LICની આ પોલીસીથી મળશે 28 લાખ રુપિયા સુધીનું રીટર્ન, સાથે મળશે પેન્શનનો લાભ

|

Aug 03, 2021 | 7:21 PM

આ પોલીસીમાં 15,000 રૂપિયા પેન્શન તરીકે પણ આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે આ યોજના ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાને અનુસરે છે.

LICની આ પોલીસીથી મળશે 28 લાખ રુપિયા સુધીનું રીટર્ન, સાથે મળશે પેન્શનનો લાભ
File Image

Follow us on

LIC તેમના ગ્રાહકોને રોકાણ માટેના ઘણાં વિકલ્પો પૂરા પાડે છે જે રોકાણ પર પ્રભાવશાળી સલામત વળતર આપે છે. એમાંની જ એક યોજના એટલે કે જીવન પ્રગતિ યોજના કે જે તેમના ગ્રાહકોને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવાની સુવર્ણ તક આપે છે.

જીવન પ્રગતિ યોજનામાં, વ્યક્તિએ પ્રતિદિન માત્ર 200 રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને 20 વર્ષ પછી, તેમને 28 લાખ રૂપિયાનું વળતર મળશે. વધુમાં, 15,000 રૂપિયા પેન્શન તરીકે પણ આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે આ યોજના ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાને અનુસરે છે.

LIC જીવન પ્રગતિ યોજનામાં પોલિસી રિસ્ક કવર દર પાંચ વર્ષે વધે છે. આ યોજનામાં રોકાણ કર્યા પછી ધારકને પ્રથમ પાંચ વર્ષ ચોખ્ખી મળવાપાત્ર રકમ સમાન રહેશે. પછી નાં 6 થી 10 વર્ષ સુધી તે રકમ 25% થી 125% જેટલી વધશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આગળના 11 થી 15 વર્ષ સુધી 150% સુધી રકમ ધારકને મળવાપાત્ર છે. જો પોલિસી ધારક 20 વર્ષ સુધી મળવાપાત્ર રકમ લેતા નથી તો તે રકમમાં 200% જેટલો વધારો ઉમેરાય છે.

અકાળે મૃત્યુ પર મળવાપાત્ર લાભ

જો પોલિસીધારક મુદત દરમિયાન કોઈ બીમારીથી મૃત્યુ પામે છે, તો પોલિસીમાં નામાંકિત વારસદાર વ્યક્તિને પાકતી મુદતે મળવાપાત્ર રકમ સાથે ન્યૂનતમ અધિકૃત રકમ, સરળ રિવર્સનરી બોનસ અને જો અંતિમ વધારાનું બોનસ મળવાપાત્ર  હોય તો તે પણ સાથે આપવામાં આવશે.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 2 લાખની પોલિસી લે છે, તો તેમનું ડેથ કવરેજ પ્રથમ પાંચ વર્ષ માટે સમાન રહેશે, 6 થી 10 વર્ષ માટે, કવરેજ 2.5 લાખ રૂપિયા હશે 10 થી 15 વર્ષના કિસ્સામાં કવરેજ વધીને 3 લાખ રૂપિયા થશે અને જો કોઈ વ્યક્તિ પોલિસી લીધા બાદ 16 થી 20 વર્ષની વચ્ચે ક્યાંય પણ મૃત્યુ પામે તો 4 લાખ રૂપિયાનું કવરેજ આપવામાં આવશે.

આ યોજનામાં, આકસ્મિક મૃત્યુ અથવા તો શારીરિક વિક્લાંગતા થવા પર પણ અમુક લાભ ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ આ માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.

LIC જીવન પ્રગતિ પોલીસીની શરતો

આ પોલિસી 12 થી 45 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. પોલિસીની ન્યૂનતમ મુદત 12 વર્ષ અને મહત્તમ 20 વર્ષ છે. ન્યૂનતમ કવરની રકમ 1.5 લાખ રૂપિયા છે. પોલીસી પાકવાની મહત્તમ મુદ્ત્ત 65 વર્ષની ઉમર સુધી હોય છે.

આ પણ વાંચો :શું નાગરિકોને COVID-19 રસીના ત્રીજા અથવા બૂસ્ટર ડોઝની જરૂર પડશે? બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

Published On - 7:20 pm, Tue, 3 August 21

Next Article