કોરોનાના કારણે સર્જાયેલી મંદી સહિતના નકારાત્મક પરિબળો વચ્ચે આ પાંચ સ્ટોક્સમાં રોકાણ બે વર્ષમાં આપની કિસ્મત બદલી શકે છે

|

Sep 05, 2020 | 5:49 AM

કોરોનાના કારણે સર્જાયેલી મંદી સહિતના નકારાત્મક પરિબળો વચ્ચે પણ બીએસઈના 500 ઈન્ડેક્સમાંથી 26 એવા સ્ટોક્સ સામે આવ્યા છે કે જેમણે કપરા સમય વચ્ચે પણ બે વર્ષમાં 100 ટકા રિટર્ન આપ્યું છે. સારું પર્ફોમન્સ આપનાર ત્રણ લીડર કંપની તરફ નજર કરીએ તો  જીએમએમ ફાઉડલર્સ 430 ટકા , અકીલ અમિનેસ કેમિકલ્સ 406 ટકા અને  નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ 228 […]

કોરોનાના કારણે સર્જાયેલી મંદી સહિતના નકારાત્મક પરિબળો વચ્ચે આ પાંચ સ્ટોક્સમાં રોકાણ બે વર્ષમાં આપની કિસ્મત બદલી શકે છે
https://tv9gujarati.in/korna-ne-kaarne-…mat-badali-jashe/ ‎

Follow us on

કોરોનાના કારણે સર્જાયેલી મંદી સહિતના નકારાત્મક પરિબળો વચ્ચે પણ બીએસઈના 500 ઈન્ડેક્સમાંથી 26 એવા સ્ટોક્સ સામે આવ્યા છે કે જેમણે કપરા સમય વચ્ચે પણ બે વર્ષમાં 100 ટકા રિટર્ન આપ્યું છે. સારું પર્ફોમન્સ આપનાર ત્રણ લીડર કંપની તરફ નજર કરીએ તો  જીએમએમ ફાઉડલર્સ 430 ટકા , અકીલ અમિનેસ કેમિકલ્સ 406 ટકા અને  નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ 228 ટકા તગડું રિટર્ન આપી રોકાણકારોને સારો લાભ અપાવ્યો છે જે માર્કેટ નબળું પાડવા છતાં આવક મળવાની આશા જીવંત  રાખે છે.

કપરા સમયમાં પણ સતત પરિશ્રમ દેખાડનાર આ ૫ સ્ટોકમાં રોકાણ આગામી બે વર્ષમાં સારું રિટર્ન કમાવીને આપી શકે છે.

TCNS Clothing:  ગારમેન્ટ સેગમેન્ટમાં આ સ્ટોક તરફ સારા દેખાવની આશા છે. કંપનીની મજબૂત બ્રાન્ડ ફ્રેન્ચાઈઝી, ડેબ્ટ-ફ્રી સ્ટેટસ અને મજબૂત રિટર્નના ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં લેતા આ સ્ટોક સારું રિટર્ન કમાવીને આપી શકે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

EIH:  કોરોનાએ હોટેલ ઉદ્યોગની કમર તોડી છે. સ્થિતિ સામાન્ય થતા સમય લાગી શકે છે તો સામે નજીકના સમયમાં આ ક્ષેત્રમાં નવા પ્રતિસ્પર્ધી રોકાણનું જોખમ ઉઠાવે તેમ લાગતું નથી.  EIH  એ ૪૮૦૦ પ્રિમિયમ રુમ્સનો પોર્ટફોલિયો ધરાવે છે, અને તેનો શેરમાં પણ 50 ટકા જેટલું કરેક્શન આવી ચૂક્યું છે.

Persistent Systems: આ ટેક્નોલોજી કંપની ટોપ ક્લાયન્ટ પર ઓછો આધાર રાખે છે. લોંગ ટર્મમાં તે સારો ગ્રોથ કરી શકવાની શક્યતા દર્શાવે છે.

Bajaj Electricals: લોકડાઉન બાદ હવે ધીરેધીરે માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે અને કંપનીને બિઝનેસ મળી રહ્યો છે. આ કંપની  2022  સુધીમાં સારું પ્રદર્શન કરે તેમ લાગી રહ્યું છે.

V-Guard: ઈલેક્ટ્રીક ઈક્વિપમેન્ટ્સ બનાવતી આ કંપની લોંગ ટર્મમાં ગ્રોથની સારી શક્યતા દર્શાવે છે. લોકડાઉન દરમિયાન પણ કંપનીએ 216 કરોડનો કેશ ફ્લો જનરેટ કરી તેનામાં દમ હોવાનું સાબિત કર્યું  છે.

નોંધ: અહેવાલ માત્ર માહિતી પુરી પાડી રહ્યો છે  ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લેવી.

Next Article