LPG Gas Subsidy Status : શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? જાણો તપાસવાની રીત

|

Oct 14, 2021 | 7:39 AM

અમે તમને સરળ રીત બતાવવા જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે ગેસ સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં.

LPG Gas Subsidy Status : શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? જાણો તપાસવાની રીત
LPG Gas Cylinder

Follow us on

LPG Gas Subsidy Status: પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ આસમાને પહોંચવા સાથે એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ની કિંમત પણ ઊંચી જઈ રહી છે. એલપીજી સિલિન્ડરના ભાવ પણ ઘણા વધુ છે.

મોટાભાગના લોકો સિલિન્ડરની સબસિડીને લઈને મૂંઝવણમાં છે કારણ કે તેમને ખબર નથી હોતી કે સબસિડી આવે છે કે નહીં? પરંતુ તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમને સરળ રીત બતાવવા જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે ગેસ સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં.

ગેસ સિલિન્ડરની સબસિડીનું સ્ટેટ્સ જાણવા આ સ્ટેપ્સને ફોલો કરો 

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
  • www.mylpg.in વેબસાઇટ મદદરૂપ બનશે
  •  જાણકારી મેળવવા તમારે બ્રાઉઝરમાં વેબસાઇટ www.mylpg.in લોગ ઇન કરવું પડશે.
  •  વેબ પેજમાં ઉપર જમણી બાજુએ ગેસ કંપનીઓના નામમાંથી તમારી સેવા આપનાર કંપનીનું નામ પસંદ કરો.
  • હવે તમને એલપીજી આઈડી પૂછવામાં આવશે. તે એન્ટર કરો જે પછી, તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને વર્તમાન નાણાકીય વર્ષ પસંદ કરો
  •  આ સ્ટેપ બાદ તમારી સબસિડીની તમામ વિગતો તમારી સ્ક્રીન પર દર્શાવાશે.

આ વિગતમાં દર મહિને તમારા ખાતામાં મોકલવામાં આવતી સબસિડીની રકમની વિગતો શામેલ છે. ઉપરાંત, જો સબસિડીની રકમ તમારા ખાતામાં આવતી નથી, તો તમે તરત જ ફીડબેક બટનને ક્લિક કરીને તમારી ફરિયાદ કરી શકો છો.

સબસિડી ન મળવાનું મુખ્ય કારણ શું હોય છે ?
સબસિડી ન મળવાનું મુખ્ય કારણ LPG ID ને એકાઉન્ટ નંબર સાથે લિંક ન હોવાનું હોય છે. આ માટે, તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યાથી વાકેફ કરો. ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

એલપીજી સિલિન્ડરના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
એલપીજી સિલિન્ડરના ભાવ સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક રેટ અને વિદેશી ચલણના વિનિમય દર અનુસાર નક્કી થાય છે. આ કારણોસર, એલપીજી સિલિન્ડરની સબસિડીની રકમ પણ દર મહિને બદલાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે દર નીચે આવે છે ત્યારે સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે. કરવેરાના નિયમો અનુસાર એલપીજી પરના ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ની ગણતરી બળતણના બજાર ભાવ પર કરવામાં આવે છે.

 

આ પણ વાંચો : Infosys Q2 Results : ઇન્ફોસિસના નફામાં 11.9% અને આવકમાં 20.5%નો વધારો, પ્રતિ શેર 15 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ અપાશે

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ભડકે બળતા ઇંધણ ભાવ ઉપર ક્યારે નિયંત્રણ આવશે? જાણો આજે કેટલા મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ

Published On - 7:36 am, Thu, 14 October 21

Next Article