ITR filing: આ વર્ષે ટેક્સ ફાઇલિંગ સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, રિટર્ન ફાઈલ કરતા પહેલા જાણીલો આ અગત્યની માહિતી

|

Dec 24, 2021 | 6:32 AM

સૌથી મોટો ફેરફાર PFને ટેક્સના દાયરામાં લાવવાનો છે. PFમાંથી માત્ર 2.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરમુક્તિમાં રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પીએફમાં રોકાણ કર્યા પછી 2.5 લાખ રૂપિયાથી વધુ કમાય છે તો તેના પર ટેક્સ લાગશે.

ITR filing: આ વર્ષે ટેક્સ ફાઇલિંગ સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, રિટર્ન ફાઈલ કરતા પહેલા જાણીલો આ અગત્યની માહિતી
ITR filing

Follow us on

આ વર્ષે આવકવેરા રિટર્ન ફાઇલિંગ (ITR filing) સંબંધિત ઘણા નિયમો બદલાયા છે. રિટર્ન ફાઈલ કરતા પહેલા તમારે નવા નિયમો વિશે જાણવું જોઈએ જેથી આ કામમાં કોઈ મુશ્કેલી ન આવે. આ વર્ષના બજેટમાં સરકારે જણાવ્યું હતું કે આવકવેરાના નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમોને ધ્યાનમાં રાખીને ટેક્સ રિટર્ન ભરવું જોઈએ.

સૌથી મોટો ફેરફાર PFને ટેક્સના દાયરામાં લાવવાનો છે. PFમાંથી માત્ર 2.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરમુક્તિમાં રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પીએફમાં રોકાણ કર્યા પછી 2.5 લાખ રૂપિયાથી વધુ કમાય છે તો તેના પર ટેક્સ લાગશે. આ નિયમ 1લી એપ્રિલ 2021ના રોજ અથવા તે પછી પીએફમાં જમા કરાયેલા પૈસા પર લાગુ થશે.

વરિષ્ઠ નાગરિકોને રાહત
નવા ટેક્સ ફાઇલિંગમાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપવામાં આવી છે. 75 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે નવી જોગવાઈ લાવવામાં આવી છે. આ છૂટ ફક્ત એવા વરિષ્ઠ નાગરિકોને જ મળશે જેમની કમાણી પેન્શન અને વ્યાજમાંથી છે. આવી આવક મેળવતા વરિષ્ઠ નાગરિકોને ITR ફાઇલ કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ છૂટ ફક્ત રિટર્ન ફાઇલિંગ માટે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

TDS વધુ કાપવામાં આવશે
જે લોકો ITR ફાઇલ નથી કરતા તેમનો TDS વધુ કાપવામાં આવશે. કલમ 206AB મુજબ જેમણે છેલ્લા બે વર્ષથી ITR ફાઈલ નથી કર્યું, તેમનો TDS વધુ કાપવામાં આવશે. જો છેલ્લા બે વર્ષનો TDS રૂ 50,000 થી વધુ હોય તો વધુ TDS કાપવામાં આવશે. આવી જ જોગવાઈ કલમ 206CCAના સ્વરૂપમાં લાવવામાં આવી છે.

ULIP પર ટેક્સ
બજેટમાં વધુ પ્રીમિયમ ધરાવતી યુલિપને પણ ટેક્સ બ્રેકેટમાં રાખવામાં આવી છે. ULIP પૉલિસીનું રિડેમ્પશન માત્ર ત્યારે જ કરમુક્ત રહેશે જો સંપૂર્ણ ચૂકવેલ પ્રીમિયમ રૂ. 2.5 લાખથી વધુ ન હોય. આ માટેનો સમયગાળો 1 ફેબ્રુઆરી 2021 રાખવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિએ આ પહેલા ULIP ખરીદ્યું હોય તો મેચ્યોરિટી પર કોઈ ટેક્સ લાગશે નહીં.

ITR FILING છેલ્લી તારીખ
આ વર્ષથી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આ તારીખ રિટર્ન ફાઈલ કરવા માટેની સમય મર્યાદા છે. જો કે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે.

Annual Information Statement ની શરૂઆત
આવકવેરા વિભાગે તાજેતરમાં annual information statementની સિસ્ટમ શરૂ કરી છે. આ ટેક્સ ફાઇલિંગ માટેના નવા પોર્ટલ માટે છે. આ સિસ્ટમ હાલના ફોર્મ 26AS ને બદલશે. નવી સિસ્ટમમાં કરદાતાને ટેક્સ ક્રેડિટ, ટેક્સ કલેક્શન, ટેક્સ કપાત, એડવાન્સ ટેક્સ, વ્યાજની આવક, ડિવિડન્ડની આવક, મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો, વિદેશી રેમિટન્સ, સેલરી બ્રેકઅપ, બધી જ માહિતી એકસાથે મળશે.

 

આ પણ વાંચો :  ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન માટે સરકારે વાહન ઉત્પાદકોને જાહેર કરી એડવાઈઝરી, ઘટશે પેટ્રોલનું બિલ

આ પણ વાંચો : RBI એ One Mobikwik અને Spice Money ને ફટકાર્યો દંડ, નિયમ તોડવા બદલ કરાઈ કાર્યવાહી

Next Article