SEBI એ IPO સંબંધિત નિયમોમાં કર્યા ફેરફાર, શું રોકાણકારો ઉપર પડશે કોઈ અસર? જાણો અહેવાલ દ્વારા

|

Jan 18, 2022 | 10:39 AM

એન્કર રોકાણકારોનો લોક-ઇન પિરિયડ 90 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે અને હવે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સામાન્ય કંપનીની કામગીરી માટે આરક્ષિત ભંડોળ પર પણ નજર રાખશે.

SEBI એ IPO સંબંધિત નિયમોમાં કર્યા ફેરફાર, શું રોકાણકારો ઉપર પડશે કોઈ અસર? જાણો અહેવાલ દ્વારા
Securities and Exchange Board of India - SEBI

Follow us on

માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ પ્રારંભિક પબ્લિક ઑફર (IPO) અને તેની સાથેની ઑફર-ફોર-સેલ (OFS) સંબંધિત નિયમોને કડક બનાવ્યા છે. સોમવાર 17 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ Unidentified Future Acquisitions માટે IPOમાંથી માત્ર મર્યાદિત રકમ જ ઉભી કરી શકાશે. તેમજ મુખ્ય શેરધારકો વતી વેચાણ માટે જતા શેરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે.

એક મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ સેબીએ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે એન્કર રોકાણકારોનો લોક-ઇન પિરિયડ 90 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે અને હવે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સામાન્ય કંપનીની કામગીરી માટે આરક્ષિત ભંડોળ પર પણ નજર રાખશે.

આ ઉપરાંત સેબીએ બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs)ને શેરની ફાળવણીની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. આ તમામ ફેરફારોને અમલમાં મૂકવા માટે સેબીએ ICDR (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ) નિયમોના વિવિધ પાસાઓમાં ફેરફારો કર્યા છે. સેબીએ આ ફેરફારો એવા સમયે કર્યા છે જ્યારે ઘણી નવી ટેક્નોલોજી કંપનીઓ IPO દ્વારા નાણાં એકત્ર કરવા માટે નિયમનકારને વધુને વધુ અરજીઓ સબમિટ કરી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ સંજોગોમાં પ્રતિબંધ નહિ

સેબીએ જણાવ્યું હતું કે જો કોઈ કંપની તેના IPO દસ્તાવેજમાં ભાવિ એક્વિઝિશન અથવા રોકાણને ચિહ્નિત કરતી નથી તો સૂચિત રકમ IPO દ્વારા એકત્ર કરવામાં આવેલી કુલ રકમના 35% કરતાં વધુ નહીં હોય. જો કે સેબીએ જણાવ્યું છે કે ભાવિ એક્વિઝિશન અથવા રોકાણનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો પ્રતિબંધ લાગુ થશે નહીં.

નિષ્ણાતો કહે છે કે સેબીના નવા નિયમો કેટલીક યુનિકોર્ન કંપનીઓની ભંડોળ એકત્ર કરવાની યોજનાને અસર કરશે. વધુમાં, સેબીએ જણાવ્યું હતું કે સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે એકત્ર કરાયેલા ભંડોળની દેખરેખને રેટિંગ એજન્સીઓના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે.

19 જાન્યુઆરીએ વર્ષ 2022 ની પહેલો IPO  આવશે

વર્ષ 2022નો પહેલો IPO 19 જાન્યુઆરીએ ખુલશે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઈડર AGS Transact Technologies આ IPO લાવી રહી છે. કંપનીએ આ IPOની પ્રાઇસ બેન્ડ 166-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. IPO 21 જાન્યુઆરીએ બંધ થશે.

AGS Transact Technologiesએ શરૂઆતમાં તેના IPOનું કદ રૂ. 800 કરોડ રાખ્યું હતું પરંતુ બાદમાં તેને ઘટાડીને રૂ. 680 કરોડ કરી દીધું છે. એવી આશા છે કે આ IPO 1 ફેબ્રુઆરીએ એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ ઈશ્યુ સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે જેમાં પ્રમોટર રવિ બી ગોયલ રૂ 677.58 કરોડ સુધીના શેરનું વેચાણ કરશે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : દેશની આર્થિક ગતિવિધિઓમાં મજબૂતી યથાવત, ઓમિક્રોન લહેરને બદલે ફ્લેશ ફ્લડની જેમ: RBI

Published On - 10:38 am, Tue, 18 January 22

Next Article