શેરબજાર(share market)માં IPOમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. આવનાર અઠવાડિયું તેમના માટે મોટી કમાણી કરવાની તક છે. હકીકતમાં LICની પ્રારંભિક જાહેર ઓફર (LIC IPO)માં વિલંબ થવાની આશંકાઓ વચ્ચે ઉમા એક્સપોર્ટ્સ લિમિટેડનો IPO (Uma Exports Limited IPO)લોન્ચ થવા જઈ રહ્યો છે. IPO 28 માર્ચે રોકાણકારો માટે ખુલશે. તેની અંતિમ તારીખ 30 માર્ચ છે. આનો અર્થ એ થયો કે કંપનીનો IPO ચાલુ નાણાકીય વર્ષના અંતિમ સપ્તાહમાં બંધ થઈ જશે. કંપની 7 એપ્રિલે લિસ્ટેડ થવાની યોજના ધરાવે છે. ઉમા એક્સપોર્ટ્સે સપ્ટેમ્બર 2021માં માર્કેટ રેગ્યુલેટર સેબીને ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા હતા.
ઉમા એક્સપોર્ટ્સ આ IPO દ્વારા આશરે રૂ 60 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. તેમાંથી રૂ 50 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે. માર્ચ 2021 સુધી કાર્યકારી મૂડી સુવિધાઓ માટેની કુલ મંજૂર મર્યાદા રૂ. 85 કરોડ હતી.
કંપની કૃષિ ઉત્પાદનો અને ખાંડ, સૂકા લાલ મરચાં, હળદર, ધાણા, જીરું, ચોખા, ઘઉં, મકાઈ, જુવાર અને ચા, કઠોળ જેવા મસાલાના વેપાર અને માર્કેટિંગ સાથે સંકળાયેલી છે. કંપની મુખ્યત્વે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમારમાંથી દાળ, ફેબા બીન્સ, કાળા અડદની દાળ અને અરહર કઠોળની આયાત કરે છે. શ્રીલંકા યુએઈમાં ખાંડ, અફઘાનિસ્તાનમાં મકાઈ અને બાંગ્લાદેશમાં મકાઈની નિકાસ કરે છે.
ઉમા એક્સપોર્ટ્સ સંપૂર્ણ માલિકીની પેટાકંપની મારફતે ઓસ્ટ્રેલિયામાં ઓફિસ સ્થાપવાની પ્રક્રિયામાં છે. આ તેને અન્ય વૈશ્વિક સ્થાનો પર સીધો માલ મોકલવાની મંજૂરી આપશે. કંપનીએ તેના ડ્રાફ્ટ પેપરમાં જણાવ્યું હતું કે આ પગલાથી કંપનીને નૂર અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં બચત કરવામાં મદદ મળશે.
નાણાકીય વર્ષ 2021માં કંપનીની કુલ આવક રૂ. 752.03 કરોડ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 810.31 કરોડ હતી. નાણાકીય વર્ષ 2021માં ચોખ્ખો નફો રૂ. 12.18 કરોડ હતો જે અગાઉના વર્ષમાં રૂ. 8.33 કરોડ હતો. કંપનીનો ઓપરેટિંગ નફો રૂ. 21.25 કરોડ હતો જે એક વર્ષ અગાઉ રૂ. 19.75 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીનું કુલ દેવું રૂ. 42.14 કરોડ હતું .