Share Market : સતત બીજા દિવસે ભારતીય શેરબજારનો કારોબાર લાલ નિશાન નીચે નજરે પડી રહ્યો છે. આજે સેન્સેક્સ (Sensex) 57,190.05 ઉપર ખુલ્યો (Opening Bell)હતો. ગઈકાલે કારોબાર દરમ્યાન ઇંડેક્સ 304 પોઈન્ટ ઘટીને 57,684 પર બંધ થયો હતો. નિફટી(Nifty)ની વાત કરીએ તો બુધવારે નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 17,245 પર બંધ રહ્યો હતો. આજે તે ઘટાડા સાથે 17,094.95 ઉપર ખુલ્યો હતો. ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળાના કારણે વૈશ્વિક બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 57,138.51 સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો.
ક્રૂડ ઓઈલમાં વધારાને કારણે વૈશ્વિક બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ 123 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે જ્યારે યુએસ માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ ડાઉ જોન્સમાં 450 પોઈન્ટ એટલે કે 1.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ દિવસના નીચલા સ્તરે બંધ થયો હતો. આ સિવાય Nasdaqમાં પણ 200 પોઈન્ટ એટલે કે 1.32 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આ ઈન્ડેક્સ 13922ના સ્તરે બંધ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે રશિયા અને કઝાકિસ્તાન વચ્ચેની પાઈપલાઈનમાં થયેલા નુકસાનને કારણે બ્રેન્ટની કિંમતમાં વધારો થયો છે. વાવાઝોડાને કારણે પાઈપલાઈનમાંથી પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ સિવાય એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ વેચવાલી જોવા મળી રહી છે. SGX નિફ્ટી 102 પોઈન્ટના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
23 માર્ચના ટ્રેડિંગ સત્ર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 481.33 કરોડનું રોકાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 294.23 કરોડ પરત ખેંચ્યા હતા.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે 304 પોઈન્ટ ઘટીને 57,684 પર બંધ થયો હતો. તે દિવસ દરમિયાન 58,416 ની ઊંચી અને 57,568 ની નીચી સપાટી બનાવી હતી. નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 17,245 પર બંધ રહ્યો હતો. બજારમાં આ ઘટાડાનું કારણ નાણાકીય, આઈટી અને ઓટો સેક્ટરના શેરો હતા. બીજી તરફ તેલ, ગેસ અને મેટલના શેરમાં વધારો થયો હતો. સેન્સેક્સ 209 પોઈન્ટના વધારા સાથે 58,198 પર ખુલ્યો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઈન્ટના વધારા સાથે 17,405 પર ખુલ્યો હતો.