IRCTC : રેલવેની કંપનીના આ શેરમાં ઘટાડા છતાં લાંબા ગાળા માટે લાભદાયક રહેવાનું અનુમાન, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

|

Oct 27, 2021 | 9:39 AM

IRCTC ને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા 20 ઓક્ટોબરના રોજ F&O પ્રતિબંધ સૂચિમાં મૂકવામાં આવ્યું હતું. પ્રતિબંધની સૂચિમાં મૂકવામાં આવવાને કારણે શેર ગયા અઠવાડિયે દબાણમાં આવ્યો હતો. જોકે સોમવારે સ્ટોક પ્રતિબંધની યાદીમાંથી બહાર હતો તેમ છતાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો

IRCTC : રેલવેની કંપનીના આ શેરમાં ઘટાડા છતાં લાંબા ગાળા માટે લાભદાયક રહેવાનું અનુમાન, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય
IRCTC Stock Update

Follow us on

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના શેરમાં સતત ૫ દિવસમાં આવેલા ઘટાડા આબાદ આજે સુધારો દેખાયો હતો જોકે સ્ટોકમાં ઉતાર – ચઢાવની સ્થિતિ રહી હતી. IRCTCનો શેર શુક્રવારે 4631 પર નોંધાયો હતો જે આજે 4333 પર ઉપલા સ્તરે કારોબાર કરી રહ્યો છે. શેર તાજેતરમાં તેની રૂ. 6,393ની 52 સપ્તાહની ઊંચી સપાટીથી લગભગ 38% તૂટ્યો છે. વિશ્લેષકો હજુ પણ લાંબા ગાળા માટે શેરમાં તેજીમાં છે.

Indian Railway Ctrng nd Trsm Corp Ltd -IRCTC ના શેરની સ્થિતિ 
Open              4,250.50
High               4,334.80
Low                4,239.60
Mkt cap         68.75TCr
P/E ratio       230.53
Div yield       0.12%
52-wk high   6,396.30
52-wk low     1,290.05

IRCTC ને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા 20 ઓક્ટોબરના રોજ F&O પ્રતિબંધ સૂચિમાં મૂકવામાં આવ્યું હતું. પ્રતિબંધની સૂચિમાં મૂકવામાં આવવાને કારણે શેર ગયા અઠવાડિયે દબાણમાં આવ્યો હતો. જોકે સોમવારે સ્ટોક પ્રતિબંધની યાદીમાંથી બહાર હતો તેમ છતાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આજે ફરી રિકવર થઇ રહ્યો છે. કેટલાક બજાર નિષ્ણાતો માને છે કે શોર્ટ ટ્રેડર્સ સ્ટોકને વધુ નીચે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વેલ્યુએશન અને પ્રોફિટ બુકિંગ ઘટાડાનું કારણ
વિશ્લેષકોના મતે શેરમાં અચાનક ઘટાડો છેલ્લા કેટલાક મહિનામાં થયેલા વધારા પછી વેલ્યુએશન અને પ્રોફિટ બુકિંગની ચિંતાને કારણે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અને વિદેશી રોકાણકારોએ પણ IRCTCમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે. જોકે, શેરના ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે.

સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોન રૂ. 4,000-3,700
ટેકનિકલ વિશ્લેષકોના મતે IRCTC માટે રૂ 4,000-3,700ના સ્તરની મજબૂત ડિમાન્ડ ઝોન છે. જોકે, 4,500 રૂપિયાના સ્તરને પાર કરવું સ્ટોક માટે થોડું મુશ્કેલ રહેશે. 4,500નું સ્તર હાલમાં સ્ટોકની 20 દિવસની મૂવિંગ એવરેજ છે.

સ્ટોકે 900% રિટર્ન આપ્યું
IRCTCના શેરે સતત સારું પ્રદર્શન કર્યું હતું. ઑક્ટોબર 2019 માં લિસ્ટ થયેલા શેરે 19 ઑક્ટોબર 2021 સુધી લગભગ 900% વળતર આપ્યું છે. છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો, શેરે 100% થી વધુ વળતર આપ્યું છે. આ શેર રૂ. 320 ની ઇશ્યૂ કિંમત સામે 100% થી વધુના પ્રીમિયમ પર રૂ 644 પર લિસ્ટ થયા હતા.

ઓનલાઈન ટ્રેન બુકિંગમાં IRCTCનો 73% બજાર હિસ્સો
IRCTC ભારતીય રેલ્વેને કેટરિંગ સેવાઓ અને ઓનલાઈન રેલવે ટિકિટ પૂરી પાડે છે. આ સિવાય IRCTC રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટરની સેવા પણ પ્રદાન કરે છે. ઓનલાઈન ટ્રેન બુકિંગમાં IRCTCનો બજારહિસ્સો 73% અને પેકેજ્ડ પીવાના પાણીમાં 45% છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : બે દિવસની રાહત બાદ ફરી આવ્યા માઠાં સમાચાર, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો : Pensioners માટે અગત્યના સમાચાર : વહેલી તકે તમારું Life Certificate સબમિટ કરો નહીંતર પેન્શન અટકી જશે, જાણો છેલ્લી તારીખ અને પ્રક્રિયા

Next Article