
શેરબજારે આજે નવો ઇતિહાસ રચ્યો છે. નિફ્ટીએ નવી સર્વકાલીન ઊંચી સપાટીએ સ્પર્શ કર્યો છે જે બાદ સેન્સેક્સે પણ ઈતિહાસ રચી દીધો છે. સેન્સેક્સે માર્કેટ ખુલ્યાના થોડા જ સમયમાં ઈતિહાસમાં પહેલી વાર 86023.66 પર પહોંચી ગયો છે. જોકે આ બાદ થોડો ઘટાડો જોવા મળ્યો છે અને હાલ સેન્સેક્સ 85990ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ 27 સપ્ટેમ્બર, 2024 ના રોજ સ્થાપિત તેના સર્વકાલીન ઊંચા સ્તર 86,023 પર પહોંચી ગયો છે. આનો અર્થ એ છે કે સેન્સેક્સ આજે તેના સર્વકાલીન ઊંચા સ્તરને તોડી ચૂક્યો છે. આ સેન્સેક્સનો બીજો એક નવો ઇતિહાસ બની ગયો છે.
ગુરુવારની શરૂઆત સાથે જ ભારતીય શેરબજારમાં સ્પષ્ટપણે તેજી જોવા મળી. નિફ્ટીએ સવારે 26,295.55 ની નવી રેકોર્ડ ટોચ પર પહોંચી, જે સપ્ટેમ્બર 2024 માં તેના અગાઉના ઉચ્ચતમ સ્તરને વટાવી ગઈ. સેન્સેક્સ પણ પાછળ રહ્યો નહીં, સવારે 9:35 સુધીમાં 305 પોઈન્ટ વધીને 85,915.06 પર પહોંચી ગયો. લગભગ દરેક ક્ષેત્રમાં ખરીદી વધી, જેમાં બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ અને લાર્સન એન્ડ ટુબ્રો જેવા મુખ્ય શેરોમાં 2% સુધીનો વધારો થયો.
BSE સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ વધીને 86,000 ને પાર કરી ગયો, જ્યારે NSE નિફ્ટી 50 એ 26,300 ની ઉપર રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો, જે 14 મહિનામાં તેની પ્રથમ ટોચ છે. 30-શેરવાળા સેન્સેક્સમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ અને એશિયન પેઇન્ટ્સ ટોચના વધ્યા હતા, જે 0.8% અને 1.5% ની વચ્ચે વધ્યા હતા. વ્યાપક બજારો મજબૂત રીતે ખુલ્યા, મિડકેપ ઇન્ડેક્સ 0.1% વધ્યો, જ્યારે સ્મોલ-કેપ ઇન્ડેક્સ પણ 0.1% વધ્યો.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 10:34 am, Thu, 27 November 25