Kumar Mangalam Birla એ VI ના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, હિમાંશુ કપાનિયાને જવાબદારી સોંપાઈ

|

Aug 05, 2021 | 6:45 AM

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી હિમાંશુ કપાનિયા(Himanshu Kapania) જે હાલમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે તેમને કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પસંદ કર્યા છે. કપાનિયાને ટેલિકોમ સેક્ટરમાં કામ કરવાનો 25 વર્ષથી વધુનો અનુભવ છે.

સમાચાર સાંભળો
Kumar Mangalam Birla એ VI ના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, હિમાંશુ કપાનિયાને જવાબદારી સોંપાઈ
Kumar Mangalam Birla

Follow us on

આદિત્ય બિરલા ગ્રુપ (Aditya Birla Group)ના ચેરમેન કુમાર મંગલમ બિરલા (Kumar Mangalam Birla)એ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea) ના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. કંપનીએ બુધવારે આ માહિતી જાહેર કરી છે.

વોડાફોન આઈડિયા લિમિટેડે (Vodafone Idea Limited)જણાવ્યું હતું કે આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા નોમિનેટ થયેલા હિમાંશુ કપાનિયાને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરફારો એવા સમયે આવ્યા છે જ્યારે VIL ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે.

રાજીનામુ સ્વીકારી નિર્ણય અમલમાં લેવાયો
કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, “વોડાફોન આઈડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે મળેલી બેઠકમાં કુમાર મંગલમ બિરલાની બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનપદેથી રાજીનામું આપવાની વિનંતી સ્વીકારી છે. 4 ઓગસ્ટ 2021 ના ​​રોજ કામના કલાકો બાદ તે લાગુ કરાયું છે ”

IPLનો સૌથી મોંઘો કેપ્ટન એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

હિમાંશુ કાપનિયાને ટેલિકોમ સેક્ટરમાં કામ કરવાનો 25 વર્ષનો અનુભવ
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી હિમાંશુ કપાનિયા(Himanshu Kapania) જે હાલમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે તેમને કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પસંદ કર્યા છે. કપાનિયાને ટેલિકોમ સેક્ટરમાં કામ કરવાનો 25 વર્ષથી વધુનો અનુભવ છે. તેમને વૈશ્વિક ટેલિકોમ કંપનીઓમાં ટોચના સ્તરે કામ કરવાનો અનુભવ પણ છે. તેમણે બે વર્ષ સુધી ગ્લોબલ જીએસએમએ બોર્ડમાં પણ સેવા આપી છે અને બે વર્ષ સુધી સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI) ના પ્રમુખ પણ રહ્યા છે,

વધુમાં, નામાંકન અને પરિશ્રમિક સમિતિની ભલામણના આધારે બોર્ડે આદિત્ય બિરલા જૂથના નોમિની સુશીલ અગ્રવાલને 4 ઓગસ્ટ, 2021 થી વધારાના નિયામક (બિન-કાર્યકારી અને બિન-સ્વતંત્ર) તરીકે નિયુક્ત કર્યા છે.

શેર 52 અઠવાડિયાના નીચલા સ્તરે
બુધવારે વોડાફોન આઈડિયા (VI) નો શેર 18.5 ટકા ઘટીને 6.00 રૂપિયા સુધી સરકી ગયો છે. ઇન્ટ્રા-ડે વેપારમાં BSE પર 52-સપ્તાહની નીચી સપાટીએ 5.95 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. એક અહેવાલ અનુસાર Vodafone Group Plc એ ભારતમાં દેવામાં ડૂબેલા ટેલિકોમ સંયુક્ત સાહસમાં વધુ ઇક્વિટી ઇન્ફ્યુઝનનો ઇનકાર કરી દીધો છે.

 

આ પણ વાંચો : EPFO : નોકરીઓ બદલ્યા પછી તમે PF ખાતાની આ માહિતી જાતે અપડેટ કરી શકશો ,જાણો કઈ રીતે

 

આ પણ વાંચો : Income Tax : કરદાતાઓને મોટી રાહત, સરકારે આ 6 ફોર્મ અને સ્ટેટમેન્ટ માટે સમયમર્યાદામાં વધારો કર્યો

Published On - 6:45 am, Thu, 5 August 21

Next Article