Policy Bazar IPO: કંપનીએ 6,017 કરોડના IPO માટે SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કર્યા, જાણો ઈશ્યુ વિશે વિગતવાર

|

Aug 03, 2021 | 9:14 AM

કંપનીએ તાજેતરમાં જ બ્રોકિંગ લાયસન્સ મેળવ્યું છે અને સત્તાવાર રીતે વીમા બ્રોકર બન્યું છે.

Policy Bazar IPO: કંપનીએ 6,017 કરોડના IPO માટે SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કર્યા, જાણો ઈશ્યુ વિશે વિગતવાર
કંપનીએ તાજેતરમાં જ બ્રોકિંગ લાયસન્સ મેળવ્યું છે અને સત્તાવાર રીતે વીમા બ્રોકર બન્યું છે.

Follow us on

પીબી ફિનટેક(PB Fintech Pvt Ltd) જે ઓનલાઈન ઈન્સ્યોરન્સ એગ્રીગેટર પોલિસીબજાર અને લોન કંપેર પોર્ટલ પૈસાબજારનું સંચાલન કરે છે તેણે IPO મારફતે 6,017.5 કરોડ એકત્ર કરવા બજાર નિયામક સેબીને અરજી કરી છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર IPO રૂ 3,750 કરોડના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂનો સમાવેશ કરશે જ્યારે તેમાં હાલના શેરધારકો દ્વારા રૂ. 2,267.50 કરોડની ઓફર ફોર સેલ (OFS) નો સમાવેશ થાય છે.

OFS હેઠળ SVF Python-II (Cayman) રૂ 1,875 કરોડના શેર વેચશે, Yashish Dahiya રૂ. 250 કરોડના શેર વેચશે અને કેટલાક અન્ય શેરહોલ્ડરો પણ શેરની ઓફર કરશે. PB Fintech IPO પહેલા ઇક્વિટી શેરના ખાનગી પ્લેસમેન્ટ દ્વારા આશરે 750 કરોડ એકત્ર કરવા માટે પ્રયત્ન કરી શકે છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એચડીએફસી બેંક લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને જેફરીઝ ઈન્ડિયા પોલિસી બજાર આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર રહેશે. પીબી ફિનટેક ટેકનોલોજી ડેટા અને નવીનતા દ્વારા સંચાલિત વીમા અને લોન પ્રોડક્ટ્સ માટે અગ્રણી ઓનલાઇન પ્લેટફોર્મ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કંપનીએ તાજેતરમાં જ બ્રોકિંગ લાયસન્સ મેળવ્યું છે અને સત્તાવાર રીતે વીમા બ્રોકર બન્યું છે. પોલિસીબઝારે બ્રોકર તરીકે તેના ઓફલાઇન વિસ્તરણની પણ જાહેરાત કરી છે અને 100 સ્ટોરેજ વિસ્તૃત કરવાની યોજના સાથે 15 સ્ટોર્સ સ્થાપ્યા છે. કંપનીએ કહ્યું છે કે સ્ટોર ગ્રાહકોને અનુભવ જાણવાની તક આપશે.

કંપનીની સ્થાપના 2008 માં થઈ હતી
કંપનીએ SMEs, MSMEs અને મોટા કોર્પોરેટ્સ માટે નવો ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોગ્રામ પણ જાહેર કર્યો છે. 2008 માં સ્થપાયેલી, કંપની વીમા એગ્રીગેટર તરીકે કામ કરતી હતી, તાજેતરમાં તે ઇન્સ્યોરન્સ બ્રોકર બની છે. કંપની પાસે સોફ્ટબેંક, ઇન્ફો એજ, ટેમાસેક, ટેનસેન્ટ, ટાઇગર ગ્લોબલ જેવા રોકાણકારો છે. પોલિસીબજાર એક ઓનલાઈન વીમા એગ્રીગેટર છે. આમાં જાપાની કંપની સોફ્ટબેન્કે રોકાણ કર્યું છે. તમે એ પણ જાણી શકો છો કે કઈ કંપનીની પ્રોડક્ટ સસ્તી છે અને કોની મોંઘી છે.

આ પણ વાંચો: REITs અને InvITs માં રોકાણ કરવું સરળ બનશે, SEBIએ નિયમોમાં કર્યા ફેરફાર , જાણો વિગતવાર

આ પણ વાંચો: Petrol Diesel Prices: 17 દિવસથી નથી બદલાયા પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો શું છે ઓઇલ કંપનીઓની આગળની તૈયારીઓ

 

Next Article