Share Market ની Top 10 કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપમાં 2.50 લાખ કરોડ રૂપિયાનો વધારો, જાણો કોણ છે નંબર 1

|

Jan 10, 2022 | 6:15 AM

ગયા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,490.83 પોઈન્ટ અથવા 2.55 ટકા વધ્યો હતો.

Share Market ની Top 10 કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપમાં 2.50 લાખ કરોડ રૂપિયાનો વધારો, જાણો કોણ છે નંબર 1
શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક

Follow us on

દેશની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8ની માર્કેટ કેપિટલ એટલે કે માર્કેટ મૂડીમાં ગયા સપ્તાહે રૂ. 2,50,005.88 કરોડનો વધારો થયો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ નોંધાવ્યો છે.

ગયા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,490.83 પોઈન્ટ અથવા 2.55 ટકા વધ્યો હતો. ટોચની 10 કંપનીઓમાં માત્ર ઈન્ફોસિસ અને વિપ્રોના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટ કેપ રૂ 46,380.16 કરોડ વધીને રૂ 16,47,762.23 કરોડ થયું હતું. TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ 43,648.81 કરોડ વધીને રૂ. 14,25,928.82 કરોડ થયું હતું.

કઈ કંપનીને કેટલો ફાયદો?

બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ રૂ. 41,273.78 કરોડ વધીને રૂ. 4,62,395.52 કરોડ અને HDFC બેન્કનું રૂ. 39,129.34 કરોડ વધીને રૂ. 8,59,293.61 કરોડ થયું હતું. ICICI બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 36,887.38 કરોડના નફા સાથે રૂ. 5,50,860.60 કરોડ રહ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું આર્થિક મૂલ્યાંકન રૂ. 27,532.42 કરોડ વધીને રૂ. 4,38,466.16 કરોડ થયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઇન્ફોસિસ અને વિપ્રો નુકસાનમાં

સપ્તાહ દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂ. 13,333.93 કરોડ વધીને રૂ 5,67,778.73 કરોડ અને HDFCનું મૂલ્યાંકન રૂ 1,820.06 કરોડ વધીને રૂ. 4,70,300.72 કરોડ થયું હતું. આ ટ્રેન્ડથી વિપરીત ઇન્ફોસિસ રૂ. 32,172.98 કરોડ ગુમાવી રૂ. 7,62,541.62 કરોડ રહી હતી. વિપ્રોની સ્થિતિ પણ રૂ. 2,192.52 કરોડ ઘટીને રૂ. 3,89,828.86 કરોડ થઈ હતી.

માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. તે પછી TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, બજાજ ફાઇનાન્સ, SBI અને વિપ્રો આવે છે.

 

આ પણ વાંચો : PNBએ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે વીડિયો કૉલની સુવિધા શરૂ કરી, 28 ફ્રેબ્રુઆરી સુધી કરી શકાશે જમા

આ પણ વાંચો : મુકેશ અંબાણીએ 728 કરોડમાં ખરીદી ન્યૂયોર્કની હોટેલ, એક વર્ષમાં આ બીજી મોટી ખરીદી

Next Article