Closing Bell : સોમવારના કડાકાના કારણે ઉદાસ થયેલા રોકાણકારોના ચહેરા ઉપર શેરબજારે(Share Market) આજે સ્મિત છલકાવી દીધું હતું. સ્ટોક માર્કેટમાં જબરદસ્ત રિકવરી થઇ હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ 3 ટકાથી વધુના વધારા સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો.
શેરબજારની છેલ્લી સ્થિતિ |
||
SENSEX | 58,142.05 | +1,736.21 (3.08%) |
NIFTY | 17,352.45 | +509.65 (3.03%) |
સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં કડાકા બાદ આજે શેરબજારમાં રિકવરી દેખાઈ હતી. શેરબજારમાં આજે શરૂઆતી તેજી જોવા મળી છે. આજે મંગળવારે બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર છે. Sensex સોમવારે 1,747 પોઈન્ટ તૂટીને 56,405 પર બંધ થયો હતો. આજે ઇન્ડેક્સ 56,731.56 ઉપર ખુલ્યો છે. Nifty ની વાત કરીએતો સોમવારે 531 પોઈન્ટ ઘટીને 16,842 પર બંધ થયેલો નિફટી આજે 16,933.25 ઉપર ખુલ્યો હતો.
Date |
Open |
High |
Low |
Close |
1/02/2022 | 58,672.86 | 59,032.20 | 57,737.66 | 58,862.57 |
2/02/2022 | 59,293.44 | 59,618.51 | 59,193.05 | 59,558.33 |
3/02/2022 | 59,528.16 | 59,557.87 | 58,653.94 | 58,788.02 |
4/02/2022 | 58,918.65 | 58,943.62 | 58,446.95 | 58,644.82 |
7/02/2022 | 58,549.67 | 58,707.76 | 57,299.05 | 57,621.19 |
8/02/2022 | 57,799.67 | 57,925.82 | 57,058.77 | 57,808.58 |
9/02/2022 | 58,163.01 | 58,507.61 | 58,105.18 | 58,465.97 |
10/02/2022 | 58,810.53 | 59,060.24 | 58,332.28 | 58,926.03 |
11/02/2022 | 58,447.15 | 58,447.15 | 57,914.10 | 58,152.92 |
14/02/2022 | 56,720.32 | 57,191.91 | 56,295.70 | 56,405.84 |
Company | % GAIN |
Unique Organics | 20 |
Keynote Financial | 19.98 |
Ranjeet Mechatronics | 19.97 |
U Y Fincorp | 19.96 |
Vistar Amar | 19.96 |
Tai Industries L | 19.93 |
Diggi Multitrade | 17.58 |
Almondz Global Secur | 16.21 |
Sree Rayalaseema Hi- | 15.85 |
આજે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 258 લાખ કરોડ છે જે ગઈકાલે રૂ. 255.11 લાખ કરોડ હતું. આજે લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વધારો છે. દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 500 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
Company Name | % Gain |
Bajaj Finance | 4.65 |
SBI | 4.57 |
Larsen | 4.44 |
Bajaj Finserv | 4.2 |
Titan Company | 4.16 |
Wipro | 3.87 |
Asian Paints | 3.81 |
M&M | 3.76 |
Kotak Mahindra | 3.54 |
Tech Mahindra | 3.5 |
નિફ્ટી 16,933 પર ખુલ્યો અને 16,896 ની નીચી અને 17,099 ની ઉપલી સપાટી બનાવી. તેના નેક્સ્ટ 50, મિડકેપ, બેન્કિંગ અને નાણાકીય સૂચકાંકો તેજીમાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી 43 વધ્યા અને 7 ઘટ્યા છે.
Company Name | % Gain |
Tata Motors | 6.9 |
Eicher Motors | 5.96 |
Shree Cements | 5.6 |
Bajaj Finance | 5.25 |
Hero Motocorp | 4.91 |
SBI | 4.67 |
Bajaj Finserv | 4.54 |
Larsen | 4.28 |
Grasim | 4.21 |
Titan Company | 4.08 |
નબળા વૈશ્વિક સંકેત , રશિયા યુક્રેન તણાવ અને દેશના સૌથી મોટા કૌભાંડથી હચમચેલ બેન્કિંગ શેરના કારણે સપ્તાહના પહેલા દિવસે રોકાણકારોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,747 પોઈન્ટ તૂટીને 56,405 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 531 પોઈન્ટ ઘટીને 16,842 પર બંધ થયો હતો.કારોબાર દરમ્યાન Paytmનો શેર 4.7% ઘટીને રૂ. 863 પર, નાયકાનો શેર 7.78% ઘટીને રૂ. 1,515 પર અને Zomataનો શેર 6.82% ઘટીને રૂ. 82.70 પર બંધ થયો. આ તાજેતરમાં બજારમાં પ્રવેશેલી કંપનીઓનું આ સૌથી નીચું સ્તર છે. સોમવારે માર્કેટ કેપમાં રૂપિયા 8.29 લાખ કરોડનો ઘટાડો થયો હતો. શુક્રવારે તે રૂ. 263.47 લાખ કરોડ હતો જે આજે રૂ. 255.11 લાખ કરોડ સુધી ગગડ્યું હતું.
Published On - 3:48 pm, Tue, 15 February 22