ITR Refund: આ નાની ભૂલને કારણે ટેક્સ રિફંડના પૈસા અટકી શકે છે!

|

Jan 12, 2022 | 7:00 AM

એ ધ્યાન રાખવું જરૂરી છે  કે દરેકને ITR રિફંડ માટે પૈસા મળતા નથી. તેની કેટલીક ખાસ શરતો છે.

ITR Refund: આ નાની ભૂલને કારણે ટેક્સ રિફંડના પૈસા અટકી શકે છે!
આવકવેરા વિભાગ ટેક્સ રિફંડના પૈસા તે જ ખાતામાં મોકલે છે જે PAN કાર્ડ સાથે લિંક છે.

Follow us on

એ ધ્યાન રાખવું જરૂરી છે  કે દરેકને ITR રિફંડ માટે પૈસા મળતા નથી. તેની કેટલીક ખાસ શરતો હોય છે. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ વ્યક્તિએ નાણાકીય વર્ષમાં ટેક્સ મર્યાદા કરતાં વધુ ટીડીએસ કપાઈ ગયું હોય અથવા જો ઈન્કમટેક્સના પૈસા ઉમેરવામાં આવ્યા હોય અને ભૂલથી ભરાઈ ગયા હોય તો જ સરકાર તેને પરત આપે છે.

બેન્ક ખાતાની વિગતો ભરવામાં ચોકસાઈ જરૂરી

સરકાર તરફથી પૈસા પરત આપવાનું કામ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કરદાતા ITR ફાઈલ કરવાનું કામ પૂર્ણ કરે અને તેને વેરીફાઈ કરી દે છે. સરકાર તે જ બેંક ખાતામાં નાણાં પરત કરે છે જે કરદાતાએ તેના ITRમાં લખ્યા હોય છે. એટલે કે આઈટીઆરમાં જે ખાતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ટેક્સ રિફંડની રકમ પણ આવે છે.

બેન્ક ખાતા સાથે PAN લિંક હોવું જરૂરી

સરકાર અથવા આવકવેરા વિભાગ ટેક્સ રિફંડના પૈસા તે જ ખાતામાં મોકલે છે જે PAN કાર્ડ સાથે લિંક છે. તેથી ધ્યાનમાં રાખો કે જો તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર બેંક ખાતું આપ્યું છે, પરંતુ તે એકાઉન્ટ PAN CARD સાથે લિંક નથી તો લાખ પ્રયત્નો છતાં પણ તેમાં રિફંડના પૈસા આવશે નહીં. જો પૈસા મેળવવા હોય તો ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર PANને પ્રિ-વેલિડ કરો. રિફંડના નાણાં મેળવવા માટે આ કામ ખૂબ મહત્વનું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બેન્ક એકાઉન્ટ કેવી રીતે કરી શકાશે વેરીફાઈ?

ITR ફાઈલ કર્યા બાદ અને રિફંડની રાહ જોયા બાદ ઈ-ફાઈલિંગ પોર્ટલ પરના એકાઉન્ટમાંથી PANને વેરીફાઈ કરવું પડશે. તેનો ઉકેલ સરળ છે અને ક્યાંય જવાની જરૂર નથી. ઘરે કમ્પ્યુટર પર કામ થઈ જાય છે. ઈન્કમટેક્સ પોર્ટલ પર જાઓ અને તેમાં ‘‘My Profile’ ટેબ પર ક્લિક કરો.

આ ટેબમાં તમારી બધી જાણકારીને સંકલિત કરો. આ સાથે જ જુઓ કે અગાઉ આપેલું પાન કાર્ડ સાચું છે કે નહીં તે તપાસો. આપેલ મોબાઈલ નંબર સાચો છે કે નહીં. જો બંને બાબતો સાચી હોય તો કોઈ વાંધો નથી. જો કોઈ પાન નંબર નથી તો તરત જ તેમાં ઉમેરી દો. આઈટી પોર્ટલમાં PAN અને મોબાઈલ નંબર બેંકમાં આપેલા સમાન હોવા જોઈએ.

જો બંને જગ્યાએ આ માહિતી સરખી ન હોય તો તમારે પહેલા બેંકમાં PAN અથવા મોબાઈલ નંબરની માહિતી સુધારવી જોઈએ કારણ કે પૈસા બેંક ખાતામાં જ આવવાના હોય છે. આ રીતે પૈસા અટકી જશે. જો તમે બેંકમાં PAN લિંક કરો છો તો ટેક્સ પોર્ટલના પ્રોફાઈલ ટેબમાં રિકવેસ્ટ બતાવવામાં આવશે. રિકવેસ્ટ પૂર્ણ થયા પછી ટેબ અપડેટ કરવામાં આવશે. જો તેને રિજેક્ટ કરવામાં આવે તો તેની માહિતી પણ અહીંથી મળી જશે.

 

આ પણ વાંચો : TATA GROUP ના આ શેરે 1 વર્ષમાં રોકાણકારોને આપ્યું 2800 ટકા રિટર્ન, 1 વર્ષમાં 1 લાખ ના થયા 29 લાખ

 

આ પણ વાંચો : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું, ગુજરાત સહીત આ 3 રાજ્યમાં સ્થિતિમાં ઝડપી સુધારો

Next Article