SENSEX ની ટોચની 5 કંપનીઓનું માર્કેટ કેપ ઘટ્યું, TCS , RIL અને HDFC રહી TOP GAINERS

|

Feb 21, 2022 | 7:34 AM

સેન્સેક્સની ટોચની 10 (Sensex Top 10)કંપનીઓમાંથી પાંચ કંપનીઓના માર્કેટ-કેપમાં ગયા સપ્તાહે રૂ. 85,712.56 કરોડનો વધારો થયો છે. સૌથી વધુ ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને થયો છે.

SENSEX ની ટોચની 5 કંપનીઓનું માર્કેટ કેપ ઘટ્યું, TCS , RIL અને HDFC રહી TOP GAINERS
Bombay Stock Exchange - BSE

Follow us on

Sensex Market Cap: શેરબજાર(Share Market)માં ચાલી રહેલી વેચવાલી વચ્ચે 10માંથી 5 કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સની ટોચની 10 (Sensex Top 10)કંપનીઓમાંથી પાંચ કંપનીઓના માર્કેટ-કેપમાં ગયા સપ્તાહે રૂ. 85,712.56 કરોડનો વધારો થયો છે. સૌથી વધુ ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને થયો છે.

TCSનું માર્કેટ કેપ વધ્યું

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 36,694.59 કરોડ વધીને રૂ. 14,03,716.02 કરોડ થયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન રૂ. 32,014.47 કરોડ વધીને રૂ. 16,39,872.16 કરોડ થયું હતું.

આ કંપનીઓને પણ ફાયદો થયો

હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂ. 12,781.78 કરોડ વધીને રૂ. 5,43,225.5 કરોડ થયું છે. ઉપરાંત એચડીએફસીએ સપ્તાહ દરમિયાન રૂ. 2,703.68 કરોડ ઉમેર્યા હતા અને તેની માર્કેટ મૂડી રૂ. 4,42,162.93 કરોડ સુધી પહોંચી હતી. બજાજ ફાઇનાન્સનું માર્કેટ વેલ્યુએશન રૂ. 1,518.04 કરોડ વધીને રૂ. 4,24,456.6 કરોડ થયું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એચડીએફસી બેંક અને ઇન્ફોસિસને નુકસાન

બીજી તરફ, સમીક્ષા હેઠળના સપ્તાહમાં HDFC બેન્કનું માર્કેટકેપ રૂ. 3,399.6 કરોડ ઘટીને રૂ. 8,38,529.6 કરોડ અને ઈન્ફોસિસનું માર્કેટકેપ રૂ. 5,845.84 કરોડ ઘટીને રૂ. 7,17,944.43 કરોડ થયું હતું.

ICICI બેંક સહિતની આ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો

ICICI બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 28,779.7 કરોડ ઘટીને રૂ. 5,20,654.76 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) રૂ. 12,360.59 કરોડ ઘટીને રૂ. 4,60,019.1 કરોડ થયું હતું. આ સિવાય ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન રૂ. 961.11 કરોડ ઘટીને રૂ. 3,91,416.78 કરોડ થયું હતું.

Security Name Last Closing Market Capitalization ( Cr.)
RELIANCE INDUSTRIES LTD. 2424.15 1639872.16
TATA CONSULTANCY SERVICES LTD. 3794.8 1403716.02
HDFC Bank Ltd 1512.65 838529.6
INFOSYS LTD. 1707.1 717944.43
HINDUSTAN UNILEVER LTD. 2312 543225.5
ICICI BANK LTD. 749.55 520654.76
STATE BANK OF INDIA 515.45 460019.1
HOUSING DEVELOPMENT FINANCE CORP.LTD. 2440.85 442162.93
Bajaj Finance Limited 7032.15 424456.6
BHARTI AIRTEL LTD. 712.7 391416.78

પ્રથમ સ્થાને રિલાયન્સ

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, SBI, HDFC, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલનો નંબર આવે છે.

શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ થયું

ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 59 પોઈન્ટ ઘટીને 57,832 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 28 પોઈન્ટ ઘટીને 17,276 પર બંધ થયો હતો. સેન્સેક્સ આજે 404 પોઈન્ટ ઘટીને 57,488 પર ખુલ્યો હતો. તે 58,175 નું ઉપલું સ્તર અને 57,488 નું નીચલું સ્તર બનાવ્યું. તેના 30 શેરમાંથી 13 વધ્યાઅને 17 તૂટ્યા હતા.

 

 

આ પણ વાંચો : સેશેલ્સ જવાની કરો તૈયારી…, હિમાલય વાળા યોગીએ NSE પૂર્વ ચીફ ચિત્રા રામકૃષ્ણને કર્યો હતો ઇમેલ

 

આ પણ વાંચો : Explainer : રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદથી, વૈશ્વિક બજાર પર શું થશે અસર, જાણો 5 મહત્વની બાબત

Next Article