Liquor Price Hike: શરાબના શોખીનો માટે માઠાં સમાચાર , દેશના આ વિસ્તારમાં શરાબ 20% મોંઘી કરાઈ, કારણ જાણશો તો આશ્ચર્યમાં પડશો

લેફ્ટનન્ટ ગવર્નરે વિશેષ એક્સાઇઝ ડ્યુટી રદ કરતા તમામ પબ, વાઈન શોપ અને રેસ્ટોરન્ટને સલામતીના નિયમોનું પાલન કરવાનો આદેશ અપાયો હતો. આ સાથે રાજ્યમાં દરેક જગ્યાએ સસ્તો દારૂ મળવા લાગ્યો હતો.

Liquor Price Hike: શરાબના શોખીનો માટે માઠાં સમાચાર , દેશના આ વિસ્તારમાં શરાબ 20% મોંઘી કરાઈ, કારણ જાણશો તો આશ્ચર્યમાં પડશો
Symbolic Image
| Edited By: | Updated on: Jul 21, 2021 | 12:42 PM

Liquor Price Hike: શરાબના શોખીનો માટે માઠાં સમાચાર આવી રહ્યા છે.તાજેતરમાં દેશના એક કેન્દ્રસાશિત પ્રદેશે શરાબની કિંમતો વધારવાની ફરજ પડી છે. આ કિંમતો વધારવાનું કારણ જાણશો તો તમે અચરજમાં પડશો. અહીં  સસ્તી શરાબના કારણે દારૂના શોખીનોનો વધતો ધસારો અટકાવવા કિંમતો વધારવાની ફરજ પડી છે.માત્ર સસ્તી શરાબના કારણે પાડોશી રાજ્યના  પર્યટકોની સંખ્યા વધતા સંક્રમણ ફેલાવાની ચિંતા ઉભી થઇ હતી.


હવે શરાબના શોખીનોએ દરેક પ્રકારની બોટલ પર 20% વધુ કિંમત ચૂકવવી પડશે.આ વાત કેન્દ્ર શાસિત પ્રદેશ પંડુચેરી(Puducherry)ની છે જ્યાં તમામ પ્રકારના દારૂના ભાવમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ ગણવો કે જે શરાબ ગઈકાલ સુધી 200 રૂપિયા હતો તે હવે 240 રૂપિયા થઈ ગયો છે. 15 જુલાઈથી પુડ્ડુચેરીમાં આ કિંમતો લાગુ થઈ છે. પુડ્ડુચેરીના એક્સાઈઝ વિભાગ દ્વારા ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં દારૂના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે તેમ છતાં કિંમતોમાં વધારા પછી પણ પુડુચેરીમાં દારૂના ભાવ તમિલનાડુ, કર્ણાટક અને અન્ય રાજ્યોની તુલનામાં નીચા રહેશે.નોંધપાત્ર વાત એ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીએ પર્યટન પર આધારિત રાજ્ય છે. આ વર્ષે એપ્રિલમાં પુડુચેરી વહીવટીતંત્રએ દારૂ પરની 7.5 વિશેષ કોવિડ ફી રદ કરી હતી. આ સ્થિતિમાં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં દારૂના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.7 એપ્રિલના રોજ લેફ્ટનન્ટ ગવર્નર તામિલિસાઈ સુંદરરાજને દારૂના ભાવ ઘટાડવાના પ્રસ્તાવ પર મંજૂરી આપી હતી. આ પછી અહીં દારૂના ભાવ ઘટાડવામાં આવ્યા હતા. પરંતુ રાજ્ય આને કારણે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

લેફ્ટનન્ટ ગવર્નરે વિશેષ એક્સાઇઝ ડ્યુટી રદ કરતા તમામ પબ, વાઈન શોપ અને રેસ્ટોરન્ટને સલામતીના નિયમોનું પાલન કરવાનો આદેશ અપાયો હતો. આ સાથે રાજ્યમાં દરેક જગ્યાએ સસ્તો દારૂ મળવા લાગ્યો હતો. પાડોશી રાજ્યોમાં કિંમતોની સરખામણીએ રોગચાળાની પરિસ્થિતિ દરમિયાન ખાસ કરીને તમિળનાડુથી પુડુચેરીમાં લોકોનો ધસારો અટકાવવા માટે ગયા વર્ષે મે મહિનામાં વિશેષ ફી લાદવામાં આવી હતી.

બીજી તરફ આસામ સરકારે ગુવાહાટીમાં પ્રાયોગિક ધોરણે એક મહિના માટે ઓનલાઇન દારૂ વેચવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પ્રધાન પીજુષ હઝારિકા જણાવ્યું હતું કે જો આ પ્રયોગ સફળ થાય તો તેનો અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે.

 

 

 

Published On - 12:41 pm, Wed, 21 July 21