પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ શું છે, જે અંતર્ગત મળે છે 10 લાખ રૂપિયા, અહીં જાણો તમામ સવાલોના જવાબ

|

Feb 22, 2022 | 10:38 PM

પીએમ-કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ, 18 વર્ષની ઉંમરથી માસિક સ્ટાઈપેન્ડ અને 23 વર્ષની ઉંમરે 10 લાખ રૂપિયા આપવામાં આવશે.

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ શું છે, જે અંતર્ગત મળે છે 10 લાખ રૂપિયા, અહીં જાણો તમામ સવાલોના જવાબ
Know about PM cares scheme (Symbolic Image)

Follow us on

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમને (PM Cares Scheme)  28 ફેબ્રુઆરી, 2022 સુધી લંબાવી છે. અગાઉ આ યોજના 31 ડિસેમ્બર, 2021 સુધી માન્ય હતી. આ સંબંધમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના (Government of India) મુખ્ય સચિવો, મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગોને એક પત્ર લખવામાં આવ્યો છે. જેની નકલ  તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ/જિલ્લા કલેક્ટરને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી છે. તમામ પાત્રતા ધરાવતા બાળકો હવે 28 ફેબ્રુઆરી, 2022 સુધી પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજનાના લાભ માટે નોંધણી કરાવી શકશે.

તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરના અનાથ બાળકોને નજીકની કેન્દ્રીય વિદ્યાલયમાં દાખલ કરવામાં આવે છે. પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન મળવા પર તેમની ફી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર ફંડમાંથી જમા કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકોના પુસ્તકો, સ્કૂલ ડ્રેસ વગેરેનો ખર્ચ પણ કેન્દ્ર સરકાર ઉઠાવશે. જ્યારે 11 વર્ષથી વધુ ઉંમરના બાળકોને સૈનિક શાળા અને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અપાવવામાં આવે છે. તેમજ આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ અનાથ બાળકોને 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે. તેનું પ્રીમિયમ 18 વર્ષની ઉંમર સુધી કેન્દ્ર સરકાર ચૂકવશે.

ચાલો જાણીએ આ સાથે જોડાયેલા સવાલોના જવાબ.

  1. આ યોજનામાં તે તમામ બાળકોને સામેલ કરવામાં આવ્યા છે જેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવિડ-19ને એક મહામારીના રૂપમાં જાહેર કરવાની તારીખ 11.03.2020 થી લઈને 28.02.2022 સુધી પોતાના i) માતાપિતા બંને અથવા ii) માતાપિતામાંથી એક હયાત અથવા iii) કાનૂની વાલી/ દત્તક માતાપિતા/ એકલ દત્તક માતાપિતાને ગુમાવ્યા છે. આ યોજના હેઠળના લાભો મેળવવા માટે, માતાપિતાના મૃત્યુની તારીખે બાળકની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  2. 29 મે, 2021 ના ​​રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તે બાળકો માટે વ્યાપક સહાયની જાહેરાત કરી હતી, જેમણે કોવિડ-19 મહામારીને કારણે તેમના માતાપિતા બંને ગુમાવ્યા છે.
  3. શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
    સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
    રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
    માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
    ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
    Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
  4. આ યોજનાનો હેતુ કોવિડ મહામારી દરમિયાન પોતાના માતા-પિતાને ગુમાવનારા બાળકોની આરોગ્ય વીમા દ્વારા સંભાળને સક્ષમ બનાવવા, શિક્ષણ દ્વારા સશક્ત બનાવવા, અને 23 વર્ષની વય પ્રાપ્ત કરવા પર નાણાકીય સહાય સાથે આત્મનિર્ભર અસ્તિત્વ માટે તૈયાર કરવા માટે આવા બાળકોની વ્યાપક સંભાળ અને રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે,  જેમણે કોવિડ-19 મહામારીમાં પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે.
  5. પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના, અન્ય બાબતોની સાથે, આ બાળકોને સર્વગ્રાહી અભિગમ, શિક્ષણ, આરોગ્ય માટે ભંડોળ, 18 વર્ષની ઉંમરથી માસિક સ્ટાઇપેન્ડ અને 23 વર્ષની ઉંમરે પહોંચવા પર 10 લાખની એકમ રકમ ઉપલબ્ધ કરાવે છે.
  6. આ યોજના ઓનલાઈન પોર્ટલ https://pmcaresforchildren.in દ્વારા ઉપલબ્ધ છે. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને હવે 28 ફેબ્રુઆરી, 2022 સુધીમાં આ પોર્ટલ પર પાત્ર બાળકોને ઓળખવા અને નોંધણી કરવા માટે કહેવામાં આવ્યું છે. કોઈપણ નાગરિક આ પોર્ટલ દ્વારા આ યોજના હેઠળ યોગ્ય બાળક વિશે વહીવટીતંત્રને જાણ કરી શકે છે.

આ પણ વાંચો :  ‘મહારાષ્ટ્રમાં 2 લાખ કરોડનું રોકાણ, 3 લાખ યુવાનોને રોજગાર’, TV9 કોન્ક્લેવમાં ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ દ્વારા જાહેરાત

Next Article