મહારાષ્ટ્રમાં ઈમ્પોર્ટેડ દારૂ થયો સસ્તો, સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં 150 ટકાનો કર્યો ઘટાડો

|

Nov 20, 2021 | 7:16 PM

મહારાષ્ટ્ર સરકારે આયાતી સ્કોચ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. હવે ત્યાં સ્કોચનો દર અન્ય રાજ્યોના દર જેટલો થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં ઈમ્પોર્ટેડ દારૂ થયો સસ્તો, સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં 150 ટકાનો કર્યો ઘટાડો
Excise Duty On Liquor (Symbolic Photo)

Follow us on

મહારાષ્ટ્ર સરકારે (Government of Maharashtra) ઈમ્પોર્ટેડ અથવા આયાતી સ્કોચ વ્હિસ્કી (Imported Scotch whiskey) પરની એક્સાઈઝ ડ્યુટીના (Excise Duty On Liquor) દરમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે રાજ્યમાં તેની કિંમત અન્ય રાજ્યોની સમકક્ષ હશે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્કોચ વ્હિસ્કી પરની જકાત ઉત્પાદન ખર્ચના 300થી ઘટાડીને 150 ટકા કરવામાં આવી છે.”

 

અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારને આયાતી સ્કોચના વેચાણ પર વાર્ષિક  100 કરોડ રૂપિયાની આવક થાય છે. અધિકારીએ જણાવ્યું કે આ ઘટાડાથી સરકારની આવક વધીને 250 કરોડ રૂપિયા થવાની ધારણા છે.  કારણકે આ નિર્ણયથી વેચાણ એક લાખ બોટલથી વધીને 2.5 લાખ બોટલ થઈ જશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

નકલી દારૂના વેચાણ પર રોક લગાવવામાં આવશે

ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે અન્ય રાજ્યોમાંથી સ્કોચની દાણચોરી અને નકલી દારૂના વેચાણ પર પણ અંકુશ આવશે. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાથી મહારાષ્ટ્રમાં આયાતી વ્હિસ્કીના ભાવમાં ઘટાડો થયો છે. તેનાથી રાજ્યની આવકમાં વધારો થશે. સમાચાર અનુસાર હાલમાં એક દિવસમાં 1 લાખ બોટલનું વેચાણ થાય છે, ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે બોટલનું વેચાણ 2.5 લાખ સુધી પહોંચી શકે છે.

 

સૌથી વધુ આવક દારૂમાંથી આવે છે

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં સરકારોને દારૂમાંથી સૌથી વધુ આવક થાય છે. મહારાષ્ટ્રમાં આયાતી વ્હિસ્કીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. આ કારણે વ્હિસ્કીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. હવે મહારાષ્ટ્રના લોકો ઓછા ભાવે આયાતી સ્કોચ મેળવી શકશે.

 

આ પણ વાંચો :  Maharashtra Election : વિધાન પરિષદની ચૂંટણી માટે શિવસેનાએ સુનિલ શિંદેના નામ પર લગાવી મહોર ! આદિત્ય ઠાકરે માટે બેઠક છોડી હતી

 

આ પણ વાંચો: JAMNAGAR : ગ્રીન એનર્જી ક્ષેત્રમાં રિલાયન્સનો પ્રવેશ, ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરી
Next Article