Jeff Bezos 59 વર્ષની ઉંમરે વરરાજા બનશે, અગાઉના છૂટાછેડાની 38 અબજ ડોલરની ભૂલ સુધારવા આ તકેદારી રાખશે

|

May 31, 2023 | 7:35 AM

વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની (E-Commerce Company)એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ(Amazon Founder Jeff Bezos) 59 વર્ષની ઉંમરે ફરી એક વાર ઘોડી પર ચઢવા જઈ રહ્યા છે. બેઝોસ તેની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે આ વખતે તે પાછલી ભૂલનું પુનરાવર્તન નહીં કરે

Jeff Bezos  59 વર્ષની ઉંમરે વરરાજા બનશે, અગાઉના છૂટાછેડાની 38 અબજ ડોલરની ભૂલ સુધારવા આ તકેદારી રાખશે

Follow us on

વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની (E-Commerce Company)એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ(Amazon Founder Jeff Bezos) 59 વર્ષની ઉંમરે ફરી એક વાર ઘોડી પર ચઢવા જઈ રહ્યા છે. બેઝોસ તેની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે આ વખતે તે પાછલી ભૂલનું પુનરાવર્તન નહીં કરે જેના કારણે તેને અગાઉ 38 બિલિયન ડોલરનો ભારે ફટકો પડ્યો હતો. બેઝોસ અને તેની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટના 2019માં છૂટાછેડા થયા હતા. ત્યારપછી બેઝોસે તેને 38 બિલિયન ડોલરનું નુકસાન ચૂકવવું પડ્યું હતું. આ પાછળનું  કારણ એ હતું કે બેઝોસ અને સ્કોટ વચ્ચે સંપત્તિના વિભાજનને લઈને કોઈ સમજૂતી નહોતી. પરંતુ આ વખતે બેઝોસ આવું કોઈ જોખમ લેવા માંગતા નથી.

જેફ બેઝોસ વિશ્વના ધનકુબેરોનો યાદીમાં ત્રીજા ક્રમે

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર બેઝોસ 144 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં ત્રીજા નંબરે છે. પોતાની અઢળક સંપત્તિ બચાવવા માટે તે લગ્ન પહેલા સાંચેઝ સાથે કરાર કરવા માંગે છે જેથી વધુ લગ્ન તૂટવાના કિસ્સામાં તેને કોઈ નુકસાન ન થાય. બેઝોસ અને સાંચેઝની તાજેતરમાં સગાઈ થઈ હતી. આ અવસર પર બેઝોસે સાંચેઝને 20 કેરેટની હીરાની વીંટી આપી હતી  જેની કિંમત 2.5 મિલિયન ડોલર હતી. સગાઈ સમારોહ સુપરયાટ કોરુ પર યોજાયો હતો. બેઝોસ એક સમયે વિશ્વના સૌથી મોટા અબજોપતિ હતા પરંતુ હવે તેઓ બર્નાર્ડ આર્નોલ્ટ અને એલોન મસ્ક પછી ત્રીજા સ્થાને છે. સ્કોટ 27.1 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 50માં નંબરે છે.

લોરેન સાંચેઝ પણ ખુબ ધનિક છે

બેઝોસની મંગેતર 53 વર્ષીય લોરેન સાંચેઝ પણ ખૂબ જ અમીર મહિલા છે. તે એરિયલ વીડિયો કંપની બ્લેક ઓપ્સ એવિએશનની માલિક છે. આ સાથે તેની પાસે વોશિંગ્ટનમાં 6.2 મિલિયન ડોલરનું ઘર પણ છે. બ્લેક ઓપ્સ દ્વારા તેની પાસે બે હેલિકોપ્ટર છે. એક BELL 429 અને બીજું AS350 છે. આ સિવાય તેની પાસે સિંગલ એન્જિન એરક્રાફ્ટ સિરસ એસઆર22 પણ છે. તેણી પાસે વોશિંગ્ટનમાં એક એસ્ટેટ પણ છે જે તેણીને તેના ભૂતપૂર્વ પતિ પાસેથી વારસામાં મળી છે. 7,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી આ પ્રોપર્ટી 2017માં $6.2 મિલિયનમાં ખરીદવામાં આવી હતી. બેઝોસ અને સાંચેઝની મિત્રતા 2018માં શરૂ થઈ હતી. 2021 માં, પાવર કપલે હવાઈમાં 14 એકરનું બીચફ્રન્ટ ઘર $78 મિલિયનમાં ખરીદ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article