LIC Policy Fact check: આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social Media) પર સતત એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની (LIC )લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એલઆઈસી કન્યાદાન પોલિસી(LIC Kanyadan Policy) લઈને આવી છે. આ પોલિસીમાં દરરોજ રૂ 130 નું ઓછું રોકાણ કરીને તમે દીકરીના લગ્ન સુધી રૂ.27 લાખ નું મોટું ફંડ બનાવી શકો છો. તે જ સમયે, જો તમે આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને આવકવેરામાં છૂટનો લાભ પણ મળે છે.
આ હકીકત તપાસમાં અમને જાણવા મળ્યું કે LIC કન્યાદાન પોલિસી(LIC Kanyadan Policy)ના નામે LIC કોઈ પોલિસી જ નથી. LIC આ નામ હેઠળ કોઈ પોલિસી લઈને આવી નથી. LIC એ ટ્વિટર દ્વારા LIC પોલિસી ખરીદનારાઓને આ અંગે ચેતવણી આપી છે. LIC એ એક નોટિસ જારી કરીને જણાવ્યું છે કે “ઓનલાઈન કે ડિજીટલ પ્લેટફોર્મ પર કેટલીક અયોગ્ય અને ભ્રામક માહિતી છે જેમાં કહેવામાં આવ્યું છે કે LIC ‘કન્યાદાન પોલિસી’ ઓફર કરી રહી છે. LIC એ સ્પષ્ટ કરવા માંગે છે કે કંપની આ નામ હેઠળ કોઈ પોલિસી ઓફર જ કરી રહી નથી. https://licindia.in/ એક લિંક શેર કરી છે જેના પર કોઈપણ LIC પ્રોડક્ટસ નું લીસ્ટ જોઈ શકાય છે.
Important Notice! pic.twitter.com/AOiDEX3eOY
— LIC India Forever (@LICIndiaForever) March 10, 2022
જો કોઈ વીમા એજન્ટ તમારી સાથે ‘”LIC કન્યાદાન”‘ પોલિસીમાં રોકાણ કરવા વિશે વાત કરી રહ્યો છે અથવા છેતરપિંડી કરી રહ્યો છે તો સાવચેત રહો. જો LIC કન્યાદાન પોલિસી અંગે કોઈ સંદેશ હોય તો તેને પ્રાધાન્ય આપશો નહીં કારણ કે LIC આ નામ હેઠળ કોઈપણ પોલિસી વેચવાની ઓફર કરી રહી નથી.
ભારતીય જીવન વીમા નિગમને આ અઠવાડિયે સેબી તરફથી IPO દ્વારા ભંડોળ એકત્ર કરવાની પરવાનગી મળી છે. સેબીમાં ફાઈલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ, સરકાર એલઆઈસી ઈસ્યુ દ્વારા 31 કરોડથી વધુ ઈક્વિટી શેર ઓફર કરશે. IPO નો એક હિસ્સો એન્કર રોકાણકારો માટે આરક્ષિત રહેશે. ઉપરાંત, LIC IPO ઇશ્યૂના કદના 10 ટકા સુધી પોલિસીધારકો માટે અનામત રહેશે. આઈપીઓ એ ભારત સરકાર દ્વારા વેચાણ માટેની ઓફર છે, અને ઈશ્યુ દ્વારા કોઈ નવા શેર ઈશ્યુ કરવામાં આવશે નહીં, એટલે કે ઈસ્યુમાંથી મળેલી સંપૂર્ણ રકમ સરકારને જશે. આ ઈસ્યુ ભારતીય શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. એવો અંદાજ છે કે ઇશ્યૂ સાથે, બજાર મૂલ્યની દ્રષ્ટિએ LIC સરળતાથી દેશની ટોચની 3 કંપનીઓમાં જોડાઈ જશે, અને તેજીના કિસ્સામાં, તે RILને સરળતાથી પાછળ છોડી શકે છે.