મુકેશ અંબાણી(Mukesh Ambani)ની આગેવાની હેઠળની રિલાયન્સ ગ્રુપની ડિમર્જ્ડ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ(NBFC) કંપની Jio Financial Services Ltd અન્ય સૂચકાંકોની સાથે NIFTY50 માંથી 7 સપ્ટેમ્બરે ડિલિસ્ટ કરવામાં આવશે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (NSE) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. NSE લિમિટેડે ડિ-મર્જર પ્રક્રિયા હેઠળ 20 જુલાઈથી અલગ-અલગ ઈન્ડેક્સમાં જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડનો સમાવેશ કર્યો હતો. ડિ-મર્જરના એક મહિના પછી 21 ઓગસ્ટ, 2023ના રોજ Jio Financial લિસ્ટ થયું હતું.
નિયમો મુજબ Jio Financial એ NSE પર 4 સપ્ટેમ્બર, 2023 અને 5 સપ્ટેમ્બર, 2023 ના રોજ સતત બે ટ્રેડિંગ દિવસોમાં સર્કિટ મર્યાદા સુધી પહોંચી નથી. આ કારણોસર હવે NSE ઈન્ડેક્સ લિમિટેડની ઈન્ડેક્સ મેઈન્ટેનન્સ સબકમિટી (ઈક્વિટી) એ આ સ્ટોકને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે શેરની કિંમતોમાં ઊંચી વધઘટ ટાળવા માટે Jio Financial ને NSE ના ઘણા સૂચકાંકોનો એક ભાગ બનાવવામાં આવ્યો હતો. આનાથી શેરના ભાવ પર દેખરેખ રાખવામાં મદદ મળી. હવે નિફ્ટી50 સિવાય, આ સ્ટોક નિફ્ટી 100, નિફ્ટી 200 અને નિફ્ટી 500 ઇન્ડેક્સમાંથી પણ દૂર કરવામાં આવશે.
તાજેતરમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE એ Jio ફાયનાન્સિયલ સર્વિસિસના શેર માટેની સર્કિટ મર્યાદા 5 ટકાથી વધારીને 20 ટકા કરી છે. આ પગલું એ સુનિશ્ચિત કરશે કે કંપનીના શેરના ભાવ એક સત્રમાં ચોક્કસ મર્યાદા કરતાં વધુ વધઘટ ન થાય. ‘સર્કિટ’ સિસ્ટમનો ઉપયોગ BSE દ્વારા સ્ટોકમાં ઊંચી વધઘટને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. આ એક દિવસમાં સ્ટોકની મહત્તમ વધઘટની મર્યાદા છે. વધુમાં, 1 સપ્ટેમ્બરના રોજ, બેન્ચમાર્ક સેન્સેક્સ સહિત તમામ BSE સૂચકાંકોમાંથી Jio ફાઇનાન્શિયલના શેર દૂર કરવામાં આવ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGM બાદ Jio Financialsના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. Jio Financial એ રિટેલ ધિરાણ, AMC, વીમા અને ડિજિટલ પેમેન્ટ્સમાં પ્રવેશની જાહેરાત કરી છે. આ પછી વિશ્લેષકો કહે છે કે જેએફએસએલને આરઆઈએલના ઉત્તમ વિતરણ નેટવર્કનો લાભ મળી શકે છે.
Jio Financial ના શેર તાજેતરમાં લિસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ સત્રોમાં આ શેરમાં 21 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 266.95 રૂપિયા છે. જ્યારે, 52 સપ્તાહની નીચી કિંમત 202.80 રૂપિયા છે.