ITR : ઘરે બેઠા આ 15 સ્ટેપ્સ દ્વારા નાણાંકીય વર્ષ 2021-22 નું ITR-1 ભરો, જાણો રિટર્ન દાખલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

|

Jun 30, 2022 | 7:31 AM

કરદાતાઓની સુવિધા માટે સરકારે રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે ઘણા વિકલ્પો આપ્યા છે. આમાં, કરદાતા ITR સંપૂર્ણપણે ઓનલાઈન ભરી શકે છે.

ITR : ઘરે બેઠા આ 15 સ્ટેપ્સ દ્વારા નાણાંકીય વર્ષ 2021-22 નું ITR-1 ભરો, જાણો રિટર્ન દાખલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
ITR Filing Last Date date 31st July 2022

Follow us on

નાણાકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે વ્યક્તિગત કરદાતા દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે. આ કરદાતાઓ જેમની કુલ વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધીની છે તેમણે કોઈપણ સંજોગોમાં છેલ્લી તારીખ સુધીમાં ફાઇલ કરવું જોઈએ જેથી રિટર્ન ન ભરવાની સ્થિતિમાં મુશ્કેલી ટાળી શકાય. આ પ્રક્રિયા મુશ્કેલ નથી અને કોઈપણ કરદાતા ઘરે બેઠા ITR ઓનલાઈન ભરી શકે છે. કરદાતાઓની સુવિધા માટે સરકારે રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે ઘણા વિકલ્પો આપ્યા છે. આમાં, કરદાતા ITR સંપૂર્ણપણે ઓનલાઈન ભરી શકે છે અથવા તે અમુક ભાગ ઓનલાઈન અને અમુક ભાગ ઓફલાઈન ભરી શકે છે.

  1. જાણો ઘરે બેઠા ડિજિટલ મોડમાં રિટર્ન કેવી રીતે ભરવું
  2. ડિજિટલ મોડ દ્વારા આખું ફોર્મ ભરવા માટે તમારે પહેલા આવકવેરાની સત્તાવાર વેબસાઇટ incometax.gov.in પર જવું પડશે.
  3. PAN અથવા આધાર નંબરનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લોગિન કરો.
  4. લોગીન કર્યા પછી તમારે ઈ-ફાઈલમાં જઈને ઈન્કમ ટેક્સ રિટર્ન પસંદ કરવાનું રહેશે
  5. હવે મેનુમાંથી ‘ફાઈલ ઈન્કમ ટેક્સ’ પસંદ કરો
  6. નાણાકીય વર્ષ 2021-22 પસંદ કરો અને રિટર્ન ફાઇલિંગ મોડ માટે ‘ઓનલાઈન’ પસંદ કરો
  7. એપ્લિકેશન સ્ટેટસમાં વ્યક્તિગત પસંદ કરો અને લેન્ડિંગ પેજ પર ITR-1 ફોર્મ પસંદ કરો
  8. Let’s get started પર ક્લિક કરો
  9. ITR ફાઇલ કરવાનું કારણ પસંદ કરો અને ‘Continue’ પર ક્લિક કરો
  10. Let’s validate your pre-filled return’ વિકલ્પમાં, આપેલ સૂચનાઓ મુજબ આવક, કપાત, કર ચૂકવેલ અને કર જવાબદારી સંબંધિત 5 ટેબ ભરો.
  11. રીટર્ન સમરી પર જાઓ અને જુઓ કે તમામ 5 ટેબ Confirmed નો વિકલ્પ દર્શાવે છે. પછી ટેક્સ સમરી માટે ક્લિક કરો
  12. ટેક્સ સમરી માં તમારી બધી માહિતીને ક્રોસચેક કરો
  13. તે પછી declaration ટેબ પર જાઓ અને જરૂરી માહિતી ભર્યા પછી પ્રીવ્યુ રિટર્ન વિકલ્પ પર ક્લિક કરો
  14. દાખલ કરેલી બધી માહિતી સાચી છે તેની ખાતરી કર્યા પછી Proceed to Validation પર ક્લિક કરો. જો તમે કેટલાક સુધારા કરવા માંગતા હોય તો ભૂલ સુધારવા માટે એડિટ પર ક્લિક કરો.
  15. Validation પછી તમારું ITR ચકાસવું પણ જરૂરી છે. આ કામ તમે આધાર OTP દ્વારા કરી શકો છો અથવા તમે આઈટીઆર ઈ-ફાઈલિંગના 120 દિવસની અંદર પોસ્ટ દ્વારા આઈટીઆરની પ્રિન્ટ સીપીસી આઈટી વિભાગ, બેંગ્લોરને મોકલી શકો છો.

 

Published On - 7:30 am, Thu, 30 June 22

Next Article