IT Refund : આવકવેરા વિભાગે 24 લાખ કરદાતાઓને 67401 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, આ રીતે તપાસો તમારું સ્ટેટ્સ

|

Sep 05, 2021 | 12:01 PM

આવકવેરા વિભાગે ટ્વિટ કરીને કહ્યું કે, "CBDT એ 1 એપ્રિલ, 2021 અને 30 ઓગસ્ટ, 2021 ની વચ્ચે 23.99 લાખથી વધુ કરદાતાઓને 67401 કરોડ કરોડ રૂપિયા રિફંડ કર્યા છે. આમાં 22,61,918 વ્યક્તિગત કરદાતાઓને 16373 કરોડ અને કંપની ટેક્સ હેઠળ 1,37,327 કેસોમાં 51,029 કરોડ રિલીઝ કરવામાં આવ્યા છે.

સમાચાર સાંભળો
IT Refund  : આવકવેરા વિભાગે 24 લાખ કરદાતાઓને 67401 કરોડ રૂપિયા  રિફંડ આપ્યું, આ રીતે તપાસો તમારું સ્ટેટ્સ
IT Refund

Follow us on

આવકવેરા વિભાગે (Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ (FY 2021-22) માં 30 ઓગસ્ટ સુધી 23.99 લાખથી વધુ કરદાતાઓને 67,401 કરોડ રૂપિયાથી વધુના રિફંડ જારી કર્યા છે. આ આંકડા 1 એપ્રિલ 2021 થી 30 ઓગસ્ટ 2021 ની વચ્ચે જારી કરાયેલા રિફંડના છે. આમાંથી વ્યક્તિગત આવકવેરા પરત 16,373 કરોડ રૂપિયા હતા જ્યારે કોર્પોરેટ્સનું ટેક્સ રિફંડ 51,029 કરોડ રૂપિયા હતું.

આવકવેરા વિભાગે ટ્વિટ કરીને કહ્યું કે, “CBDT એ 1 એપ્રિલ, 2021 અને 30 ઓગસ્ટ, 2021 ની વચ્ચે 23.99 લાખથી વધુ કરદાતાઓને 67401 કરોડ કરોડ રૂપિયા રિફંડ કર્યા છે. આમાં 22,61,918 વ્યક્તિગત કરદાતાઓને 16373 કરોડ અને કંપની ટેક્સ હેઠળ 1,37,327 કેસોમાં 51,029 કરોડ રિલીઝ કરવામાં આવ્યા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

 

 

નોંધનીય છે કે છેલ્લા નાણાકીય વર્ષ 2020-21 માં આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડના ટેક્સ રિફંડ જારી કર્યા હતા. આ નાણાકીય વર્ષ 2019-20માં જારી કરવામાં આવેલા 1.83 લાખ કરોડ રૂપિયાના રિફંડ કરતા 43.2 ટકા વધારે હતા.

ક્યા રિફંડની સ્થિતિ ચેક કરવી ?
તમારા ખાતામાં આવકવેરા રિફંડ પ્રાપ્ત થયું છે કે નહીં તે જોવા માટે તમે સ્ટેટ્સ ચકાસી શકો છો. રિફંડની સ્થિતિ તપાસવા માટે તમારે આવકવેરા વિભાગના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લેવી પડશે.

ટેક્સ રિફંડ શું છે?
નાણાકીય વર્ષમાં આવકવેરા ચૂકવનારાઓના અંદાજિત રોકાણ દસ્તાવેજના આધારે એડવાન્સ કાપવામાં આવે છે પરંતુ જ્યારે તે નાણાંકીય વર્ષના અંત સુધીમાં અંતિમ દસ્તાવેજ સબમિટ કરે છે ત્યાર પછી જો ગણતરીમાં તેને ખબર પડે કે તેનો ટેક્સ વધુ કાપવામાં આવ્યો છે અને તેણે આવકવેરા વિભાગમાંથી પૈસા રિફંડ માંગે છે જે માટે ITR ફાઇલ કરી શકે છે અને રિફંડ મેળવી શકે છે.

૩૦ સપ્ટેમ્બર પેહલા આધાર સાથે પાનને લિંક કરો
જો તમે હજુ સુધી PAN ને તમારા Aadhaar સાથે લિંક(Aadhaar Card PAN linking) કર્યું નથી તો આવનારા દિવસોમાં તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આધાર (Aadhaar) નંબર અને PAN લિંક કરનારા જ અગત્યના ટ્રાંઝેશકશન કરી શકશે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ રોકાણકારોને નિરંતર ટ્રાન્ઝેક્શન માટે 30 સપ્ટેમ્બર, 2021 પહેલા તેમના આધાર નંબરને PAN સાથે લિંક કરવાનું રિમાઇન્ડર આપ્યું છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ની સૂચના અનુસાર જો 30 સપ્ટેમ્બર સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN કામ કરવાનું બંધ કરી દેશે. જો પાન નહીં હોય તો કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં.

 

આ પણ વાંચો :  PNB લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે , જાણો કઈ રીતે

 

આ પણ વાંચો : હવે વાહનચાલકો કર્કશ હોર્ન નહિ પરંતુ સૂરીલી ધૂન વગાડી સાઈડ માંગશે ! જાણો શું બદલાવ લાવી રહી છે સરકાર 

 

 

Next Article