LPG Cylinder New Prices: મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો, દિવાળી પહેલા LPG Cylinder 268 રૂપિયા મોંઘો થયો

|

Nov 01, 2021 | 8:18 AM

જો કે, ઓઈલ કંપનીઓએ સામાન્ય માણસના ઉપયોગ માટે 14.2 કિલો નોન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.આ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

LPG Cylinder New Prices: મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો, દિવાળી પહેલા LPG Cylinder 268 રૂપિયા મોંઘો થયો
LPG Cylinder New Prices

Follow us on

LPG Cylinder New Prices: દિવાળી પહેલા મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 268 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે.

જો કે, ઓઈલ કંપનીઓએ સામાન્ય માણસના ઉપયોગ માટે 14.2 કિલો સબસીડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.આ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા પર યથાવત છે.ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઓઈલ કંપનીઓએ સબસિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો હતો.

સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની નવી કિંમત
દિલ્હીમાં હવે સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત 926 રૂપિયા, મુંબઈમાં 899.50 રૂપિયા છે. ચેન્નાઈમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત હવે 915.50 રૂપિયા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત
દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 264 રૂપિયા વધીને 2000.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 268 રૂપિયા વધીને 2073.5 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 1805.50 રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ ગેસની કિંમતમાં 265 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને તેની કિંમત વધીને 1950 રૂપિયા થઈ ગઈ હતી. અગાઉ તેની કિંમત 1685 રૂપિયા હતી. ચેન્નાઈમાં તે 1867.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 265.50 રૂપિયા વધીને 2133 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ કિંમત 1867.5 રૂપિયા હતી.

એલપીજીની કિંમત કેવી રીતે તપાસવી
એલપીજી સિલિન્ડરની કિંમત જાણવા માટે તમારે સરકારી ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. તમે https://iocl.com/Products/IndaneGas.aspx લિંક પર તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

ભાવ વધારાના અગાઉથી મળ્યા હતા સંકેત
દર મહિનાની પહેલી તારીખે LPG Cylinder ના નવા ભાવ જાહેર થાય છે. ક્રૂડના ભાવ જે પ્રકારે આસમાને પહોંચવા સાથે દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમત સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે તે જોતા LPG ના ભાવ વધવાનું પણ લગભગ નિશ્ચિત જણાઈ રહ્યું હતું કે 1 નવેમ્બર મહિનામાં એલપીજી સિલિન્ડર(LPG Cylinder)ના ભાવ ફરી થવાનો છે. પીટીઆઈના અહેવાલ મુજબ એલપીજીના વેચાણ પર નુકસાન વધીને રૂ 100 પ્રતિ સિલિન્ડર સુધી પહોંચ્યું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

 

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : ઇંધણના સતત વધતા ભાવ આમ આદમીની કમર તોડી રહ્યા છે, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

 

આ પણ વાંચો : IPO : Policybazaar સહીત 3 કંપનીઓ લાવી છે કમાણીની તક, 3 નવેમ્બર સુધી સબ્સ્ક્રિપશન માટે ખુલ્લા રહેશે IPO

Published On - 8:00 am, Mon, 1 November 21

Next Article