Share Market : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 58,475 સુધી સરક્યો

|

Feb 04, 2022 | 9:40 AM

ત્રણ દિવસની તેજી ગુરુવારે અટકી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 770 પોઈન્ટ ઘટીને 58,788 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 219 પોઈન્ટ ઘટીને 17,560 પર બંધ થયો હતો.

Share Market : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, Sensex 58,475 સુધી સરક્યો
શેરબજારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ

Follow us on

Share Market : આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market ) ઘટાડા સાથે કારોબારની પ્રારંભ (Opening Bell) કર્યો જોકે બાદમાં ખરીદારી નીકળતા તેજી દેખાઈ છે. શરૂઆતી કારોબારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે નજરે પડ્યા હતા જે બાદમાં ગ્રીન ઝોનમાં પ્રવેશ્યા હતા. આજે Sensex  ગઈકાલે 770 અંકના ઘટાડા બાદ તે 58,788.02 ઉપર બંધ થયો હતો. જે આજે  58,918.65 ઉપર ખુલ્યો હતો. આજના કારોબાર દરમ્યાન સેન્સેક્સ 58,475.97 સુધી નીચલા જયારે 58,935.38 ના ઉપલા  સ્તરે દેખાયો છે. Nifty ની વાત કરીએ તો ઇન્ડેક્સ ગઈકાલના 17,560.20 અંકના બંધ સ્તર સામે 17,590.20 ઉપર ખુલ્યો હતો જે  17480 સુધી લપસ્યો હતો.

શેરબજારની સ્થિતિ (સવારે 9.34  વાગે )

SENSEX 58,843.39
+55.37 (0.094%)
NIFTY 17,576.80
+16.60 (0.095%)

 

વૈશ્વિક સંકેત  નબળા

યુએસ માર્કેટ સતત ચાર દિવસના વધારા ઉપર બ્રેક લાગી છે. ડાઉ જોન્સ 518.17 અથવા 1.45 ટકા ઘટીને 35,111.16 પર બંધ થયો હતો. આ ઉપરાંત, Nasdaq પણ 500થી વધુ પોઈન્ટ ઘટીને 13878 પર બંધ થયો હતો. એશિયન માર્કેટની વાત કરીએ તો, SGX નિફ્ટી 51 પોઈન્ટના વધારા સાથે લીલા નિશાન પર રહ્યો હતો. યુએસ માર્કેટમાં ટોપ ગેઇનર્સ OPTION CARE HEALTH INC, LANDCADIA HOLDINGS IV INC-A, BILL.COM HOLDINGS INC, SNAP INC હતા. નબળા પરિણામો પછી મેટાનો સ્ટોક 26% ઘટ્યો હતો. મેટા પરિણામોના કારણે બાકીના આઈટી જાયન્ટ્સ પણ લપસી ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ફેસબુકનો શેર જબરદસ્ત ગગડ્યો

વૈશ્વિક બજારમાં ગુરુવારે ફેસબુક (Meta)ના શેરમાં લગભગ 24 ટકાનો ઘટાડો થયો હતો. તેની પાછળનું એક કારણ કંપની દ્વારા આપવામાં આવતું નબળું પરિણામ છે. કંપનીના શેર યુ.એસ.માં નાસ્ડેક પર ફેસબુક તરીકે લિસ્ટ હતા જ્યારે તે હવે મેટા તરીકે ઓળખાય છે. ફેસબુકના શેરના ઈતિહાસમાં અગાઉ ક્યારેય આટલો મોટો ઘટાડો જોવા મળ્યો નથી.

આ ઘટાડા સાથે કંપનીના વેલ્યુએશનમાં લગભગ 200 અબજ ડોલરનો ઘટાડો થયો છે. દેખીતી રીતે રોકાણકારોએ ફેસબુકમાં 200 અબજ ડોલર ગુમાવ્યા છે. આ સ્તરે યુએસ શેરબજારમાં કોઈપણ કંપનીનો શેર આટલો ઘટ્યો નથી. અત્યારે જે રીતે વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી કંપનીઓના શેર વેચાયા છે તે જોતાં એવું ન કહી શકાય કે આ ઘટાડો અહીં જ અટકશે.

આજે આ કંપનીઓના પરિણામ આવશે

શ્રી સિમેન્ટ, ટાટા સ્ટીલના પરિણામો આજે શેરબજારમાં આવશે. વાયદા બજારમાં પણ AB Fashion, Elcom Lab, Astral ltd, City Union Bank, First Source Solution, GNFC, Interglobe Aviation, REC અને Siemens ના પરિણામો જોવા મળશે.

છેલ્લા સત્રમાં ઘટાડો નોંધાયો હતો

ત્રણ દિવસની તેજી ગુરુવારે અટકી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 770 પોઈન્ટ ઘટીને 58,788 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 219 પોઈન્ટ ઘટીને 17,560 પર બંધ થયો હતો. સેન્સેક્સ 30 પોઈન્ટ ઘટીને 59,528 પર ખુલ્યો હતો. તે દિવસ દરમિયાન 59,557ના ઉપલા સ્તર અને 58,653ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. તેના 30 શેરોમાંથી માત્ર 5 શેર જ વધ્યા જયારે બાકીના 25 ઘટયા હતા.

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડના ભાવ 92 ડોલર નજીક પહોંચ્યા, જાણો આજે દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમતની શું છે સ્થિતિ

 

આ પણ વાંચો : Cash Limit for Home: ઘરમાં કેશ રાખવા અંગે કોઈ જ મર્યાદા નથી પરંતુ આ બે બાબતે સ્પષ્ટ રહેવું જરૂરી , જાણો વિગતવાર

Published On - 9:36 am, Fri, 4 February 22

Next Article