GST Council Meeting : આજે દિલ્હીમાં GST કાઉન્સિલની 46મી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે આજની બેઠકમાં કપડા પરનો GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં નવા વર્ષમાં કપડાં હવે મોંઘા નહીં થાય.
પોતાના સંબોધનમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) કહ્યું કે આ GST કાઉન્સિલની ઈમરજન્સી બેઠક હતી. આ બેઠકનો આ એકમાત્ર એજન્ડા હતો. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં GST કાઉન્સિલની 45મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટેક્સના દર અંગે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં તે વેરા દર પાછો ખેંચવા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં તમિલનાડુના નાણામંત્રીએ કહ્યું કે આ સમયે કાપડ પર જીએસટી દર વધારવાના પ્રસ્તાવને લાગુ કરવો યોગ્ય નથી. કારણ કે કોરોના મહામારી હજુ પણ ચાલી રહી છે. કાપડ ઉદ્યોગ હજુ પણ સંકટમાંથી બહાર આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરના તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી કરતા હોય છે. તેમજ રાજ્યોના નાણામંત્રીઓ પણ તેમાં ભાગ લે છે.
હવે કપડાં અને પગરખાં પર કેટલો ટેક્સ ?
1000 રૂપિયા સુધીના શૂઝ પર 5 ટકા GST વસૂલવામાં આવે છે. તે જ રીતે, કપડાંની વાત કરીએ તો, મેન મેડ ફાઇબર, યાર્ન અને કાપડ પર GSTનો દર હાલમાં 18 ટકા, 12 ટકા અને 5 ટકા છે. જૂતાની જેમ 1,000 રૂપિયા સુધીના કપડાં પર 5 ટકા GST વસૂલવામાં આવે છે. આર્ટિફિશિયલ અને સિન્થેટિક યાર્ન પર જીએસટીનો દર બદલીને 12 ટકા કરવામાં આવ્યો છે. પરંતુ સુતરાઉ, સિલ્ક, વૂલ યાર્ન જેવા કુદરતી યાર્ન પર 5 ટકા ટેક્સ લાગે છે.
The GST Council meeting has decided to retain the status quo on GST rate on textile to 5% and not raise it to 12%. The issue of GST rate on textile will be sent to the tax rate rationalization committee which will submit its report by February: FM Nirmala Sitharaman pic.twitter.com/DCjIvNTp2Z
— ANI (@ANI) December 31, 2021
આ પણ વાંચોઃ