Share Market : પ્રારંભિક કારોબારમાં મોટા ઘટાડા બાદ થોડી રિકવરી આવી, SENSEX 58,683 અને NIFTY 17,525 સુધી લપસ્યા

|

Jan 21, 2022 | 10:06 AM

શેરબજારમાં ગુરુવારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ટ્રેડિંગમાં નબળા પડ્યા હતા. સેન્સેક્સ 734 પોઈન્ટ ઘટીને 59,465 પર બંધ રહ્યો હતો.

Share Market : પ્રારંભિક કારોબારમાં મોટા ઘટાડા બાદ થોડી રિકવરી આવી, SENSEX 58,683 અને NIFTY 17,525 સુધી લપસ્યા
share market trading

Follow us on

Share Market : શેરબજારમાં ઘટાડાની સ્થિતિ આજે પણ યથાવત રહી છે. મોટા ઘટાડા સાથે પ્રારંભિક કારોબાર નજરે પડી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની ગંભીર અસરો ન દેખાવા છતાં કેસની સંખ્યામાં વધારો ગભરાટ ફેલાવી રહ્યો છે. Sensex આજે 59000 નીચે સરકી ગયો છે તો નિફટી પણ મોટો ઘટાડો દર્શાવી રહ્યો છે. NIFTY 17,525 સુધી લપસ્યો હતો.

SENSEX 59,082.57−382.05  at  10.05 am
Open 59,039.37
Prev close 59,464.62
High 59,040.86
Low 58,683.01

વૈશ્વિક સંકેત નબળા

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો આજે પણ નબળા મળ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. બીજી તરફ અમેરિકન બજારોમાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળી રહી છે. ડાઉ જોન્સ ગુરુવારે 313 પોઈન્ટ ઘટીને 34,715.39 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 186 પોઈન્ટ ઘટીને 14,154.02 પર બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 50 પોઈન્ટ ઘટીને 4,482.73 પર બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં અડધા ટકાથી વધુ નબળાઈ છે. Nikkei 225 લગભગ 1.5 ટકા નીચે છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ અને હેંગસેંગ પણ નબળા પડ્યા છે. તાઈવાન વેઈટેડ કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટ પણ લાલ નિશાન નીચે છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ

NSE પર F&O હેઠળ આજે એટલે કે 21મી જાન્યુઆરીના ટ્રેડિંગમાં 5 શેરોમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જે શેરોમાં ટ્રેડિંગ પ્રતિબંધ હશે તેમાં BHEL, Escorts, Granules India, Indiabulls Housing Finance અને Vodafone Idea નો સમાવેશ થાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 20 જાન્યુઆરી ગુરુવારે બજારમાંથી રૂ. 4,679.84 કરોડ ઉપાડ્યા હતા તો આ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ બજારમાં રૂ. 769.26 કરોડનું રોકાણ કર્યું હતું.

ગુરુવારે બજાર ઘટાડા સાથે બંધ થયું

શેરબજારમાં ગુરુવારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ટ્રેડિંગમાં નબળા પડ્યા હતા. સેન્સેક્સ 734 પોઈન્ટ ઘટીને 59,465 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 181 પોઈન્ટ તૂટીને 17757 પર બંધ થયો હતો. નિફ્ટી પર સૌથી વધુ નબળાઈ આઈટી અને ફાર્મા ઈન્ડેક્સમાં જોવા મળી હતી.TOP GAINERS માં POWERGRID, BHARTIARTL, ASIANPAINT, ULTRACEMCO, MARUTI અને ICICIBANKનો સમાવેશ થાય છે. જ્યારે TOP LOSERSમાં BAJAJFINSV, INFY, TCS, DRREDDY, SUNPHARMA, HINDUNILVR, HCLTECH અને HDFC નો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો : TATA Group ના શેરે એક વર્ષમાં રોકાણકારોના નાણાં બનાવ્યા ત્રણ ગણાં, સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ કરતો સ્ટોક શું છે તમારા પોર્ટફોલિયોમાં?

 

આ પણ વાંચો : Budget 2022: બજેટમાં Railway ને લઈ નાણાં મંત્રી મોટી જાહેરાત કરી શકે છે, Railtel ના IRCTC માં મર્જરના મળી રહ્યા છે સંકેત

Published On - 9:28 am, Fri, 21 January 22

Next Article