ITR Filing Date Extended : કરદાતાઓને મોટી રાહત, આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

|

Sep 09, 2021 | 8:26 PM

ITR Filing Date Extended : સરકારે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે.

ITR Filing Date Extended : કરદાતાઓને મોટી રાહત, આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી
ITR

Follow us on

સરકારે આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારી દીધી છે. આવકવેરા ચૂકવનારા હવે 31 ડિસેમ્બર સુધી આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે કહેવામાં આવ્યું હતું કે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 સુધી હતી, જે 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવવામાં આવી છે.

ઇન્કમ ટેક્સ ઇન્ડિયાએ ટ્વિટ કર્યું, ” વર્ષ 2021-22 માટે આઇટી એક્ટ, 1961 હેઠળ આવકવેરા રિટર્ન (આઇટીઆર) અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાં કરદાતાઓ દ્વારા નોંધાયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, સીબીડીટીએ આઇટીઆર ઇલિંગ અને ઓડિટ રિપોર્ટની નિયત તારીખો વર્ષ 21-22 માટે લંબાવવામાં આવી છે.

આવકવેરા રિટર્ન કેવી રીતે ભરવું?

આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે સૌ પહેલા તમારે આવકવેરાના સત્તાવાર પોર્ટલ https://www.incometax.gov.in પર જવું પડશે. તમારી PAN વિગતો, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કર્યા પછી ઇ-ફાઇલિંગ પોર્ટલ પર લોગ ઇન કરો.
પછી ઈ-ફાઈલ મેનૂ પર ક્લિક કરો અને ઈન્કમટેક્સ રિટર્ન લિંક પર ક્લિક કરો.
આવકવેરા રિટર્ન પેજ પર PAN ઓટો પોપ્યુલેટ થશે, અહીં ચાલુ વર્ષે પસંદ કરો, હવે ITR ફોર્મ નંબર પસંદ કરો, હવે તમારે ફાઇલિંગ પ્રકાર પસંદ કરવો પડશે જેમાં ઓરીજનલ / સુધારેલ રિટર્ન પસંદ કરવું પડશે.
આ પછી, હવે સબમિશન મોડ પસંદ કરો જેમાં ઓનલાઇન તૈયારી અને સબમિટ પસંદ કરવાનું રહેશે.
પછી ચાલુ રાખો પર ક્લિક કરો. આ કર્યા પછી પોર્ટલ પર આપેલ માર્ગદર્શિકા વાંચો. ઓનલાઇન ITR ફોર્મમાં ખાલી હોય તેવા તમામ ક્ષેત્રોમાં તમારી વિગતો ભરો.
આ પછી ફરીથી ટેક્સ અને વેરિફિકેશન ટેબ પર જાઓ અને તમારા અનુસાર વેરિફિકેશન વિકલ્પ પસંદ કરો. પૂર્વાવલોકન અને સબમિટ બટન પર ક્લિક કરો, ITR માં દાખલ કરેલા ડેટાને ચકાસો. છેલ્લે ITR સબમિટ કરો

આ પણ વાંચો : Afghanistan Crisis: હક્કાની નેટવર્ક સંબંધિત નિવેદનને કારણે અમેરિકા પર લાલચોળ થયેલા તાલિબાને કહ્યું – આવી કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં

આ પણ વાંચો : Ahmedabad: ન્યુ મણિનગર વિસ્તારને મળ્યું પ્રથમ ગાર્ડન, નાગરિકોને મળી આ સુવિધા

Published On - 7:59 pm, Thu, 9 September 21

Next Article