
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 30 સપ્ટેમ્બર 2023 સુધીની સમયમર્યાદા આપી કહ્યું છે કે શનિવારે 30 સપ્ટેમ્બરે રૂપિયા 2,000ની નોટ (Last date to exchange Rs 2000 Currency Notes)જમા કરવા અથવા બદલવા માટે છેલ્લી તક રહેશે.
1 ઓક્ટોબરથી રૂપિયા 2,000ની નોટોનું શું થશે તે અંગે આરબીઆઈ તરફથી કોઈ સ્પષ્ટતા નથી. ખાસ વાત એ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000 રૂપિયાની નોટની લીગલ ટેન્ડર સ્ટેટસ પાછી ખેંચી નથી.
2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે.જ્યાં સુધી તમે આખરી સમયમર્યાદા ન આપો ત્યાં સુધી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચતી નથી.
તાજેતરમાં જાહેર RBI ની પ્રેસ રિલીઝ મુજબ ચલણમાં રહેલી રૂપિયા 2000ની 93 ટકા નોટ 19 મે, 2023 સુધીમાં પાછી આવી ગઈ છે. મોટાભાગની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે, તેથી 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અને બદલવાની સમયમર્યાદા લંબાવવાની શક્યતા કેટલી છે કહેવું મુશ્કેલ છે જોકે અંદાજ મુજબ આ અંગે નોટ બદલવા છેલ્લી તારીખ લંબાઈ પણ શકે તેવા સંકેત છે.
આરબીઆઈએ તેની ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનું કામ કર્યું છે. 2005 પહેલા જારી કરાયેલી નોટોને ચલણમાંથી દૂર કરવા માટે 2013-14માં આવી જ કવાયત હાથ ધરવામાં આવી હતી.
બેંકમાં છેલ્લા દિવસોમાં રજા આવતી હોવાથી ઘણા લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. અનંત ચતુર્દશી , eid-e-milad અને half year ending ની રજાઓના કારણે છેલ્લા દિવસ સુધી નોટ બદલવા આળસ રાખનાર લોકોની મુશ્કેલી વધી છે. આ લોકો માટે ચિંતાનો વિષય ઉભો થઇ રહ્યો છે.
2005 પહેલાની નોટો પાછી ખેંચતી વખતે RBI એ ચોક્કસ RBI ઑફિસમાં એક્સચેન્જની સુવિધા પૂરી પાડી હતી. આરબીઆઈની વેબસાઈટ અનુસાર જો કે તેનો અર્થ એવો નથી કે બેંકો ગ્રાહકોના ખાતામાં જમા કરાવવા માટે 2005 પહેલાની બેંક નોટોની જમા સ્વીકારી શકતી નથી.
Published On - 7:10 am, Fri, 29 September 23