IRFC IPO: પેહલા દિવસે 33% થયો સબ્સ્ક્રાઇબ, ક્યાં રોકાણકારો માટે નીવડી શકે છે લાભદાયક?

|

Jan 19, 2021 | 9:18 AM

ભારતીય રેલ્વેની સબ્સિડરી કંપની ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) નો IPO 18 જાન્યુઆરીએ 33 ટકા સબ્સ્ક્રાઇબ થઈ ચુક્યોછે. IPO હેઠળ કંપનીએ 124.75 કરોડ શેર જારી કર્યા છે.

IRFC IPO: પેહલા દિવસે 33% થયો સબ્સ્ક્રાઇબ, ક્યાં રોકાણકારો માટે નીવડી શકે છે લાભદાયક?
IRFC IPO

Follow us on

ભારતીય રેલ્વેની સબ્સિડરી કંપની ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) નો IPO 18 જાન્યુઆરીએ 33 ટકા સબ્સ્ક્રાઇબ થઈ ચુક્યોછે. IPO હેઠળ કંપનીએ 124.75 કરોડ શેર જારી કર્યા છે, અત્યાર સુધીમાં 50.97 કરોડ શેરની બોલી લગાવાઈ છે. કંપનીના એન્કર બુકને પહેલાથી જ રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

રિટેલ ઇન્વેસ્ટરો પણ કંપનીના IPOમાં ખૂબ રસ ધરાવે છે. બિડના પહેલા દિવસે રિટેલ વિભાગના 80 ટકા લોકોએ સબ્સ્ક્રાઇબ કર્યું છે. કર્મચારીઓ માટે અનામત પૈકી 2.5 વખત સબ્સ્ક્રાઇબ થયેલ છે. બિન-સંસ્થાકીય રોકાણકારો વિભાગમાં અત્યાર સુધીમાં 7.7 ટકા બિડ લગાવવામાં આવી છે, જ્યારે હજુ સુધી કોઈએ સંસ્થાકીય રોકાણકારોના વિભાગમાં બોલી લગાવી નથી. આ IPO હેઠળ 1,78,20,69,000 શેર જારી કરવામાં આવ્યા છે, તેમાંથી 1,18,80,46,000 ઇક્વિટી શેર નવા ઇશ્યૂ છે જ્યારે 59,40,23,000 ઇક્વિટી શેર ભારતના રાષ્ટ્રપતિ તરફથી વેચાઈ રહ્યા છે. 50 લાખના શેર કર્મચારીઓ માટે અનામત છે.

IRFCનો ઇશ્યૂ પ્રાઈસ 18 જાન્યુઆરીએ ખુલ્યો છે અને 20 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીના ઇશ્યૂનો પ્રાઈસ બેન્ડ શેર દીઠ 25-26 રૂપિયા છે. કંપનીને તેમાંથી 46,00 કરોડ રૂપિયા ઉભા કરવાની આશા છે. આઈપીઓ પછી કંપનીમાં સરકારનો હિસ્સો ઘટીને 86.4 ટકા થશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

IPO માં કેટલું રોકાણ કરવું પડશે
આ ઇસ્યુમાં ઓછામાં ઓછા 575 ઇક્વિટી શેર માટે બોલી લગાવવી જરૂરી રહેશે. વધુમાં વધુ 13 લોટ માટે આઈપીઓમાં પૈસાનું રોકાણ કરી શકાય છે. આઈઆરએફસીના આઈપીઓમાં ઇશ્યૂનો 50 ટકા હિસ્સો QIQ માટે અનામત છે. જ્યારે બિન-સંસ્થાકીય ખરીદદારો માટે 15 ટકા ANE રિટેલ રોકાણકારો માટે 35 ટકા અનામત છે.

લાંબા ગાળાના રોકાણ માટે વધુ યોગ્ય
IRFCના IPOમાં રોકાણ કરવાનીનિષ્ણાંતો ભલામણ કરે છે. આ IPO લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ માટે વધુ સારો છે. નિષ્ણાતો માને છે કે બજારમાં પાછા ફરતા રોકાણથી ફાયદો IPO અને FPOને મળી રહ્યો છે. આ એક સારો સંકેત છે. IRFCએ એન્કર રોકાણકારો પાસેથી 1,390 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. તેની સ્થાપના વર્ષ-1986 માં થઈ હતી. IRFC ઇન્ડિયન રેલ્વે માટે ડોમેસ્ટિક અને ઓવરસીઝ માર્કેટ (Overseas Markets)થી ફંડ એક્ત્ર કરવાનું કામ કરે છે.

 

આ પણ વાંચો: GONDAL APMCમાં લાલ મરચાં અને સફેદ ડુંગળીની થઈ પુષ્કળ આવક

Published On - 9:12 am, Tue, 19 January 21

Next Article