PIB Fact Check : એક ચોંકાવનારો મેસેજ આમ આદમી સહીત દેશના નાના – મોટા વેપારીઓ, નોકરિયાતો અને રોજમદારોની ઊંઘ હરામ કરી રહ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છ કે ફરી એકવાર દેશવ્યાપી લોકડાઉન થવા જઈ રહ્યું છે અને દિવાળી સુધી તમામ ટ્રેન સેવાઓ સ્થગિત રહેશે. શું તમે આવો કોઈ મેસેજ જોયો છે? જો હા, તો માહિતીને હકીકત તરીકે સ્વીકારી ચિંતામાં ગરકાવ થવાના સ્થાને તમારા માટે આ સમાચારની પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે. ખરેખર આ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતા દેશમાં ફરી એક વખત લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. PIB Fact Check આ માહિતી બાબતે ખુલાસો કર્યો છે.
હકીકત શું છે?
PIB Fact Check તેના ટ્વિટર હેન્ડલ પર આ મેસેજ બાબતે જણાવ્યું હતું કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસ સંક્ર્મણની સંખ્યામાં વધારો થવાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવશે. આ સિવાય દિવાળી સુધી દેશભરમાં તમામ ટ્રેન સેવાઓ બંધ રહેશે. તેમણે કહ્યું કે આ બંને દાવા સંપૂર્ણપણે બોગસ અને ખોટા છે. અને કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.
दावा: #कोरोनावायरस संक्रमितों की संख्या बढ़ने से कल सुबह से देशभर में लॉकडाउन लगाया जाएगा और दिवाली तक देश में सभी ट्रेन सेवाएं बंद रहेंगी।#PIBFactCheck
▶️ये दावे #फ़र्ज़ी हैं।
▶️केंद्र सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गई है। pic.twitter.com/qN17v0MSbz
— PIB Fact Check (@PIBFactCheck) October 11, 2021
PIB એ સ્ક્રીનશોટ શેર કર્યો
PIB ફેક્ટ ચેકે તેના ટ્વીટમાં આ મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તેમાં જોવા મળે છે કે ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉન અને ટ્રેન સેવાઓ બંધ કરવા અંગે કોઈ જાહેરાત કરી નથી. તેની નીચે એક સ્ક્રીનશોટ પણ દેખાય છે, જેમાં લખ્યું છે, ‘ત્રીજી લહેર ખતરનાક છે, આવતીકાલ સવારથી લોકડાઉન થશે. એક દિવસમાં સાત લાખ કોરોના સંક્રમિત થયા છે. આ માહિતી બ્રેકિંગ ન્યૂઝમાં લખવામાં આવી છે કે દેશમાં તમામ ટ્રેન સેવાઓ દિવાળી સુધી બંધ છે.
જો તમને પણ આવા વોટ્સએપ મેસેજ મળ્યા હોય તો મોકલનારને ચેતવણી આપો કે તે સંપૂર્ણપણે નકલી છે. આ માહિતીને હકીકત માનશો નહીં અને તેને અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરશો નહીં. આજકાલ આવા ફેક મેસેજનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. અને તેમની સાથે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
PIB સરકારી યોજનાઓની ખોટી માહિતીઓનું ખંડન કરે છે
તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીને રદિયો આપે છે. જો તમને કોઈ સરકારી સંબંધિત મેસેજ ગેરમાર્ગે દોરનાર હોવાની શંકા હોય, તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ મોબાઇલ નંબર અથવા socialmedia@pib.gov.in ઇમેઇલ આઇડી પર 918799711259 મોકલી શકો છો.
આ પણ વાંચો : LPG Gas Cylinder કેમ મોંઘા થઈ રહ્યા છે? RTI દ્વારા સબસીડી અંગે થયેલા ખુલાસાથી ચોંકાવનારી હકીકત સામે આવી, જાણો વિગતવાર