LIC IPO: LICએ તેના IPOની ઇશ્યૂ પ્રાઇઝ રૂ. 949 નક્કી કરી, 17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે

|

May 13, 2022 | 7:30 PM

જાહેર ક્ષેત્રની વીમા કંપની LIC એ ભારતીય શેરબજારનો સૌથી મોટો IPO લાવીને તેના IPOની ઇશ્યૂ કિંમત નક્કી કરી છે. કંપનીએ રૂ. 949 IPOની ઇશ્યૂ કિંમત નક્કી કરી છે. કંપનીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 902 થી 949 નક્કી કરી હતી.

LIC IPO: LICએ તેના IPOની ઇશ્યૂ પ્રાઇઝ રૂ. 949 નક્કી કરી, 17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે
LIC IPO

Follow us on

LIC IPO : જાહેર ક્ષેત્રની વીમા કંપની LIC એ ભારતીય શેરબજારનો સૌથી મોટો IPO લાવીને તેના IPOની ઇશ્યૂ કિંમત નક્કી કરી છે. કંપનીએ રૂ. 949 IPOની ઇશ્યૂ કિંમત નક્કી કરી છે. આ IPOની ઇશ્યૂ કિંમતનો અપ બેન્ડ છે. કંપનીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 902 થી 949 નક્કી કરી હતી. આઇપીઓ 17મી મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થશે.

17મી મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ

LIC ના આઈપીઓમાં રોકાણ કરનારા રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. LICનો IPO 17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. એવું માનવામાં આવે છે કે શેર રોકાણકારોને ફાળવવામાં આવ્યા છે અને સોમવાર, 16 મે સુધીમાં રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા થઈ જશે. બીજી તરફ, જે રોકાણકારોને શેરની ફાળવણી કરવામાં આવી નથી અથવા અરજી કરતાં ઓછા શેર ફાળવવામાં આવ્યા છે, તેઓને 16 મેના રોજ તેમના બેંક ખાતામાં રકમ પાછી મળશે.

IPO 9મી મેના રોજ બંધ થયો હતો

LICનો IPO 4 થી 9 મે સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. LIC IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 902 થી 949 રૂપિયા નક્કી કરવામાં આવી હતી અને IPO દ્વારા રૂપિયા 20,557 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. LICનો IPO 3 ગણા કરતાં ઓછો સબસ્ક્રાઇબ થયો છે જે અપેક્ષા કરતાં ઓછો છે. શેરબજારમાં સતત ઘટાડો, વધતી જતી મોંઘવારી, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અને ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજારનો મૂડ બગડી ગયો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

GMPમાં ઘટાડો

LIC IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને ઝટકો લાગી શકે છે. સ્ટોક એક્સચેન્જમાં LICના શેરના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ સતત ઘટી રહ્યું છે. LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હવે તેની ઇશ્યૂ કિંમતના ઉપલા બેન્ડથી રૂ. 25ની નીચે ટ્રેડ કરી રહ્યું છે.

Next Article