શેરબજારમાં કડાકા યથાવત રહેશે સસ્તી કિંમતે ખરીદારી માટે રાહ જોવી જોઈએ : Zerodha કો ફાઉન્ડર નિખિલ કામતની રોકાણકારોને સલાહ

|

Mar 05, 2022 | 11:09 AM

એક ઈન્ટરવ્યુમાં નિખિલ કામતે જણાવ્યું હતું કે "શેરબજાર હજુ સુધી એટલું ઘટ્યું નથી. બજાર લગભગ 100 ટકા વધ્યું છે અને ત્યારથી તે 12-13 ટકા ઘટ્યું છે. વોલેટિલિટીની વાત કરીએ તો 10-12 ટકાનો ઘટાડાનો અર્થ એ છે કે હજુ થોડો વધુ ઘટાડો થશે.

શેરબજારમાં કડાકા યથાવત રહેશે સસ્તી કિંમતે ખરીદારી માટે રાહ જોવી જોઈએ : Zerodha કો ફાઉન્ડર નિખિલ કામતની રોકાણકારોને સલાહ
Nikhil Kamath

Follow us on

યુક્રેન પર રશિયાના (Russia-Ukraine War) હુમલાને કારણે વિશ્વભરના શેરબજારોમાં મોટો ઘટાડો થયો છે. ઘણા રોકાણકારો આ ઘટાડાને શેરબજારમાં ખરીદવાની એક મોટી તક તરીકે જોઈ રહ્યા છે. જો કે Zerodha અને True Beacon ના કો ફાઉન્ડર નિખિલ કામત (Nikhil Kamath) બજારમાં તાજેતરના ઘટાડાને સારી ખરીદીની તક તરીકે જોતા નથી અને માને છે કે શેરબજાર(Share Market) એટલું નીચું નથી ગયું જે સ્તરે ખરીદી કરવી જોઈએ.

એક ઈન્ટરવ્યુમાં નિખિલ કામતે જણાવ્યું હતું કે “શેરબજાર હજુ સુધી એટલું ઘટ્યું નથી. બજાર લગભગ 100 ટકા વધ્યું છે અને ત્યારથી તે 12-13 ટકા ઘટ્યું છે. વોલેટિલિટીની વાત કરીએ તો 10-12 ટકાનો ઘટાડાનો અર્થ એ છે કે હજુ થોડો વધુ ઘટાડો થશે. તે કિસ્સામાં, હું એમ નહીં કહું કે અત્યારે ખરીદી માટે આ યોગ્ય તક છે.”

તેમણે કહ્યું, “ભૌગોલિક રાજકીય તણાવની વચ્ચે દર કલાકે નવા સમાચાર આવી રહ્યા છે જેની અસર બજાર પર પડી રહી છે. તેથી મને લાગે છે કે લોકોએ રાહ જોવી જોઈએ અને જોવું જોઈએ કે આ ભૌગોલિક રાજકીય તણાવ ક્યાં જાય છે. અને તેની સાથે મોંઘવારીની શું અસર આવે છે. મને નથી લાગતું કે આ સ્તરે ખરીદી કરવાનો સમય છે.”

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

નિખિલ કામતે કહ્યું કે જો તમે આજના ગુણાંકની સરખામણી પહેલાના કોઈપણ સમય સાથે કરો તો 16,300ની સરખામણી પણ દર્શાવે છે કે બજાર મોંઘું છે. આવા કિસ્સામાં રિસ્ક ટૂ રીવોર્ડ રેશિયોનું મૂલ્યાંકન કરવું ખૂબ જ મુશ્કેલ છે. હું કહીશ કે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો તમારી તરફેણમાં છે જ્યારે બજાર 15 PE અથવા 16 PE ની આસપાસ હોય અથવા એવું કંઈક જે અત્યારે નથી. તેથી હું કહીશ કે બજારો હજુ પણ મોંઘા છે. ”

કામતે વધુમાં કહ્યું, “મને નથી લાગતું કે રશિયા અને યુક્રેન વચ્ચેનો મામલો જલ્દી ખતમ થઈ જશે. ઓછામાં ઓછા આગામી એકથી બે મહિના સુધી તેની અપેક્ષા નથી. તે સ્થિતિમાં મને લાગે છે કે બજારમાં અસ્થિરતા ચાલુ રહેશે.”

ક્રૂડના ભાવ અંગે નિખિલ કામતે જણાવ્યું હતું કે, “ફેબ્રુઆરીમાં આવેલા બજેટમાં આપણે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 70-75 ડૉલરની ગણતરી કરી હતી. તે આજે 110 પર છે અને એવું લાગે છે કે તે 130-140 સુધી ઉપર જશે. જો આમ થશે તો આપણી રાજકોષીય ખાધ પર દબાણ નોંધપાત્ર રીતે વધશે. કદાચ તે પ, રૂપિયામાં થોડો ઘટાડો થશે તો મને આશ્ચર્ય થશે નહીં.”

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો યથાવત, જાણો આજે તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત

 

આ પણ વાંચો : તેલ કંપનીઓ ઉપર નુકસાન ઘટાડવા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 રૂપિયાનો વધારો કરવાનું દબાણ, જાણો વિગતવાર

Published On - 11:08 am, Sat, 5 March 22

Next Article