Share Market : રોકાણકારો ચિંતાતુર બન્યા, સતત પાંચમા દિવસના કડાકાના પગલે રોકાણકારોને 9.56 લાખ કરોડનું નુકસાન

|

Jan 24, 2022 | 5:21 PM

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે પણ શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 427 પોઈન્ટ અથવા 0.72% ઘટીને 59,037 પર બંધ થયો હતો.

Share Market :  રોકાણકારો ચિંતાતુર બન્યા, સતત પાંચમા દિવસના કડાકાના પગલે રોકાણકારોને 9.56 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં આજે ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે.

Follow us on

Share Market :સપ્તાહના પ્રથમ દિવસે પણ શેરબજારમાં ઘટાડો યથાવત રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,545 પોઈન્ટ અથવા 2.62% ઘટીને 57,491 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 468 પોઈન્ટ અથવા 2.66% ઘટીને 17,149 પર બંધ થયો હતો. ઘટાડાના પરિણામે રોકાણકારોને રૂ. 9.56 લાખ કરોડનું નુકસાન થયું હતું. શુક્રવારે માર્કેટ કેપ રૂ. 270 લાખ કરોડ હતી જે આજે રૂ. 260.44 લાખ કરોડ છે.ગયા સોમવારે માર્કેટ કેપ રૂ. 280 લાખ કરોડ હતું. ત્યારથી  તેમાં 19.48 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

નબળાં  વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ આજે કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છે, સપ્તાહના પહેલા કારોબારી સ્તરમાં સેન્સેક્સ 56,984.01 સુધી સરકી ગયો છે જયારે નિફ્ટી 16,997 ઉપર નીચલા સ્તરે જોવા મળ્યો હતો. આજે  સેન્સેક્સ 59,023.97 ઉપર ખુલ્યો હતો જે શુક્રવારે 59,037.18 ઉપર બંધ થયો હતો.   બંને મુખ્ય ઇન્ડેક્સ  2.7 ટકા કરતાં  વધુ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
શેરબજારની છેલ્લી સ્થિતિ
SENSEX 57,491.51 −1,545 2.62%
NIFTY 17,149 −468 2.66%

વૈશ્વિક સંકેત નબળા મળ્યા હતા

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ અત્યંત નબળું હતું. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ શુક્રવારે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. શુક્રવારે ડાઉ જોન્સ 450 પોઈન્ટ ઘટીને 34,265.37 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 385 પોઈન્ટ ઘટીને 13,768.92 પર બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 85 પોઈન્ટ ઘટીને 4,397.94 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 2 ટકા ઘટ્યો હતો અને સમગ્ર સપ્તાહ દરમિયાન ઇન્ડેક્સ લગભગ 7.6 ટકા નબળો પડ્યો હતો. ઓક્ટોબર 2020 પછી આ સૌથી મોટો ઘટાડો છે. આજના એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી લગભગ 1 ટકા નીચે છે. નિક્કી 225 અને સ્ટ્રેટ્સ ટાઇમ્સ પણ લાલ નિશાનમાં છે. હેંગ સેંગમાં 1 ટકાથી વધુ નબળાઈ છે. કોસ્પી લગભગ 2 ટકા નબળો પડ્યો છે. તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કમ્પોઝીટ પણ નબળા પડ્યા છે.

આજે આ કંપનીઓના પરિણામ આવી રહ્યા છે

આજે એટલે કે 24 જાન્યુઆરીએ કેટલીક કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવા જઈ રહી છે. આ કંપનીઓમાં Axis Bank, SBI Cards, Ramco Cements, HDFC Asset Management Company, Apollo Pipes, Burger King, Chennai Petroleum Corporation, Deepak Nitrite, Indian Energy Exchange, IndiaMART InterMESH, Shemaroo Entertainment અને Zensar Technologies નો સમાવેશ થાય છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ

F&O હેઠળ આજે NSE પર 5 શેરોનું ટ્રેડિંગ થશે નહીં. આ શેરોમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહ્યો  તેમાં BHEL, Escorts, Indiabulls Housing Finance, Vodafone Idea અને NALCO નો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શુક્રવારે 21 જાન્યુઆરીએ બજારમાંથી રૂ. 3148.58 કરોડ ઉપાડ્યા હતા તો આ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ બજારમાં રૂ. 269.36 કરોડનું રોકાણ કર્યું હતું.

શુક્રવારે ઘટાડો દર્જ થયો હતો

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે પણ શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 427 પોઈન્ટ અથવા 0.72% ઘટીને 59,037 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 140 પોઈન્ટ અથવા 0.79% ઘટીને 17,617 પર બંધ થયો હતો. સવારના સત્રમાં સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.

 

આ પણ વાંચો :  ITR filing : તમારું ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ફટાફટ નિપટાવીલો આ 5 કામ નહીંતર રિફંડ ગુમાવવાનો વારો આવશે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : દેશવાસીઓની ઇંધણના ભાવમાં ઘટાડાની આશા 80 માં દિવસે પણ ઠગારી નીવડી

Published On - 9:24 am, Mon, 24 January 22

Next Article