IPO Today : આજે Idea Forge અને Pentagon Rubber ના IPO ખુલ્યા, રોકાણ પહેલા જાણો યોજના વિશે

|

Jun 26, 2023 | 8:53 AM

IPO Today : આજે સપ્તાહના પહેલા દિવસે બે  IPO લોન્ચ કરી રહી છે. આજે સોમવારે  Idea Forge કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (Ideaforge IPO) અને પેન્ટાગોન રબરની પ્રારંભિક જાહેર ઓફર(Pentagon Rubber IPO) આવ્યા છે. આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાની છેલ્લી તારીખ 29 જૂન  અને 30 જૂન નક્કી કરવામાં આવી છે.

IPO Today : આજે Idea Forge અને Pentagon Rubber ના IPO ખુલ્યા, રોકાણ પહેલા જાણો યોજના વિશે

Follow us on

IPO Today : આજે સપ્તાહના પહેલા દિવસે બે  IPO લોન્ચ કરી રહી છે. આજે સોમવારે  Idea Forge કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (Ideaforge IPO) અને પેન્ટાગોન રબરની પ્રારંભિક જાહેર ઓફર(Pentagon Rubber IPO) આવ્યા છે. આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાની છેલ્લી તારીખ 29 જૂન  અને 30 જૂન નક્કી કરવામાં આવી છે. પેન્ટાગોન રબર  કંપની રબર કન્વેયર બેલ્ટ ઉપરાંત  ટ્રાન્સમિશન બેલ્ટ સાથે  રબર શીટ અને એલિવેટર બેલ્ટનું ઉત્પાદન કરે છે. બીજી તરફ  વર્ષ 2023 ના મોસ્ટ-અવેઈટેડ IPO તરીકે Ideaforge IPO જોવામાં આવી રહ્યો હતો જેમાં રોકાણ(Investment)ની આખરે તક મળી છે.

જાણો Ideaforge IPO વિશે

કંપનીએ IPO  માટે શેર દીઠ રૂપિયા  638-672ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારોએ આ યોજનામાં ઓછામાં ઓછા 22 શેર માટે બિડ કરી શકે છે. આનો અર્થ એ થાય છે  કે આ IPOની લોટ સાઈઝ 22 શેરની જાહેર કરવામાં આવી  છે. જો અપર પ્રાઇસ બેન્ડ પર નજર કરવામાં આવે તો આ IPOમાં બિડ કરવા માટે રોકાણકારે  ઓછામાં ઓછા રૂપિયા  14,784નું રોકાણ કરવું પડશે.

Ideaforge IPO size શું છે?

આ પબ્લિક ઈશ્યુ હેઠળ રૂપિયા  240 કરોડના નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. જ્યારે 48,69,712 ઇક્વિટી શેર OFS દ્વારા વેચવામાં આવશે. આ ઓફરમાં પાત્ર કર્મચારીઓ માટે શેર અનામત પણ રાખવામાં આવી છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ideaForge Technology IPO Details

IPO Date & Details
IPO Date Jun 26, 2023 to Jun 29, 2023
Face Value ₹10 per share
Price ₹638 to ₹672 per share
Lot Size 22 Shares
Total Issue Size [.] shares
(aggregating up to ₹567.00 Cr)
Fresh Issue [.] shares
(aggregating up to ₹240.00 Cr)
Offer for Sale 4,869,712 shares of ₹10
(aggregating up to ₹[.] Cr)
Employee Discount Rs 32 per share
Issue Type Book Built Issue IPO
Listing At BSE, NSE
Share holding pre issue 38,098,559

Pentagon Rubber IPO ની યોજના

Pentagon Rubber IPO કંપનીએ આ ઈસ્યુ માટે શેર દીઠ રૂ. 65-70ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPO માટે રોકાણકારોએ જાણવું જરૂરી છે કે 2000 શેરની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી છે. જો અપર પ્રાઇસ બેન્ડ પરથી જોવામાં આવે તો, રિટેલ રોકાણકારોને આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે ઓછામાં ઓછા રૂ. 1,40,000ની જરૂર પડશે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 1 લોટ માટે અરજી કરી શકે છે.

Pentagon Rubber IPO Details

IPO Date & Details
IPO Date Jun 26, 2023 to Jun 30
Face Value ₹10 per share
Price ₹65 to ₹70 per share
Lot Size 2000 Shares
Total Issue Size 2,310,000 shares
(aggregating up to ₹16.17 Cr)
Fresh Issue 2,310,000 shares
(aggregating up to ₹[.] Cr)
Issue Type Book Built Issue IPO
Listing At NSE SME
Share holding pre issue 5,400,000
Share holding post issue 7,710,000
Market Maker portion 116,000 shares

 

Next Article