો સબસિડીવાળું રાશન સપ્લાય કરે છે.

આ પણ વાંચો :  Maharashtra : ઓમિક્રોનના જોખમને પગલે Dy CM અજીત પવારે કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, ઉઠાવ્યા આ સવાલો

Next Article