ITR Filing: ઇન્કમ ટેક્સ રિટર્નમાં કેપિટલ માર્કેટમાંથી થતી આવકને કઈ રીતે દર્શાવવી? જાણો વિગતવાર

|

Jul 29, 2022 | 7:16 AM

શેરબજારમાંથી થતી કમાણી પર ટેક્સ પહેલા શેરબજારથી શું ફાયદો થાય છે તે સમજવું જરૂરી છે. શેરના વેપારથી બે પ્રકારના મૂડી લાભો છે, પ્રથમ ટૂંકા ગાળાનો મૂડી લાભ અને બીજો લાંબા ગાળાનો મૂડી લાભ. 1 વર્ષથી ઓછા સમયગાળામાં થયેલી કમાણીને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન કહેવામાં આવે છે

ITR Filing: ઇન્કમ ટેક્સ રિટર્નમાં કેપિટલ માર્કેટમાંથી થતી આવકને કઈ રીતે દર્શાવવી? જાણો વિગતવાર
File Image

Follow us on

શેર(Stock Trading)ના વેપારથી બે પ્રકારના મૂડી લાભ થાય છે… પ્રથમ ટૂંકા ગાળાનો મૂડી લાભ(Short term capital gain) અને બીજો લાંબા ગાળાનો મૂડી લાભ(Long term capital gain). એક વર્ષથી ઓછા સમયગાળામાં થયેલી કમાણીને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન કહેવાય છે અને એક વર્ષ કે તેથી વધુ સમયગાળામાં થયેલી કમાણીને લોંગ ટર્મ કેપિટલ ગેઈન કહેવાય છે. આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ(ITR Filing Last Date) 31 જુલાઈએ પૂરી થઈ રહી છે. તેથી જ અમે તમારા માટે આ બાબતને લઈ આ અહેવાલ તમને મદદરૂપ સાબિત થશે.

ઉદાહરણ તરીકે, જો તમારી પાસે મૂડીબજારમાંથી આવક છે, તો આવકવેરા રિટર્નમાં આ માહિતી આપવી જરૂરી છે. એક વેપારી તરીકે તમે ખોટ કરી હોય કે નફો તમારા માટે ટેક્સ ચૂકવવો જરૂરી છે. મોટાભાગના લોકોને લાગે છે કે તેમને નુકસાન થયું છે તેથી તેમના માટે ટેક્સ ચૂકવવો જરૂરી નથી. આમ કરવાથી તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. એ નોંધવું જોઇએ કે ટેક્સ P&L રિપોર્ટ્સમાં સSpeculative Equity Intraday Trades, Non Speculative F&A Trades, Delivery Tradesમાંથી મૂડી લાભ અને ચાર્જિસ, ટેક્સ વગેરેનો સમાવેશ થાય છે.

શેરબજારની કમાણી સમજો

શેરબજારમાંથી થતી કમાણી પર ટેક્સ પહેલા શેરબજારથી શું ફાયદો થાય છે તે સમજવું જરૂરી છે. શેરના વેપારથી બે પ્રકારના મૂડી લાભો છે, પ્રથમ ટૂંકા ગાળાનો મૂડી લાભ અને બીજો લાંબા ગાળાનો મૂડી લાભ. 1 વર્ષથી ઓછા સમયગાળામાં થયેલી કમાણીને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન કહેવામાં આવે છે અને એક વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે થયેલી કમાણીને લોંગ ટર્મ કેપિટલ ગેઈન કહેવાય છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

હવે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ વિશે જાણીએ. આ નામ સૂચવે છે તેમ, આ કમાણી એક જ દિવસમાં થાય છે. એટલે કે, સવારથી સાંજ સુધીના સમયમાં તમે શેરબજારમાં પૈસા રોકો અને તેને વેચીને નફો મેળવો તો તેને ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કહેવામાં આવે છે અને તેમાંથી નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે. આવી સ્થિતિમાં તેઓએ તેમના નફા પર 15 ટકા આવકવેરો ચૂકવવો પડશે. ધ્યાનમાં રાખો કે ઇન્ટ્રા-ડે કમાણીને સટ્ટાકીય વ્યવસાય તરીકે ગણવામાં આવે છે, તેથી તમારે ITR ફાઇલ કરતી વખતે ITR-3 ફોર્મનો ઉપયોગ કરવો પડશે.

ITR-2 ક્યારે ફાઇલ કરી શકાય ?

જો તમે શેરબજારમાં એક દિવસથી વધુ સમય માટે શેર ખરીદો છો, તો તમારે તેમાંથી કમાણી કરવા માટે ITR-2 ફોર્મ ભરવું પડશે. જો તમારી કમાણી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે તો તમારે 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે તમારી કમાણી લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તો 1 લાખ રૂપિયાથી વધુની રકમ પર 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જણાવી દઈએ કે 1 લાખ રૂપિયા સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ પર ઈન્કમ ટેક્સમાં છૂટ આપવાની જોગવાઈ છે.

કેપિટલ ગેઇન્સ એ કેપિટલ એસેટ્સ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક્સ, સોનું અને રિયલ એસ્ટેટમાંથી નફો છે. કરદાતાઓએ ITR ફોર્મના CG શેડ્યૂલમાં કેપિટલ ગેઇન્સ ફાઇલ કરવાનો હોય છે. ટેક્સ નિષ્ણાતો કહે છે કે આવા કરદાતાઓ જે ટેક્સના દાયરામાં આવતા નથી પરંતુ તેમને લાંબા ગાળાનો મૂડી લાભ મળ્યો છે અને તેની મર્યાદા મુક્તિ મર્યાદા કરતાં વધી ગઈ છે, તો તેમણે ITR ફાઇલ કરવી આવશ્યક છે.

 

Next Article